Monday, May 5, 2014

Use of technology in daily life


પર્યાવરણ વિષયમાં આપણા ઓજારો પાઠ ભણાવવામાં આવતો. આ પાઠ ગામડામાં રોજીંદા જીવનમાં ઉપયોગી સાધનો અંગે જાણકારી આપવામાં આવેલ. હવે સમય બદલાતો જાય છે. આપણા બળદ ગાડાનું સ્થાન ટ્રેક્ટર અને ઘોડી નાખી સુપડાથી પવનની વિરુદ્ધ દિશામાં અનાજને રાખી ઉપણવાનું અને ખરા (ગામના બધા ખેડૂતો જ્યાં અનાજ સાફ કરી, કોથળામાં ભરી ઘરે કે દુકાન પર લઇ જાય તે ગામ તાળની જગ્યા). આ પાઠ ભણાવતાં ટ્રેક્ટર વિષે પાઠ ભણાવી આપણે આત્મ સંતોષ મનાતા કે ચાલો આપણે વિદ્યાર્થીઓને થોડું બહારનું ભણાવી શક્યા. સમય બદલાતાં હવે બધું જ બદલાયું છે. રોજીંદા જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ ખુબ વધ્યો છે. આ સમયે ટ્રેક્ટર સિવાય પણ ઘણું બધું સમાવવું જરૂરી છે. શક્ય છે ગ્રામ્ય કક્ષાએ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આપણે ઘણા પાછળ હોઈએ પરંતુ વિદ્યાર્થીઓને સંદર્ભ મટેરિયલ તરીકે ઇલેક્ટ્રિક બ્રશ, ઇલેક્ટ્રિક રેઝર, મોબાઈલ ફોન, ફોનમાં ઈન્ટરનેટ, લેપટોપ વિગેરે ઘણું બધું બતાવી શકાય..!!!
થોડાં દિવસ પહેલાં હું અમારા બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલ, કૉ ઓર્ડીનેટર મિત્ર શ્રી પ્રવીણસિંહ અને શ્રી જીતુભા સાથે વિરમગામ જતો હતો. રસ્તામાં આવેલાં ખેતરોમાં અચાનક મારી નજર એક મોટા મસીન પર પડી જેનાથી હું અજાણ હતો. મેં પૂછતાં જાણવા મળ્યું કે, આ મસીનનો હરિયાણા, પંજાબના ખેડૂતો બોહળો ઉપયોગ કરે છે. ઘઉં નો પાક લેવા માટે ખેડૂતો આવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે...જે મેન્યુઅલી કરતા ઘણું સસ્તું પડે.વળી, ઝડપી કાર્ય થતું હોઈ અન્ય મુશ્કેલીઓથી બચી શકાય. ખેતરોમાં ઉભેલા પાક પર દવાના છંટકાવ માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીન પણ મજાનું છે. અહી ફોટોમાં જોતા કઈક અલગ જ લાગશે...દવા છાંટવા આ મશીનનો ઉપયોગ ઝાલાવાડ, સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ થતો જોવા મળે છે.




આતો થઇ ખેતરમાં ઉપયોગી મશીન ... પરંતુ રોજીંદા જીવનમાં આવા અનેક મશીનો નજરે પડે. ઉનાળો આવતાં જ રસ્તાની બંને બાજુએ શેરડીનો રસ નીકળવાના સંચા નજરે પડે. આ સંચામાં કોઈ ઈલેક્ટ્રીસીટીની જરૂર નહી અને રસની મીઠાશ ...આહા...











જો આપના વિસ્તારમાં નવી રોડ બનતો હોય અથવા રોડ બની ગયો હોય પરંતુ રોડ વચ્ચે સફેદ પટ્ટો બનાવવાનો, કિલોમીટર દર્શાવવાના માઈલ સ્ટોન પર કિલોમીટર લખવા સમયે કે પછી રોડની માપણી સમયે આપે સરળ મશીન જોયું હશે ??
આવા અનેક મશીનો પણ આપ વિદ્યાર્થીના જ્ઞાનમાં વૃદ્ધિ કરવા બતાવી શકો...




એકમ આયોજન સમયે ક્યારેક ICT ના ઉપયોગ વિષે લખીએ છીએ પરંતુ ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું પણ અગત્યનું છે. મેનેજમેન્ટ ફંડા કહે છે કે આયોજનમાં લાગેલ સમય કરતા સફળતા 50% જ મળે. એ મુજબ જો આપણે  ૩૫ મીનીટના પરિણામલક્ષી કાર્ય કરવું હોય તો આયોજન/વૈચારિક પ્રક્રિયા માટે ઓછામાં ઓછી ૭૦મિનીટતો થવી જ જોઈએ. સમયની માંગ મુજબ ટેકનોલોજીણો ઉપયોગ પણ પાઠ આયોજનણો હિસ્સો બનાવો જોઈએ.સર્વ શિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવેલ વિડીયો ક્લિપ્સની સી.ડી., યુ ટુબ પરથી ડાઉનલોડ કરે ક્લિપ્સ કે આપણા રોજીંદા જીવનમાં અનુભવેલ કોઈક દૃશ્યની વિડીયો ગ્રાફી  મોબાઈલ વડે કરી વર્ગમાં કોમ્પ્યુટર પર બતાવી શકાય. દા.ત. ધોરણ પાંચનોણો પ્રથમ પાઠ ગામનો ઈતિહાસ. વિદ્યાર્થીઓ ગામના ઈતિહાસ વિષે માહિતી એકત્ર કરે અને આપણે પણ ગામના ઇતિહાસના પુરાવા સ્વરૂપે કેટલાંક ફોટોગ્રાફ આપણા મોબાઈલમાં લઇ આપણે વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશનને વધારે અસરકારક અને રસપ્રદ બનાવી શકીએ...




No comments: