हाथ क्या मिलाया कुछ
दोस्तों और बुजुर्गों से,
कमबख्त,
दुःख की सारी लकीरें मिटा गए.....!!!
દરેક નિર્જીવ વસ્તુની જેમ જ સજીવોના સ્ટારડમ, હોદ્દો, વ્યક્તિત્વની પણ ચોક્કસ 'એક્ષ્પાયરી ડેટ' હોય છે. ઘણાં લોકો ઉચ્ચ સ્થાનને પચાવીને 'લો પ્રોફાઈલ' રહીને 'ડાઉન ટુ અર્થ' બનીને જીવન જીવે છે જ્યારે કેટલાક લોકો થોડું મળતાં જ છકી જાય છે અને સ્ટેટસને મેઇન્ટેઇનના બહાને ખુબ ઉછલકૂદ કરે છે.
આપણે યાદ રાખીએ,
સોમ પછી મંગળ અને મંગળ લાવે બુધ બુધ થી ગુરુ મળે
ગુરુપદ ને સમજેતો શુક્ર સુખ આપે નહિતર શનિ મહારાજનો આક્રોશ અને રવિવારની રજા....'
બહુ સમજવાનું છે આ સાતવારમાંથી શિખવા જેવું...
સોમ- ચંદ્ર શિતળતા અર્પે જેનાથી મનને શાંતિ મળે અને શાંત મન સારા વિચારો આપે...
મંગળ - મંગલ પ્રસંગો લાવે
બુધ- બુધ ધનનું પ્રતિક છે
ગુરુ- ઉચ્ચ પદ
શુક્ર - લસ્ટર, સ્ટારડમ કે આડાઅવળા વિચારો આપે
શનિ- જો મળેલ સત્તા, હોદ્દાને સાચવે નહિ તો...?? સજા અને રવિવારે રજા...
કહેવાય છે પૈસો વધવાથી માણસ નફ્ફટ, છિછરો બની જાય છે અથવા લુખ્ખાપણું આવી જાય અને તેને મનફાવે એમ કરે અને લોકોને નચાવે. યાદ રાખીએ કે 'ધન વધવાથી કોઇ બગડતું જ નથી, હા ધન વધવાથી માણસનો અસલી ચહેરો સામે આવે છે અથવા પોતાની અસલિયત ધન વધવાથી એ છિછરો વ્યક્તિ સમાજ સામે લાવે છે. ધન અર્થાત લક્ષ્મી એતો પવિત્રતાનું પ્રતિક છે એનાથી કદાપી છિછરાપણું ના જ આવે. કેટલાંક ધન, સત્તા કે હોદ્દા લાલચુઓ એનો દુરુપયોગ કરી પોતાની જાતને એક દિવસ વિનાશ તરફ લઈ જાય છે અને સાચા અર્થમાં ધનનો ઉપયોગ કરનાર અમર બની પોતાની યાદો મૃત્યુ પછી પણ આદર્શ બનાવી રાખે છે.
મને સદકિસ્મત સાંપડ્યુ છે કે આવા અનેક નેક લોકો ના આશિર્વાદ મારી સાથે છે.
જેમને નેક માણસો નો ટેકો હોય તેમના રસ્તામાં આવતાં રોડાંઓ ફૂલ બનતાં મે જોયા છે.
વર્ષના આ પ્રથમ રવિવારે હું મારા એ સૌ આદર્શ મહાનુભાવોનો અંત:કરણ પૂર્વક આભાર માની મારા સંબંધોનું આવતા વર્ષ માટે લાયસન્સ રિન્યુ કરાવું છું. મારા માટે આ સૌ મિત્રો અને વડીલો 108 જેવું કામ કરનાર છે. મારી નાનામાં નાની તકલીફો, જરુરત તેઓને કહેવાથી મને એનો સરળ, સાચો રસ્તો મળે છે....મારું કામ સરળતાથી પુરુ થાય છે. આઆપનો સ્નેહ અને હૂંફ મારી હિમ્મત છે. આ તમામ મદદગાર સ્નેહીઓનો ફરીથી આ 2016 ના વર્ષે પણ અગાઉની જેમ જ મદદ મેળવવાની અપેક્ષા સાથે આભાર....આપણાં વચ્ચે સ્નેહ સદૈવ વરસતો રહે અને આપનાં સસદકાર્યોમાં હું પણ સહભાગી રહું એ અપેક્ષા....
बस यही सोच कर हर मुश्किलो से लड़ता आया हु...
धुप कितनी भी तेज हो समन्दर सूखा नही करते..! ! !
મારા મિત્રો, વડીલો અને શુભેચ્છકોનો દિલથી આભાર....
2016 ના વર્ષે પણ આપનો અવિરત સહકાર અને સ્નેહ મળતાં રહેશે એ અપેક્ષા સહ,
(દર વર્ષની જેમ ઇસુના નવા વર્ષનો પ્રથમ રવિવાર એટલે સ્નેહીઓના આભારનો મહિનો....Time to renewal or remembering relationship....
“अगर आपके पास ज़रुरत से ज्यादा है तो उसे उनसे शेयर करिये जिन्हे इसकी सबसे ज्यादा ज़रुरत है । यह अपने मनको खुशी देगा ।"
No comments:
Post a Comment