D-PRARUP
‘જરૂરિયાત
એ શોધની જનની છે...’ આ ઉક્તિ અનુસાર સમસ્યાઓને ઓળખીએ તો જ સમસ્યાઓનું સંધાન શક્ય
બને. કહેવાય છે કે, ‘સમસ્યાઓ તો ઘણી છે પરંતુ અમે એને અવગણી છે. હવા સાથે બન્યું
નહી માટે દીવાલો ચણી છે...’ રોજીંદા જીવનમાં જીવતા જીવન સાથે અબાલ-વૃદ્ધ સૌ કોઈ
વસ્તુઓના ઉપયોગમાં કે વિપરીત પરિસ્થિતિઓથી ટેવાવા પ્રયત્ન કરીએ પરંતુ તેનો ઉકેલ
શોધવા પ્રયત્ન કરતાં નથી. વિદ્યાર્થીઓને બાળપણથી જ આ વિષય પર માર્ગદર્શન મળી રહે
અને દરેક સમસ્યાઓનું સમાધાન જાતે શોધી શકે તે પ્રકારનો દ્રષ્ટીકોણ વિકસાવવો
અતિઆવશ્યક છે.
અમદાવાદ
જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવી દવે દ્વારા વિદ્યાર્થીઓને
બાળપણથી જ નવતર પ્રયોગો કરવા દ્રષ્ટી કેળવાય તે હેતુથી D-PRARUP
કાર્યક્રમનું અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે અમલીકરણ
કરવામાં આવ્યું. D-PRARUP ના સફળ અમલીકરણ પછી જરૂરી સૂચનો મેળવી સમગ્ર
જિલ્લામાં અમલી કરવામાં આવશે.
D-PRARUP
અર્થાત Design Program for Augmenting Rural Progress અમદાવાદ
જીલ્લાના માંડલ તાલુકાની ૪૯ શાળાઓના ધોરણ ૭ અને ૮ માં અભ્યાસ કરતાં ૨૧૫૦
વિદ્યાર્થીઓ ને ડીઝાઈનીંગ પ્રોગ્રામિંગ માટે તૈયાર કરવામાં આવશે. અહી ડીઝાઈનીંગ
પ્રોગ્રામ નો અર્થ કોઈ કમ્પુટર, ટેકનોલોજી કે આર્ટ પર નથી પરંતુ રોજીંદા જીવનમાં
ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ઉપયોગને વધારે સરળ અને ઉત્કૃષ્ઠ બનાવવું તેમજ રોજીંદા
જીવનની સમસ્યાઓ ના સમાધાન માટે પ્રયોગો હાથ ધરવા કે નવતર પ્રયોગો કરવાં.
પ્રાથમિક
શાળાઓમાં શૈક્ષણિક,મોનીટરીંગ અને વહીવટી પ્રક્રિયા સાથે સંકળાયેલા તાલુકા
પ્રાથમિક, બી.આર.સી કૉ ઓર્ડીનેટર, સી.આર.સી કૉ ઓર્ડીનેટર્સ, બી.આર.પી., જીલ્લાના
તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયતની તમામ શાખાઓના અધિકારીશ્રીઓને D-PRARUP પર MICA-શેલા
ખાતે એક દિવસની કાર્ય શીબીર યોજી સમગ્ર આયોજન, અમલીકરણ અંગે સમજણ આપવામાં આવી.
આગામી
સંભવિત તારીખ ૨૧-૨૨-૨૩ ડીસેમ્બરના રોજ MICA-શેલા ખાતે વર્ગખંડની શૈક્ષણિક પ્રક્રિયા
સાથે સીધાસંકળાયેલાં ૪૯ શાળાના ધોરણ ૭/૮ના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકોને તાલીમ
આપી સમગ્ર કાર્યક્રમ અને અમલીકરણ પર કાર્ય શીબીર દરમિયાન માહિતગાર કરી વર્ગખંડમાં
અમલીકરણ માટે સુસજ્જ કરાશે.
