Tuesday, April 8, 2014

School Leaving Certificate ... as a pilot project

નદીશાળા ક્લસ્ટરમાં “Distance mode Direction” પ્રોજેક્ટ અંતર્ગત ટેકનોલોજીણો શૈક્ષણિક ઉપયોગ વધારવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. મારા ક્લસ્ટરની જશપુરા પ્રાથમિક શાળાની કામગીરી, શાળામાં ટેકનોલોજીનો ઉપયોગ અંગે વાર્ષિક નિરિક્ષણ દરમિયાન તાલુકાના બીટ કેળવણી નિરિક્ષક અને અમારા દેત્રોજ તાલુકાના  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતિ ચંદ્રિકાબેન પટેલે જોઈ. આ શાળાનું તમામ દફતરી કામ કોમ્પ્યુટરાઈઝ છે. શાળાના આચાર્યશ્રી લાલજીભાઈ અને શાળાના શિક્ષકો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી શાળાને સતત અપડેટ રાખે છે. વાર્ષિક નિરિક્ષણ કાર્ય દરમિયાન શ્રીમતિ ચંદ્રિકાબેન પટેલે આ તમામ બાબતોને નોંધી તેમજ તેઓએ વિદ્યાર્થીઓને અપાતા શાળા છોડ્યાના પ્રમાણ પત્રો કોમ્પ્યુટરાઈઝ આપવાની જાણ કરી. તેઓએ શાળામાં 'School Leaving Certificate' ... પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે અમલી કરવા સુચન કર્યું. TPO શ્રીના માર્ગદર્શન મુજબ શાળાના આચાર્યશ્રી અને સાથી શિક્ષકોએ મળી નમુનો તૈયાર કરી TPO શ્રીને માર્ગદર્શન માટે બતાવી જરૂરી સુધારા કર્યા. આ વર્ષે શાળાના શાળા છોડી અભ્યાસ અર્થે બહાર જતાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરાઈઝ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જેની એક નકલ શાળામાં રહેશે. તેમજ એક સોફ્ટ કોપી પણ સેવ કરી રખાશે. આ શાળાએ અગાઉ જરૂરી કેટલાંક પત્રકો તૈયાર કરી શાળાને કોમ્પ્યુટરાઈઝ કરવા પ્રયત્ન કરેલ છે. અમારા ક્લસ્ટરની શાળાની કામગીરીને જોઈ અમને બિરદાવવા તેમજ આ નવતર પ્રયોગ માટે પસંદગી કરવા બદલ અમે દેત્રોજ તાલુકાના બીટ કેળવણી નિરિક્ષક અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતિ ચંદ્રિકાબેન પટેલના આભારી છીએ. સાથે સાથે  શાળાના આચાર્યશ્રી લાલજીભાઈ પટેલ, શાળાના શિક્ષક શ્રી ગીરીશભાઈ વાણિયા, શ્રી વદનસિંહસોલંકી અને શ્રી અજયભાઈ મહેરિયા તેમજ શાળાના કોમ્પ્યુટરાઈઝેશનમાં મદદરૂપ વિદ્યાર્થીઓનો આભાર અને અભિનંદન.

આપ પણ અમારી આ કોમ્પ્યુટરાઈઝ નકલ જોઈ જરૂરી સુધારા સૂચવી શકો છો. આપ અમને            ( crc.abd.detroj.nadishala@gmail.com ) મેઈલ કરશો અથવા શાળાને                              ( ht.jashapura@gmail.com ) સીધો મેઈલ કરી શકો છો.

No comments: