ગઈ કાલે ધંધુકા તાલુકાની મુંડી પ્રાથમિક શાળામાં જવાનું થયું. પ્રાથમિક શાળા ધોલેરા બંદરથી નજીક છે. અમદાવાદ જીલ્લાની હદ પૂરી કરતા ગામની આ શાળામાં ઘણું શીખવા જાણવા મળ્યું. શિક્ષક્ ભાઈ બહેનો દ્વારા ખુબ સુંદર કાર્ય થાય છે. મીના પ્રોજેક્ટ માટે આ શાળાએ ઘણું કામ કર્યું છે. શાળામાં મીના વિષે ચર્ચા કર્તા વિદ્યાર્થીઓએ પોતાના દ્વારા તૈયાર કરેલ પ્રવૃત્તિઓનું વર્ગમાં ખુબ ઓછા સમયમાં પ્રદર્શન તૈયાર કર્યું. અહી આ શાળાની મીના પ્રવૃત્તિ દ્વારા થયેલ કાર્યના પ્રદર્શન, શાળાની કમ્પુટર લેબ, વિદ્યાર્થીઓનો પ્રયોગ જેવી કેટલીક વિડીયો ક્લીપ આપેલ છે. આપ ધોલેરા બંદર (SIR)ની મુલાકાતે જાઓતો મુંડી શાળમાં જરૂર જશો. ધંધુકાના બી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી રમેશભાઈ લઢેલ, સી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી હસમુખભાઈ પંચાલ અને આચાર્યશ્રી ઘનશ્યામભાઈ વાટલીયાને આભાર સાથે ખુબ ખુબ અભિનંદન.
No comments:
Post a Comment