D-PRARUP અર્થાત
Design Program for Augmenting Rural Progress નું આયોજન, અમલીકરણ તેમજ જરૂરી તાલીમી
સાહિત્ય તૈયાર કરવાનું કામ તેમજ સમગ્ર કાર્યક્રમનું કૉ ઓર્ડીનેશનનું કામ જિલ્લા
વિકાસ અધિકારીશ્રી ભાર્ગવી દવેના માર્ગદર્શન મુજબ MICA-શેલા,સાણંદ
તાલુકોના સંયોજક શ્રી યશ સકસેના કરશે.
Story
café
સાંપ્રત્ય
સમયમાં પતિ-પત્ની પોતાના વતનથી દુર રહેવાને કારણે કે કેટલાંક અંગત કારણોને કારણે
પરીવારો વિભક્ત થવાં લાગ્યાં છે. વિભક્ત પરિવારોને કારણે ઘરમાં વડીલો ન હોઈ
બાળકોને મુલ્યોની સમજ, નૈતિક શિક્ષણ કે વિચારવા પ્રેરે તેવી પ્રવૃત્તિઓ હાથ ધરી
શકાતી નથી. બાળકને નાનપણથી જ સામાજિક મૂલ્યો અને વ્યક્તિગત વિકાસ અંગે પ્રેરણા
આપનાર બહુ ઓછા લોકો મળવાથી સમાજમાં કેટલીક સમસ્યાઓ કાયમી બનતી રહે છે. પ્રવૃત્તિ
દ્વારા શિક્ષણ અને સતત પ્રતિસ્પર્ધાત્મક શિક્ષણ વ્યવસ્થા બનતાં વાર્તા કથન ઓછું
થતું જણાય છે. દાદા-દાદી દ્વારા પરિવારમાં કહેવાતી વાર્તાઓ હવે બહુ ઓછા પરિવારમાં
જોવા મળે છે. આથી બાળકના કથન કૌશલ્યનો વિકાસ પણ યોગ્ય રીતે થતો નથી. વાર્તાઓ
દ્વારા...
-
વાર્તા દ્વારા સમસ્યાઓનું નિરાકરણ શીખવી
શકાય.જેમકે, તેનાલી રામન, અકબર-બીરબલ, વિક્રમ વેતાળ વિગેરે વાર્તા સંગ્રહો.
-
વાર્તા દ્વારા સામાજિક ન્યાય અને સમરસતા શીખવી
શકાય. જેમકે, ગીજુભાઈ બધેકા, પંચતંત્ર, હિતોપદેશ, ઈશાપની બોધ કથાઓ વિગેરે વાર્તા
સંગ્રહો.
-
મુલ્યોની જાળવણી માટે વાર્તાઓ ખુબ મહત્વની છે.
જેમકે, રામાયણ, મહાભારત, ચાણક્ય તેમજ મહાપુરુષોના જીવન પ્રસંગો, સૌરાષ્ટ્રની રસધાર
વિગેરે વાર્તા સંગ્રહો.
-
બાળકોને રમુજ સાથે જ્ઞાન વાર્તાઓ દ્વારા સરળતાથી
આપી શકાય છે. જેમકે, છકો મકો, તેનાલી રામન,જ્યોતીન્દ્ર દવેની વાર્તાઓ, મીયા
ફૂસકીની વાર્તાઓ.
-
બાળકોને ગમતી વાર્તાઓ કહેવાથી તેમની શ્રવણ
શક્તિનો વિકાસ કરી શકાય છે. બાળકોને વાંચન શીખાવાવમાં મદદરૂપ બંને તેમજ વાંચનના
શોખ માટે પ્રેરણા મળી રહે તે માટે બાળકોને ગમતાં વાર્તાના પુસ્તકો વાંચવા આપવા
તેમજ વાર્તાઓ કહેવી.
