Tuesday, September 20, 2016

Drama about Swatchha Bharat

વરઘોડો
પ્રથમ દૃશ્ય
(એક વરઘોડો જઈ રહ્યો છે. જેમાં વરરાજા ઘોડા પર સવાર છે. જાનૈયા નાચી ગાઈ રહ્યા છે. વરઘોડામાં થોડે દુર દશ-બાર વર્ષની સોના ઉભી છે. નાચાનાર જાનૈયામાંથી મોના નામની છોકરી  સોના પાસે આવીને તેને પણ નાચવા ગાવા માં જોડાવવા આગ્રહ કરે છે.)

મોના : અરે સોના , તું અહી એકલી એકલી કેમ ઉભી છે ? ચાલ, અમારી સાથે જોડાઈ જા.
સોના : ના, યાર, મારે નથી આવવું...તું જા
મોના : પરંતુ કેમ ? તેતો ચણીયા ચોળી પહેરી છે અને તૂ તો ગઈ કાલે ગાવા નું ઓઅન કહેતી હતી તો આજે કેમ અચાનક આમ....
સોના : અરે યાર, પ્લીઝ સમજ ને . મને મજા નથી. જા, મારે ગાવા નથી આવવું.
મોના: બકા ચલ ને, બે આંટા મારી ને આવી જજે...બે જ આંટા બસ...
સોના : બકા, મને શૌચાલય જવાની ઈચ્છા છે. બહુ આવી  છે અને....
મોના: શું અને....તો જઈ આવ, હજુ આપણો વરઘોડો વરરાજા ના ઘર પાસે જ છે. ખબર છે ને આપણા સાહેબ કહેતાં હતાં કે કુદરતી હાજતે જવાની ઈચ્છા થાય તો તરત જતાં રહેવું. દબાવીને બેસી રહીએ તો શરીરને નુકસાન થાય. ચાલ હું તારી સાથે આવું. તું જતી આવ,
સોના : અરે બકા, મેં ક્યારનીય તપાસ કરી પરંતુ વરરાજા ના ઘરે શૌચાલય જ નથી...
મોના: હે ??? જ્યાં સૌચાલય નથી એમના ઘરે લગનમાં શું જાય...ચાલ આપણે આપણા ઘરે જઈએ...મારેય ગરબા ગાવા જવાનું નથી....(આ સંવાદ ગોર મહારાજ સાંભળી જાય છે...સોનાની નજર ગોર મહારાજ પર જાય છે)
દૃશ્ય બીજું
(લગ્ન મંડપમાં લગ્ન ચાલી રહ્યા છે. પંડિતજી મંત્રો બોલી રહ્યા છે.સોના, મોના અને બીજા મહેમાનો ત્યાં બેઠેલા છે.)
ગોર મહારાજ: હવે સપ્તપદી ની શરૂઆત કરીએ....વરરાજા કન્યા ને વચન આપશે...
સોના : ગોર બાપા, ઘરમાં શૌચાલય બને એ માટે વચન અપાવો....લગ્ન કરવા નીકળ્યા છે અને ઘરમાં સંડાશતો બનાવ્યું નથી....(બધાં આશ્ચર્ય સાથે સોના સામે જુવે છે...સોના ના મમ્મી સોના પાસે આવીને...)
સોનાના મમ્મી: બંધ થા...આવું બોલાય...?
ગોર મહારાજ : બહેન, આ દીકરી સાચું કહે છે. જ્યાં સુંધી સ્વચ્છતા આપણે નહિ જાળવીએ ત્યાં સુંધી....ખેર જવા દો...અત્યારે તો વરરાજા ને તાત્કાલિક શૌચાલય બનાવવા નું વચન લેવારાવીએ જેથી કન્યા ને જાહેરમાં શૌચક્રિયા માટે  જઈ શરમ માં ણ મુકાવવું પડે...
સોના: બિલકુલ સાચી વાત પંડિતજી....થેંક યુ....
વરરાજા: ગોરભા, સોના ની વાત સાચી છે. હું આજે વચન આપું છું કે તાત્કાલિક શૌચાલય બનાવારાવીશ.
દૃશ્ય ત્રીજું
ટ્રેક્ટર માં જાન જઈ રહી છે. વરરાજા કન્યા ને કહે છે.
વરરાજા: જો, આપણા ઘરે બધું જ છે...ટીવી,ફ્રીઝ, આ ટ્રેક્ટર....
કન્યા: શૌચાલય છે ???
વરરાજા: અ...અ...અ
કન્યા: નથી એમ કહો ને !!!
વરરાજા : બકા, હું કાલ થી જ બનાવવાનું શરુ કરી દઈશ બસ, પ્રોમીશ. ચલ હવે તો સ્માઈલ આપ...
બધાં જાનૈયા મોટે થી હસી પડે છે...
દૃશ્ય ચોથું

બીજા દિવસે સવારે....
કડિયા શૌચાલય બનાવતા હોય છે...વરરાજા ઉભા હોય છે.
સોના : આમના ઘરે તો શૌચાલય બની ગયું તમે બનાવ્યું ???



