લગભગ સત્તર વર્ષ જેટલો
સમય રામપુરા અને નદીશાળા ના ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં કૉ ઓર્ડીનેટર તરીકે કામ કરતા સમયે વર્ગખંડ
શિક્ષણ અંગે ઘણા અનુભવો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થયેલાં. અનુભવોએ ઘણું શીખવ્યું.
કાંત્રોડી શાળામાં છેલ્લાં એક વર્ષ થી ધોરણ ૫ થી ૭ ના વર્ગ શિક્ષક તરીકે કામ
કરવાનું સદભાગ્ય સાંપડ્યું.
વિદ્યાર્થીઓને માત્ર
લેકચર મેથડ થી કાઈ પણ ભણાવવું અશક્ય છે. આથી જ મેં વધારે સમય પ્રોજેક્ટ અને
પ્રવૃત્તિઓને આપ્યો. આમ પણ સીધા વર્ગખંડ ના અનુભવ ને લગભગ ૧૭ વર્ષ થયેલ અને ધોરણ ૫
થી ૭ ના વિદ્યાર્થીઓ સમજી શકે એ ભાષામાં વાત કરવી શરૂઆત માં અઘરું લાગેલ. આ સમયે
ગીતો, વાર્તાઓ, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ મારા માટે ઉપયોગી નીવડેલ. આમ પણ
વિદ્યાર્થીઓને બેંચ પર બેસીને ભણવા કરતાં મસ્ત બની ગણવું વધારે વ્હાલું હોય છે.
વિદ્યાર્થીઓને રેતી, માટી ખુન્દવામાં અનેરી મજા આવે. અમારા નાનકડા મેદાનમાં પાણી
ભરાઈ જતું હોવાથી ગ્રામજનોના સહકાર થી રેતી-માટીનું તાજું પુરાણ કરાવેલ. અમે
વિદ્યાર્થીઓને જુદા જુદા વિભાગ આપી એમને ગમતું ગામ બાંધવા કામ આપ્યું. આ માટે
શાળાના તમામ વિદ્યાર્થીઓ એકઠા થયા, ગામની જરૂરિયાતો નક્કી થઇ અને મહોલ્લા, ઘર,
મંદિર, ગ્રામ પંચાયત, શાળા વિગેરે કયા સ્થળે, કેવી રીતે અને શું-શું રાખવું એ કાગળ
પર નક્કી થયું. બીજા દિવસે સીધું પ્રાયોગિક કામ શરુ કરવામાં આવ્યું. પ્રવૃત્તિ
માટે ફાળવેલ સમયે વિદ્યાર્થીઓના સપનાનું ગામ નિર્માણ કરવાનું શરુ કર્યુ. રીશેસના
સમયનો પણ વિદ્યાર્થીઓ આ કાર્ય માટે જ ઉપયોગ કરતાં. સરળ લાગતી આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓમાં
ઘણા ગુણ કેળવે છે...જે એક શિક્ષક અથવા શિક્ષણ પ્રક્રિયા સાથે સંકળાયેલ વધારે સારી
રીતે સમજી શકે છે. ક્યારેક આવી પ્રવૃત્તિઓ દ્વારા થતાં ફાયદા અંગે ચર્ચા કરીશું. અહી
કેટલીક વિડીયો અને ફોટોગ્રાફ્સ અમારી શાળાના વિવિધ પ્રયોગોની જાણકારી અંગે....
આપનો અભિપ્રાય અમને
વધારે પ્રોત્સાહન અને પ્રેરણા આપશે....



No comments:
Post a Comment