ગુજરાત સરકારનો ગુજરાતના પ્રાથમિક
શાળામાં ભણતા બાળકોથી માંડી વાનપ્રસ્થાશ્રમે પહોંચેલા નાગરિકોના રમત-ગમત કૌશલ્યોને
વિકસાવવાની તક મળે તે માટે ખેલ મહાકુંભનું
છેલ્લા ત્રણ વર્ષથી આયોજન થઇ રહ્યું છે.
ખેલ
મહાકુંભ-૨૦૧૩ માં દેત્રોજ તાલુકાની કુકવાવ પ્રા.શાળામાંથી શાળાના ૧૨ વર્ષથી નીચેની
વય જૂથમાં ૬૦ મીટર દોડ તથા સ્ટેન્ડીંગ બ્રોડ જંપ રમતમાં કુલ ૧૩૫ વિદ્યાર્થી
,વિદ્યાર્થીનીઓનું ઓન લાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું.ગામ કક્ષાએ યોજાયેલ
સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને દેત્રોજ મુકામે સીટ કક્ષાએ
યોજાયેલ ૬૦ મીટર સ્પર્ધામાં ભાગ લેવા લઇ
ગયેલ જેમાં શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોલંકી કિંજલબા
ધર્મેન્દ્રસિંહ પ્રથમ આવેલ .ભણવામાં તેજસ્વી એવી આ વિદ્યાર્થીનીએ રમત-ગમત
સ્પર્ધામાં પણ શાળાને ગૌરવ અપાવતાં શાળા પરિવારે આ વિદ્યાર્થીની હજુ આગળ પણ સારો
દેખાવ કરે તે માટે સતત સખત મહેનત દ્વારા તેને કોચિંગ આપ્યું .
બી.આર.સી
રમતોત્સવ - દેત્રોજ
આમ ત્યારબાદ કુમારી કિંજલે રાજ્ય કક્ષાની પ્રતિયોગિતામાં ભાગ લીધેલ પરંતુ ત્યાં વિજેતા થવામાં સફળતા ન મળી. પરંતુ તે હિંમત હાર્યા વિના આવતા વર્ષ માટેની તૈયારી શરુ કરી દીધેલ છે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ગ્રાઉન્ડ
પર રાજ્ય કક્ષાની સ્પર્ધા વખતે કુમારી કિંજલ (લાલ રંગના ડ્રેસમાં)


1 comment:
Aagava anokha balako ne shodhi protsahit karva e j aavati kalna bharatnu ghadatar karshe.
Post a Comment