Sunday, April 27, 2014

Innovative bloggers in eduacation

વિદ્યાસહાયક નિયુક્તિ બાદ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં ઘણા પરીવર્તન જોઈ શકાય છે. રાજ્યની શાળાઓ ટેકનો શાળાઓ  અને રાજ્યના શિક્ષકો હવે ટેકનો ટીચર્સ બનતા ગયા છે. ટેકનોલોજીના માધ્યમે શાળાઓમાં ઘણા પરિવર્તન આવી રહ્યા છે. રાજ્યમાં અત્યારે બે પ્રકારના બ્લોગ્સ ધરાવતી શાળાઓ ઘણી છે...૧) શૈક્ષણિક અનુભવો આધારીત બ્લોગ્સ અને ૨) પરીપત્રો, માહિતી આધારીત બ્લોગ્સ. અહી શૈક્ષણિક અનુભવો આધારીત કેટલાંક બ્લોગ્સ અંગે માહિતી આપેલ છે. આપને અહી આપેલ Innovative bloggers in education અંગે આપેલ માહિતી જરૂર ઉપયોગી નીવડશે.
શિક્ષક હોવું ઉત્તમ વાત છે, બ્લોગર તરીકે શિક્ષણનું કાર્ય કરવું તે નવતર વાત છે. આવા કેટલાક શિક્ષકો ગુજરાતમાં પણ કાર્યરત છે. જે પોતાના બ્લોગના માધ્યમથી રાજ્ય, રાષ્ટ્ર અને આંતર રાષ્ટ્રીયકક્ષાએ શિક્ષણ ઉપરાંત તેની સાથે સંકળાયેલ અનેક મુદાઓ અને મુસદ્દાઓ વહેચી રહ્યા છે.
આવા ગુજરાતી ગૌરવ સમા શિક્ષકોને એકજ જગ્યાએ જોઈ શકાય તેવા પ્રયત્ન સાથે આ લિંક રજુ કરું છું.
૧. રાકેશ પટેલનો મસ્તી કી પાઠશાળા
શાળામાં શિક્ષણ કાર્ય કરતા શ્રી રાકેશ પટેલ શાળામાં  અનેકવિધ પ્રવૃત્તિ કરે છે. આવી પ્રવૃત્તિઓને બ્લોગ પર મુકવાની શરૂઆત ૨૦૦૮થી કરી. પ્રાથમિક શિક્ષણ જગતમાં કદાચ ગુજરાતમાં આવો બ્લોગ સૌપ્રથમ છે. આ શાળા એવી છે જ્યાં  બાળકોને મસ્તી કરવાની છૂટ  છે. અને એટલેજ શાળાનું નામ છે 'મસ્તીકી પાઠશાલા' આ શાળા પોતાની વાતો  નિયમિત બ્લોગ પર અપડેટ પણ કરે છે. વધુ તો શું કહું....પણ તમે જાતે જ મુલાકાત લઇ જુઓ.
બલદેવપરી  જુનાગઢ 
 માદ્યમિકશાળા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખુબજ ઉપયોગી વેબસાઈટ
પ્રેરણાદાયી પ્રસંગો ,બોધકથા મૂલ્યશિક્ષણ,ક્વીઝ ,વિડિઓ,પ્રેઝન્ટેશન વગેરે નો ખજાનો 
જુદી જુદી પરિક્ષા  ccc ,tet/ tat /htat /gpsc /અન્ય માહિતી નો ખજાનો 
શિક્ષણના પ્રેરણા પુષ્પો 

એસ.એન. હિંગુ કી ઈ –પાઠશાળા

              મિત્રો, પાઠ શાળા અનેક હશે. અહી આજે એક ઈ-પાઠશાળાની વાત કરવી છે. તમને સાંભળીને નવાઈ લગતી હશે! ઈ-પાઠશાળા એટલે  E-SCHOOL. અહીં વિદ્યાર્થીઓ જાતે શીખી શકે તેવી વ્યવસ્થા છે. અહીં  વિદ્યાર્થીઓ જાતે શીખી શકે છે. આ માટે શ્રી એસ.એન.હિંગુ અનેક વિધ સાહિત્ય તૈયાર કરી પોતાના બ્લોગમાં મુકે છે. આ બ્લોગ વિવિધ વિષયની અનેકવિધ સામગ્રી મગ્રી પૂરી પાડવાનો છે. ધોરણ એક થી એમ.એ કે  તેથી પણ વધારે શીખવાની સામગ્રી અહીં  આપવામાં આવે છે. એજ્યુકેશન માં આવતા તમામ ક્ષેત્રો  જેવાં કે ઈ-વિડીઓ, ઈ-ઓડિયો ઈ-સોફ્ટવેર અને વિવિધ એપ્લીકેશન્સ આપવામાં આવે છે. આ બ્લોગની શરૂઆતની  હજું હમણા જ થઇ છે તેમ કહી શકાય છતાં તેના સાહિત્યને લીધે તે આજે સૌથી વધારે વાંચવામાં આવતા બ્લોગ પૈકી એક બ્લોગ હોવાનું ગૌરવ ધરાવે છે.
ગમે તે સમયે...ગમેતે સ્થળે અને ગમેતે વિષય માટે શીખવાનું અને શીખવાનું કઈ રીતે શીખવું તે માટે આ બ્લોગની અવશ્ય મુલાકાત લો.
www.snhingu.blogspot.in

No comments: