આજ સવારે ધોરણ પાંચ થી આઠ વર્ગખંડમાં અંગ્રેજી ઓરલ વર્ક આગામી ક્લસ્ટર કક્ષાની શિક્ષક તાલીમ માટે પ્રેઝન્ટેશન તૈયાર કરતો હતો. મેં ૨૦૧૦ માં આપેલ અંગ્રેજી વિષય પરના કેટલાક દાર્શનિક પાઠ ની વિડીયો ક્લિપ્સ જોઈ. બાયસેગ પરથી પ્રસારિત થયેલ પ્રસારણ અને સ્ટુડીયો અંદર રીઅલ પ્રેઝન્ટેશન અલગ જ હોય છે. સ્ટુડિયોમાં પાઠ આપતા જો વિદ્યાર્થીમય ન બનીએ અને આજુબાજુ બેઠેલ અધિકારીઓ કે દર્શક ગણ સામે જોઈ તેઓ શું વિચારશે તેમ વિચારીએ તો ... આ સમયે પોતાની આગવી સ્ટાઈલ જ ઉપયોગમાં લેવી...મેં અહી મહત્તમ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવા પ્રયત્ન કર્યો છે, જયારે જરૂર જણાઈ ત્યારે જરૂરિયાત પુરતા ગુજરાતી શબ્દોનો ઉપયોગ કર્યો છે. H.M.Patel Institute,Vidhyanagar ના Director શ્રી જાડેજા સાહેબ, GCERT Director શ્રી ભાડ સાહેબ, DIET Principle શ્રી જોશી સાહેબ, GCERT Reasearch Associates શ્રી સંજયભાઈ ત્રિવેદી વિગેરે ભાષાના જાણકાર અધિકારીઓની સ્ટુડિયોમાં ઉપસ્થિતિમાં દાર્શનિક પાઠ આપવાની મજા-આનંદ અનેરો હોય છે. આપ આ દાર્શનિક પાઠ જુઓ અને આપને લગતા જરૂરી સુધારા જણાવશો તો મને આગામી વર્ગકાર્ય માટે ઉપયોગી નીવડશે.... આભાર
No comments:
Post a Comment