Sunday, June 22, 2014

Praveshotsav 2014

 કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪
Kanya Kelavani Rathayaatra and Shala Praveshotsav 2014


૧૫ જુન બપોરના અમારા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી જલુ સાહેબ દ્વારા સમાચાર મળ્યા કે માન.મુખ્યમંત્રીશ્રી કન્યાકેળવણી રથયાત્રા અને પ્રવેશોત્સવ નિમિત્તે અમદાવાદ શહેર વિસ્તારની શાળામાં તારીખ ૨૧ જુન સવારે આવશે. આ માટે જરૂરી આયોજન હાથ ધરવું. અમે હું, શ્રી પીન્કેશભાઈ પટેલ (TPEO દસક્રોઈ તાલુકો) અને શ્રી યોગેશભાઈ પટેલ (સી.આર.સી કૉ ઓર્ડીનેટર ધંધુકા) મળી માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષાતામાં ઉજવાનારા પ્રવેશોત્સવ આયોજન હાથ ધર્યું. રાજ્યકક્ષાના પ્રવેશોત્સવ માટે ચોક્કસ પ્રકારનું આયોજન હોવું જરૂરી છે. (શક્ય છે અહી આપેલ કેટલીક બાબતો આપને ઉપયોગી થઇ શકાશે.) આ માટે અમે અગાઉ માન.મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી સાહેબની ઉપસ્થિતિમાં ઉજવેલ ઝાંપ(સાણંદ), વટામણ(ધોળકા) અને પચ્છમ(ધંધુકા) ખાતે ઉજવાયેલ  પ્રવેશોત્સવમાં કામગીરી કરેલ ટીમ સાથે તારીખ ૧૭/૦૬/૨૦૧૪ સાથે બેઠક યોજી દરેકને માઈક્રોપ્લાનિંગ અંગે કામગીરી સમજાવી. દરેક ગ્રુપ મેમ્બર્સને જરૂરી કામગીરી સોંપી. ૧૬/૦૬ સાંજ સુંધીમાં સ્થળ નક્કી ન હતું. અમે સૌ કન્ફ્યુઝ્ડ હતાં. તારીખ ૧૭/૦૬ સાંજે અમને બે સ્થળ મળ્યા...આંબલી અને થલતેજ. બંને શાળાઓ મોટી શાળા કહી શકાય. આંબલીમાં શાળા મકાન નવું બનતું હતું જેથી શાળામાં તમામ પ્રકારની સફાઈની જરૂરિયાત અને થલતેજ બે પાળીની મોટી શાળા, મકાન નાનું, શાળા બહાર જગ્યાનો અભાવ...વિગેરે ઘણી મુશ્કેલી. આ બધું અમારે માટે મુશ્કેલ નહોતું કારણ અમારા કલેકટર સાહેબ શ્રી રૂપવંતસિંહ સાહેબે, અમારા જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી રવિશંકર સાહેબ અને અમારા ડી.પી.ઈ.ઓ શ્રી પ્રફુલભાઈ જલુ સાહેબ આ માટે સતત કાર્યરત હતાં. અમારે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, અમૃતવચન, કાર્યક્રમ સંચાલન વિગેરે માટે વિદ્યાર્થીઓ તૈયાર કરવાના, શાળા સુશોભન, રંગરોગાન, જરૂરી રીપેરીંગ, વસ્તુ ખરીદી, SMC સભ્યો સાથે બેઠક અને જરૂરી માર્ગદર્શન, વિસ્તારના લોકો સાથે બેઠક, શાળા પરિવારને જરૂરી સહકાર આપી તૈયારી કરાવવી. અમે સૌએ અમારા આયોજન મુજબ કામગીરી શરુ કરી. આ માટે કામગીર માટેની તૈયારીઓ વિતરણ અને આ મુજબ હતું...
કાર્ય વહેંચણી 

તારીખ ૨૧/૦૬/૨૦૧૪ સવારે અમે જે ઘડીની રાહ જોઈ રહેલ તે સમય આવી ગયો...ખુબ સુંદર રીતે સૌએ કરેલ કામગીરીની સફળતા અમે જોઈ શક્યા...આ સફળતા માટેનો શ્રેય ટીમ એજ્યુકેશન અમદાવાદના પ્રત્યેક સભ્યો, આંબલીના સી.આર.સી કો ઓર્ડીનેટર શ્રીમતી ગીતાબેન મિશણ, આંબલી શાળાના આચાર્યશ્રી દીક્ષીતભાઈ પટેલ, આંબલી શાળાના શિક્ષક ભાઈ-બહેનો, ગ્રામજનો, વાલીઓ,વિદ્યાર્થીઓ તેમજ  થલતેજ શાળાના સી.આર.સી કૉ ઓર્ડિનેટર શ્રી વિનોદભાઈ સોઢા, થલતેજ ૧/૨  શાળાના આચાર્ય શ્રી ચંદ્રકાન્તભાઈ રાવલ, શ્રી રવિભાઈ, શાળાના શિક્ષક ભાઈ-બહેનો, ગ્રામજનો, વાલીઓ,વિદ્યાર્થીઓને આપી શકાય.
આવનાર સૌ કોઈ ખુબ ખુશ હતા...સૌના ચહેરા પરની ખુશી જોતાં અમારો થાક ક્યાં ઉતારી ગયો સમજાયું પણ નહિ...આ અંગે વધુ ન લખતાં અહી કેટલાક ફોટોગ્રાફ્સ અને અમે તૈયાર કરેલ પુસ્તિકાને જ આપ જોઈ લો...

