આપણે એમ માનીયે છીએ કે વિદ્યાર્થીઓ બીજી ભાષા જલ્દી ન શીખી શકે. અમદાવાદ જીલ્લાની કેટલીક શાળાઓની મુલાકાત સમયે બાવલા તાલુકાની સાંકોડ, ધંધુકા તાલુકાની બાવળીયારી અને રાણપુર તાલુકાની અણીયારી કસ્બાતી શાળાના શિક્ષકોએ આપણી આ માન્યતાને ખોટી સાબિત કરી હોય તેવું લાગ્યું. આ શાળાઓના ધોરણ ચારના વિદ્યાર્થીઓ અમારા પ્રોજેક્ટમાં સહભાગી શિક્ષકોનિ મદદથી પ્રોજેક્ટમાં અદભુત પર્ફર્મંસ બતવી રહ્યા છે. મેં જયારે કન્ટેઇન, મેથડ નક્કી કરી અને ફ્રેમ બનાવી ત્યારે આ પ્રોજેક્ટ આટલો સફળ થશે તે કલ્પના પણ નહોતી કરેલ કારણ છેલ્લા કેટલાય વર્ષોથી આપણે ધોરણ પાંચમાં અંગ્રેજી માટે કરી રહ્યા છીએ અને આજે ધોરણ આઠમાં આવેલ આપણા ૫૦% વિદ્યાર્થીઓ અપેક્ષા મુજબનું અંગ્રેજી વિષયનું જ્ઞાન ધરાવતા નથી. આ વિદ્યાર્થીઓનો પ્રગતિ અહેવાલ અત્યારે પ્રોજેક્ટ ચાલુ હોઈ તેમજ કેટલાક કારણોસર વિડીયો ક્લિપ્સ મૂકી શકતો નથી. પરંતુ બાવાલીયારી શાળાની વર્ગ મુલાકાત સમયે વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં વિદ્યાર્થીઓએ મરાઠી અભિનય ગીત કરવાનું કહેતા આશ્ચર્ય થયું. આ વિદ્યાર્થીઓએ રજુ કરેલ મરાઠી અભિનય ગીત આપ સૌ માટે શેર કરું છું. આ શાળાના મકાનનું બાંધકામ ૧૨૫ વર્ષ જુનું છે. શાળા જર્જરિત છે (જે આપ વિડીયોમાં જોઈ શકશો) પરંતુ કોઈક ટેકનીકલ કારણસર શાળાના ઓરડા મંજુર થતા નથી. તેમ છતાં શાળાના શિક્ષકો આ બહાના તળે નાવીન્યતા સભર કામ કરતા અટકતા નથી.... કદાચ આ છે સાચી દેશ સેવા અને વિવેકાનંદ જયંતીની સાચી ઉજાણી...આ માટે આ શાળાના સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી હસમુખભાઈ અને બી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી રમેશભાઈ લઢેલને અભિનંદન...
ધોરણ ચાર અંગ્રેજી વાતાવરણ નિર્માણ કાર્યક્રમ ની સાફલ્ય ગાથા અમે એપ્રિલમાં બ્લોગ પર મુકીશું. આ મરાઠી અભિનય ગીત આપને કેવું લાગ્યું ? જણાવશો...
No comments:
Post a Comment