વણનોતર્યા મહેમાન
પ્રથમ દૃશ્ય
(એક મકાનમાં ઉપરના માળે થી કાકી કચરો ફેંકી રહ્યા છે. સોના રસ્તામાંથી પસાર થાય છે. કાકીને કચરો ફેંકતા જોઈ સોના મોટે થી કાકી સંભાળે એ મુજબ બોલે છે....)
સોના : કાકી ! આમ ખુલ્લામાં કચરો ના ફેંકો.
કાકી: એમાં શું થાય ? કચરો હું ઘરમાં રાખું ?
સોના : કાકી તમે જ આમ કરશો તો ??? બીજા પર શું અસર થાય ?
કાકી : કાઈ ફર્ક નથી પડતો...
સોના : કાઈ ફરક નથી પડતો ?
કાકી : બધાં આમ જ ખુલ્લામાં કચરો ફેંકે છે. હું એકલી શું કરું ? જાને, બધાં ને કહે અને પછી મને કહેજે હો...
સોના : પરંતુ કાકી, પશાકાકા તો રોજ અમને કચરો જાહેરમાં ન ફેંકવા અને સ્વચ્છતા રાખવા શિખામણ આપે છે અને તમે ? ઘરમાં જ આવું ?
કાકી : ઘરમાંજ આવું એટલે ???
સોના : કેમ કાકી, પશાકાકા તમને કાઈ કહેતાં નથી ?
કાકી: તારા કાકા એમ કાઈ મને કહી શકે ?? શિખામણ તો હું એમને આપું...જા હવે તું અને મને મારું કામ કરવા દે...મારા ઘરે આજે મહેમાન આવવાના છે.
સોના : એમ ને કાકી એતો તમે નોતરેલા મહેમાન હશે અને હા આમ જ કચરો ફેંકે રાખશો તો વણનોતર્યા મહેમાન પણ આવશે...
કાકી : વણનોતર્યા મહેમાન ??
સોના : હા, વણનોતર્યા એટલેકે, નોતર્યા વિનાના મહેમાન...
કાકી: ગામનું કુતરુંય મને પૂછ્યા વિના ઘરમાં આવી શકે ?
સોના : હા, આ તો કોઈની શરમ ના રાખે. આમ ગંદકી કરે રાખશો તો એ મહેમાન આવશે જ હો...
કાકી : એવા પાણીદાર મહેમાન કોણ છે છોરી કે તો ખરી ?
ઝાડા થવા, ઉલટી થવી,ટાઈફોઈડ, મલેરિયા, કોલેરા જેવા રોગો આવીને જમાવટ કરેશે કાકી હો...
કાકી: હે...સાચે જ ? એતો કોઈને ના જ પૂછે હો....
સોના : હા, કાકી એતો કોઈની ના ધરાવે...
કાકી: પણ એ કેવી રીતે આવે ?
સોના : બહાર કચરો ફેલાવો એટલે એ જગ્યા એ માખી, મચ્છર અને રોગના જીવાણું જન્મે અને મોજ થી વધારો કરી આપણા શરીર પર રાજ કરે અને આપને બીમાર...
કાકી: મુઈ સોના, અલી તું તપ સાચી હો...મેં તો વિચાર્યું જ નહિ....
સોના: તો હવે વિચારજો કાકી...ચાલો હું જાઉં...
દૃશ્ય બીજું
(બીજા દિવસે કાકી કચરા પેટીમાં કચરો નાખતા દેખાય છે. સોના તેની મિત્ર મોના સાથે પસાર થતાં આ જુવે છે.)
સોના : વાહ કાકી...વાહ...તમે તો આજે કઈક કચરો કચરા પેટીમાં નાખ્યોને...!!!
સોના: સાચું તો સૌનું મને આ કાકી. કાલે તે કહેલું એ મેં શાંતિથી વિચાર્યું. બરયું દવામાં રૂપિયા નાખવા એના કરતાં....હવે તો જોઉં છું કોણ જાહેરમાં કચરો કરે છે. આજે જ મહોલ્લાવાળાની મીટીંગ બોલવું છું...અમારા મહોલ્લામાં સ્વચ્છતા જલીવીશું અને મજાલ છે કે વણનોતર્યા મહેમાન અમારા મહોલ્લામાં ફરકે પણ ખરા...?
સોના અને મોના: વાહ કાકી વાહ....આમને તો સ્વચ્છતા જાળવવાનો નિર્ણય કર્યો...તમે ???
  