સ્ટેજ બેનર 





SMC સાથે બેઠક ...
SMC સાથે બેઠક ...


SMC સાથે બેઠક ...થલતેજ 

તૈયારીઓ અંગે બ્રીફિંગ...માન.શ્રી ડીડીયો સાહેબ અને માન.શ્રી DPEO સાહેબ

સંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી

જીલ્લાના વડાઓ દ્વારા કાર્યક્રમોની ચકાસણી ...

SMC સાથે બેઠક ...આંબલી

સાંસ્કૃતિક કાર્યક્રમોની પૂર્વ તૈયારી...

SMC સાથે બેઠક ...આંબલી 

SMC સભ્યો સાથે મુલાકાત




સાંસ્કૃતિક કાર્યક્રમોની પૂર્વ તૈયારી...

કાર્યક્રમોની વિગત ...

કાર્યક્રમોની વિગત ...

પ્રવેશ મેળવતાં ધો.૧ ના દરેક વિદ્યાર્થીઓને યુનિફોર્મ...

પ્રવેશ મેળવતાં ધો.૧ ના દરેક વિદ્યાર્થીઓને યુનિફોર્મ...


પ્રવેશ મેળવતાં ધો.૧ ના દરેક વિદ્યાર્થીઓને યુનિફોર્મ...

પ્રવેશ મેળવતાં ધો.૧ ના દરેક વિદ્યાર્થીઓને યુનિફોર્મ...

પ્રવેશ મેળવતાં ધો.૧ ના દરેક વિદ્યાર્થીઓને યુનિફોર્મ...

પ્રવેશ મેળવતાં ધો.૧ ના દરેક વિદ્યાર્થીઓને યુનિફોર્મ...

પ્રવેશ મેળવતાં ધો.૧ ના દરેક વિદ્યાર્થીઓને બુટ્મોજા...

પ્રવેશ મેળવતાં ધો.૧ ના દરેક વિદ્યાર્થીઓને હાથ રૂમાલ...

ઘાટલોડિયા મતવિસ્તારની તમામ શાળાઓને સેનેટરી કીટ...

બુક્સ બદલે ફ્રુટ્સ...


વિદ્યાર્થીઓને હાથ રૂમાલ...

ઘાટલોડિયા મતવિસ્તારની તમામ શાળાઓને સેનેટરી કીટ...

સ્વાગત બુક્સ ને બદલે ફ્રુટ્સથી અને પછી એ ફ્રુટ્સ આંગણવાડી અને ધોરણ એકમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને વહેંચણી...

પ્રવેશોત્સવના સન્માનીય મહેમાનશ્રીઓ..

મનુષ્ય તું બડા મહાન હૈ...મનુષ્ય ગૌરવ ગીત...

જીલ્લા પંચાયત  પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ અને જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હર્ષદગીરી ગોસ્વામી...

વિદ્યાર્થીની સન્માન

સહભાગી બનવા આવેલ વાલીઓ,ગ્રામજનો

માન.મુખ્યમંત્રી સાહેબશ્રીનું માનનીય ઉદબોધન 


















































































ઘાટલોડિયા મતવિસ્તારની તમામ શાળાઓને પુસ્તક સેટ ...











નીચે આપેલ લીંક પર ક્લિક કરવાથી આપ માહિતી પુસ્તિકા મેળવી શકશો...

આંબલી શાળા પ્રવેશોત્સવ અંગે માહિતી પુસ્તિકા:

થલતેજ શાળા પ્રવેશોત્સવ અંગે માહિતી પુસ્તિકા:


જીલ્લા કક્ષાએ પ્રવેશોત્સવ વાતાવરણ નિર્માણ કાર્યક્રમો અંગે માહિતી પુસ્તિકા:

https://sites.google.com/site/yashaashaka/pdf/File%20For%20Praveshotsav%202014%20for%20%20Hon.CM%20sir.pdf?attredirects=0&d=1

જીલ્લા કક્ષાએ પ્રવેશોત્સવ વાતાવરણ નિર્માણ કાર્યક્રમો અંગે માહિતી પુસ્તિકાનું ટાઈટલ પેજ :



રાજ્યકક્ષાના પ્રવેશોત્સવ ૨૦૧૪ના આયોજનની કામગીરીના અંતે ઘણા અનુભવો મળ્યા, અને ઘણું શીખવા મળ્યું... આ અનુભવો જીવનમાં દરેક ક્ષેત્રમાં ઉપયોગી નીવડશે...

1 comment:

cluster resource center kanbha said...

Nice work ketanbhai....& congrectulation to team amdavad