એક નવતર પ્રયોગ....
દેત્રોજ તાલુકાના બાલાસાસણ ક્લસ્ટરના કો ઓર્ડીનેટર શ્રી અમરતભાઈ દેસાઈ દ્વારા
શ્રાવણ મહિનાને અનોખી રીતે ઉજવવામાં આવ્યો. વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ સમાજ
સમક્ષ આવે તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુ થી મુક્ત લેખન, ચિત્રકામ,
જનરલ નોલેજ, ન્રત્ય, અભિનય જેવા પાંચ વિભાગોમાં હરીફાઈ યોજવામાં આવી. બાલાસાસણ
ક્લસ્ટરની તમામ આઠ શાળાઓના શાળા કક્ષાએથી
પ્રથમ નંબરે વિજેતા વિદ્યાર્થીઓને ક્લસ્ટર કક્ષાએ હરીફાઈ માટે લાવવામાં આવ્યા. બાલાસાસણ ક્લસ્ટરની રાજપુરા
શાળામાં તારીખ ૧૭ ઓગસ્ટ, શનિવારની વહેલી સવારે ૭.૩૦ કલાકે ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮
એમ બે વિભાગમાં વિદ્યાર્થીઓની લેખન, જનરલ નોલેજની હરીફાઈ શરુ કરાઈ. ૯ કલાકે ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓની
એક પાત્રીય અભિનય, નૃત્ય, વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તમ
પ્રકારનો દેખાવ કરવામાં આવ્યો. સૌથી મહત્વની બાબત એ રહી કે અહી કુમાર-કન્યાની
હરીફાઈ સાથે હતી અને દરેક વિભાગમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધારે હતી અને વિજેતા
યાદીમાં પણ વિદ્યાર્થીનીઓ જ મોખરે રહી. તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ઇનામ
આપવામાં આવ્યા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને
આમંત્રિતોની ચા-પાણીથી ભોજન વ્યવસ્થા અંગેની તમામ બાબતોનું માઈક્રો પ્લાનીગ
રાજપુરા શાળાના આચાર્ય શ્રી ધર્મેન્દ્રભાઈ નાયી, શાળા પરિવાર અને એસ.એમ.સી
મેમ્બર્સ દ્વારા કરવામાં આવ્યું. હરીપુરા, તેલાવી શાળામાં ધોરણ ૧ થી ૮ અને માત્ર ૨
જ શિક્ષક હોવા છતાં આ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તમામ વિભાગમાં ભાગ લીધો
તેમજ એક પાત્રીય અભિનય ધોરણ ૧ થી ૫ વિભાગમાં તેલાવી શાળાના વિદ્યાર્થીએ પ્રથમ
સ્થાન મેળવ્યું જે શિક્ષકોનિ કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવે છે. તમામ નડતર
પ્રશ્નોને સાથે રાખી, માર્ગ શોધી પોતાનો દેખાવ હંમેશા ઉત્કૃષ્ઠ કરનારા આ શિક્ષકોની
સમાજ માટેની સેવા એ બોર્ડર પર એકલા હાથે દેશ માટે લડનારા સૈનિક જેવીજ કહી શકાય. આ
સ્વૈચ્છીક કાર્યમાં મોટીવેશન આપવા માટે તાલુકાના કેળવણી નિરિક્ષક શ્રી ચંદ્રિકાબેન
પટેલ, બી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલ તેમજ દેત્રોજ બ્લોકના તમામ કો
ઓર્ડીનટર ઉપસ્થિત રહેલ...હરીફાઈના અંતે ચર્ચા દરમિયાન એવું અનુભવાયું કે મોટીવેશન
આપવા આવેલ સૌએ મોટીવેશન મેળવ્યું. ગત વર્ષે અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા
આયોજવામાં આવેલ ‘ડ્રીમ ફેસ્ટીવલ’ આ વર્ષે સાચા અર્થમાં બલાસાસણ ક્લસ્ટર દ્વારા માત્ર
ડે ડ્રીમ ન બની રહેતા જીવંત રાખવામાં આવ્યું હોય તેવું લાગ્યું. આ સમગ્ર આયોજન
માટે થયેલ ખર્ચ લોકસહકારથી મેળવ્યો અને દાતાશ્રીઓએ હરખાઈને ઉદાર હાથે દાન આપ્યું. બાલાસાસણ
ક્લસ્ટરના કો ઓર્ડીનેટર શ્રી અમરતભાઈ દેસાઈએ અમને સૌ કોઓર્ડીનેટરને નવતર પ્રયોગ
કરવા પ્રેરણા આપી. આવા નવતર કાર્યના પ્રેરણાદાતા બાલાસાસણ ક્લસ્ટરના કો ઓર્ડીનેટર
શ્રી અમરતભાઈ દેસાઈ અને તેમના ક્લસ્ટરની તમામ શાળાના પરિવારનો હૃદયથી આભાર...








1 comment:
Good work...
Post a Comment