આવાં
અનેક પુસ્તકો આપણી પ્રાથમિક શાળાઓના પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. આ પુસ્તકોને શિક્ષકો
તેમજ ગામના વડીલો દ્વારા ઉપયોગમાં લઇ વિદ્યાર્થીઓ રસાળ, સરળ અને શુદ્ધ ભાષામાં કહેવાથી મૂલ્ય વર્ધન-મૂલ્ય જતન સાથે સાથે
વિદ્યાર્થીઓનું કથન કૌશલ્ય વીકસાવી શકાય છે.
આવા
ઉદ્દેશ્યને સાથે રાખીને અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવી દવેના સીધા
માર્ગદર્શન મુજબ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી દ્વારા Story café પ્રોજેક્ટ
અમલી કરવામાં આવ્યો છે.
Story
café પ્રોજેક્ટનું અમલીકરણ:
-
અમદાવાદ જીલ્લાના તમામ ક્લસ્ટરની મુખ્ય શાળાઓમાં
દર શનિવારે ૩૦ થી ૪૫ મિનીટ સુંધી ચોક્કસ હેતુ સાથે વિદ્યાર્થીઓને વાર્તા કહેવામાં
આવશે. જેમકે, સી.આર.સી નદીશાળાની મુખ્ય શાળા નદીશાળા હોઈ આ શાળામાં આ કાર્યક્રમ
પ્રારંભિક તબક્કે યોજાશે. આ પ્રકારે દરેક સી.આર.સી.ની કચેરી શાળામાં આ કાર્યક્રમ
યોજવામાં આવશે. આમ જીલ્લાની કુલ ૧૪૨ શાળાઓમાં Story café પ્રોજેક્ટઅમલી
કરવાનો થાય છે.
-
દર શનિવારે પ્રાર્થના સભામાં Story
café પ્રોજેક્ટ અંતર્ગત વાર્તા કથન નું આયોજન હાથ ધરવું.
-
વાર્તા શાળાના કોઈ શિક્ષક, વિદ્યાર્થી કે ગામના
વડીલ દ્વારા કહેરાવવી.
-
આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા વાર્તાઓની પસંદગી
અગાઉથી કરવી તેમજ વાર્તા કોના દ્વારા કહેવામાં આવશે તે નક્કી કરવું. ચોક્કસ હેતુ
સાથેના મૂલ્ય વળી વાર્તા કહેવી. વાર્તા કહ્યા પહેલાં શાળામાં વિદ્યાર્થીઓ, વાલીઓ
કે ગ્રામજનોની સમસ્યાઓની ધ્યાને લઇ ને વાર્તા કહી શકાય જેથી એ અંગે મૂલ્યો
વિદ્યાર્થીઓમાં વિકસાવી શકાય. જેમકે, ચોરી ન કરવી, જુઠ્ઠું ન બોલવું, પ્રાણી-પશુ
પક્ષીઓને હાની ન પહોંચાડવી વિગેરે....વિગેરે....
-
કયા દિવસે કઈ વાર્તા કહી તે અંગે ની સંપૂર્ણ વિગત
માટેની નોંધણી રાખવી. જેમકે, ‘ક્રમ, વાર્તા નું નામ, પુસ્તકનું નામ, કયા મૂલ્યો
શીખવી શકાય, વાર્તા કોના દ્વારા કહેવામાં આવી, સમય...
આશા રાખીએ કે Story café પ્રોજેક્ટ
દ્વારા સમાજમાં સામજિક મૂલ્યોનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓમાં કથન સાથે-સર્જન શક્તિ ખીલી ઉઠે.
માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને માન. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીની ઉપસ્થિતિમાં ટાગોર હોલ ખાતે આ બંને પ્રોગ્રામ વીશે મારા દ્વારા રજુ કરવામાં આવેલ. તે સમયની કેટલીક તસવીરો.
![]() |
| માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાર્ગવીબેન દવે દ્વારા સમિક્ષા બેઠકમા D-PRARUP અને Story Cafe...ની સમજણ આપવામાં આવી... |







No comments:
Post a Comment