મામાના ઘરે
દૃશ્ય પહેલું
(સોનાના મમ્મી તેમના ભાઈ સંપત સાથે ફોન પર વાત કરી રહ્યા છે.)
સોનાના મમ્મી: સંપત કેમ છે ? મજામાં ને ?
સંપત : હા બહેન...તમે બધાં કેમ છો ? શું કરે છે અમારા ભાણીબા સોના...
સોનાના મમ્મી: બસ, બધાય મજામાં...શું ચાલે નવીન માં ??? કેમ હમણાથી ફોન નથી...?
સંપત: કાઈ નહિ બહેન...પણ સોના છેલ્લાં એકાદ વર્ષ થી કેમ અમારા ઘરે આવતી નથી ??? દિવાળી ની રજાઓ ગઈ, ઉનાળુ વેકેશન ગયું ???
સોનાના મમ્મી: કાઈ નહિ...જો ને કોઈને હવે સમય જ ક્યાં રહ્યો છે ? બધાં બીઝી...
સંપત્ત: ના બહેન એવું નથી...કોઈને કાઈ ખોટું તો લાગ્યું નથી ને???
સોનાના મમ્મી: કાઈ નહિ...અને આ અંગે તું સોના સાથે જ વાત કરને ? (સોનાને ફોન આપે છે)
સોના: મામા જય શ્રી કૃષ્ણ
સંપત: જય શ્રી કૃષ્ણ ભાણીબા...મજામાં ને...
સોના: હા મામા તમે બધાં ? મામી શું કરે છે ?
સંપત : મામી પુછાવે છે કે સોના હવે કેમ આવતી નથી...?
સોના : મામા, સાચું કહું....મને ત્યાં એક કારણ ના લીધે ફાવતું નથી ?
સંપત : ફાવતું નથી ? અહી તો બધું ય છે. ગાય,ભેંસ, ખેતર, ટ્રેક્ટર, ટી.વિ. ખેતર અને ફાવતું નથી ? શું જોઈએ બોલો ? બોલો શું કરું ?
સોના: મામા બધું બરાબર....પણ....
સંપત: પણ....
સોના : મામા, મને ખુલ્લામાં શૌચક્રિયા કરવી નથી ગમતી...તમે શૌચાલયબંધાવો તરત આવી જઈશ....
સંપત: ઈ ખરું હો...સાલું આ તો મેં વિચાર્યું જ નહિ....ચાલો આજે જ કડિયાને બોલાવીને શૌચાલય બનાવવાનું શરુ કરાવું તો ?
સોના : તો મામા હું વેકેશન ની રાહ નહિ જોઉં...શાની-રવી ની રજાઓમાં તમારા ઘરે...મામાનું ઘર કેટલે...દીવો બળે એટલે...
મારા મામાએ તો શૌચાલય બનાવવાનો નિર્ણય લીધો...તમે ???
દૃશ્ય બીજું
(સોના બસ સ્ટેન્ડ ઉભી છે...)
પશાકાકા: સોના બેટા ક્યાં જાય છે ?
સોના: મામા ને ઘેર પશાકાકા....
પશાકાકા: અરે વાહ...પરંતુ તું તો કહેતી હતી કે...
સોના: પશાકાકા, હવે તો મારા મામા એ તેમના ઘરે શૌચાલય બનાવી દીધા....

દૃશ્ય ત્રીજું
મામાનું ઘર...દરવાજે સોના પહંચી...
મામા-મામી : અરે સોના...આવ....
સોના: મામા જય શ્રી કૃષ્ણ
સંપત: બેટા મજામાં...?
સોના : હા મામા...અને શૌચાલય ક્યાં??
મામી: જો બહાર ફળીયામાં...આજે હમણાં જ બની રહ્યું...તમે જ ઉદઘાટન કરો ભાણીબેન...બધાં હશે છે...
સોના: મામા-મામીના ઘરે શૌચાલય બની ગયું...તમારા ઘરે ??

જવાબદાર કોણ ?
પ્રથમ દૃશ્ય
(એક મહોલ્લો જેના એક રસ્તા પર થી લોકો અવાર જવર કરતાં નજરે પડે છે...)
પ્રથમ કાકા : (કેળું ખાતાં ખાતાં આવતાં હોય છે...) મનમાં જ બોલે છે...એક કેળાની છાલ આ રસ્તા પર પાડે એમાં શું ફર્ક પડવાનો...? (અને કેળાની છાલ રસ્તા પર ફેંકે છે. થોડી વાર પછી એ રસ્તે થી બીજા એક કાકા પસાર થતાં હોય છે.)
બીજા કાકા : આ જ ગંદકીનું સ્થળ લાગી રહ્યું છે...? અહિયાં જ કચરાની કોથળી નાંખી દઉં...આમ પણ કચરામાં મારી આ કોથળી બિચ્ચારી ક્યાં દેખાવાની ? (કચરામાં કોથળી નાંખી ચાલ્યા જાય છે.)
એક બહેન ત્યાંથી રસોઈ નો કચરો ફેંકવા જગ્યા ની શોધમાં પસાર થતાં હોય છે...
બહેન : અરે અહી કેટલો ગંદવાડ છે ? લોકોનેય શું કહેવું ? ટીવી રેડિયો આખ્ખો દહાડો બુમો પાડે, 'ગંદવાડ ત્યાં મંદવાડ' પરંતુ લોકો ક્યાં સમજે ??? ખેર હું તો કચરા ટોપલી શોધતી હતી પણ હવે એ ક્યાં શોધવા જાઉં ? આ જગ્યા જ ટોપલી જેવી છે...(અને એંઠવાડ નો કચરો ફેંકી પાછા જાય છે.)
એક યુવાન ઘર ના ધાબા પર પતંગ ચઢાવતો હોય છે....
યુવાન: (ફાટેલો પતંગ અને દોરીનું ગૂંચળું સીધું નીચે ફેંકે છે...પછી નીચે જોઇને બોલે છે....) શું કહેવું આ લોકોને ? સાલું, અમારા ઘરની નીચે જાણે ઉકરડો ણ હોય ?? કોને કહેવું કે અમારે રહેવું કેવી રીતે ? મારે જ બધાં ને ભેગા કરવા પડશે...

દૃશ્ય બીજું
બધાં નીચે મળે છે...
યુવાન: ભાઈ અને બહેનો...આજે પતંગ ચગાવતાં ચગાવતાં મેં ધાબા પરથી નીચે જોયું તો મારા ઘર આજુબાજુ તો ઉકરડો બનાવી દીધો છે. અહી અમે રહીએ છીએ અને તમે અમારા ઘર આજુ બાજુ કચરો નાંખો એ કેટલું વ્યાજબી ? માખી, મચ્છરના કારણે અમે બીમાર ના પડીએ ?
બહેન : સાચી વાત છે અહી તો દુર્ગંધથી રહેવાતું નથી...
સોના ત્યાંથી આવતી હોય છે...
સોના : માસી કેમ બધાં ભેગા થયા છે ?
બહેન : કાઈ નહિ સોના, જો ને આ ગંદકી....
સોના : હમમમમ છે જ ને... તમે જ ગંદકી કરો અને તમે જ....અહી કચરો નાંખવા કોણ આવે છે ? બાજુના મહોલ્લા વાળા કે અમારા મહોલ્લા વાળા આવે છે ? ના, તો પછી ? જરા વિચારો !!
યુવાન : પણ સોના તું જ કહે કે આ કચરો કેવી રીતે સાફ કરવો ?
સોના : ઇટ્સ ઇઝી...જુવો જેને જે કચરો નાખ્યો એ સાફ કરો....આઈ મીન, તમે જ આ સાફ કરો અને પછી કચરો ન કરવા નિર્ણય કરો...
કાકા : તો પછી કચરો નાંખવો ક્યાં ?
સોના : સો સિમ્પલ...જુવો તમારા ઘરમાં જુના મોટા બોક્ષ કે તેલના ખાલી ડબ્બા જે તમે ભંગારમાં આપો તે ને કલર કરીને કે એમ જ કચરો નાંખવામાં ઉપયોગ કરો...અને આપણા સરપંચ પશાકાકાને કહો તો એ પણ મદદ કરશે...બોલો શક્ય છે ને...? અને ભાઈ, તમે અહી થોડા ઝાડ કે છોડ વાવો...સૌ સાથ આપો, સ્વચ્છતા રાખો....
કાકા : હા હો...સોનાની વાત સાચી...આપણે જ સુધારવું રહ્યું...લ્યો સફાઈનું કામ શરુ કરીએ....

સોના : આ મહોલ્લો ચોખ્ખો થઇ ગયો, તમારો મહોલ્લો થયો ??

No comments: