Castaway
લગભગ 2013-14માં જોયેલ. આ ફિલ્મ ઘણા વર્ષો પછી સમજમાં આવી.
આ ફિલ્મનો મુખ્ય નાયક ચક એના મિત્ર સાથે એક કુરિયર કંપની શરૂ કરે છે. ધંધા પ્રત્યે પોતાના લગાવ અને ધગશથી રાત દિવસ મહેનત ના કારણે બહુ ઝડપી આ કંપની પુરા અમેરિકામાં ઝડપી કુરિયર સર્વિસ આપવા માટે પ્રસિદ્ધ થાય છે. ચક એની પત્ની અને દીકરીને ખૂબ પ્રેમ કરતો હોય છે. chuck ને એક ખુબ મોટું કન્સાઈન્મેન્ટ મલેશિયા પહોંચાડવાનો ઓર્ડર મળે છે. ચકની પોતાની જવાની ઇચ્છા નથી હોતી પરંતુ કન્સાઈન્મેન્ટ નું મહત્વ ખૂબ હોઇ પત્ની સાથે ચર્ચા કરી એ પોતે વિદેશ જવાનું નક્કી કરે છે. વિદેશમાં પહેલી વખત કામ કરવાનું હોવાથી અને સમયસર ડીલેવરી આપવાથી એને પોતાનું કંપની નું આને પરીવાર નું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થશે એવું પત્ની સમજાવતા ચક વિદેશ જવા તૈયાર થાય છે. વિમાન પોતાની ઉડાન ભરી મલેશિયા તરફ જતું હોય છે ત્યાં રસ્તામાં જ મોટો અકસ્માત થાય છે અને વિમાન ક્રેશ થાય છે. વિમાન માં રહેલા સાથી કર્મચારીઓ મૃત્યુ થાય છે પરંતુ ચક ગંભીર રીતે ઘવાયા પછી બચી જાય છે. ચક કોઈક નિર્જન ટાપુ પર પહોંચે છે. વૃક્ષો સિવાય બીજું કંઈ જ હોતું નથી. થોડા દિવસો કોઈક વિમાન આવશે અથવા તો કોઈ જહાજ નીકળશે અને બચાવશે એવી રાહ જોતા ચક સમય પસાર કરે છે. પોતાની વહાલી દીકરી અને પત્નીથી દૂર રહેતા એ ખૂબ એકાંત અનુભવે છે. ક્રેશ થયેલ વિમાનમાં કેટલોક સામાન ટાપુ પર તણાઇને આવે છે એમાં એક વોલીબોલ પણ હોય છે. આ વોલીબોલમાં chuck પોતાની દીકરી નો ચહેરો બનાવી એની સાથે વાતો કરી સમય પસાર કરતો હોય છે. આ સમયે એને પગમાંથી પાક થાય છે. તબિયત એની ખૂબ બગડી જાય છે ખાવાનું કંઈ જ ન હોવાથી ખૂબ તકલીફ પડે છે, અને મહિનાઓ પસાર કરે છે. એક જુદાં જ પ્રદેશમાં જ્યાં કોઈ જ પોતાનું નથી ત્યાં એક એક પળ પસાર કરવી ચક માટે ખૂબ આકરી બનતી જાય છે. આમ છતાંય હિંમતથી ચક એક દિવસ જરૂર પોતાના પરિવાર સુધી પહોંચશે એ આત્મવિશ્વાસ સાથે દિવસો પસાર કરે છે. ફિલ્મમાં આ સમયગાળો ખૂબ રદય સ્પર્શી રીતે બતાવ્યો છે. ફિલ્મોમાં એવાં ખોવાઈ જવાય છે કે જાણે આપણે જ ચક હોઇએ. કેટલાક મહિનાઓ પછી એક જહાજ ચક ને જોઈ જતા એનું રેસ્ક્યુ કરી ચકને પોતાના દેશ અમેરિકા પહોંચાડે છે. માનસિક રીતે એ ખૂબ હતપ્રદ થઈ ગયો હોય છે. શું કરવું એ સમજાતું નથી થોડો સમય હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા પછી માનસિક રીતે સ્વસ્થ થયેલ chuck પોતાની પત્ની અને દીકરીને મળવા પોતાના ઘર તરફ જાય છે. એ મનમાં ખૂબ ખુશ હોય છે. પોતાની પત્નીને મળી એને પોતાના એક એક ક્ષણના અનુભવો કહેવા, પોતાની દીકરીને હેતથી રમાડવા ચક ખૂબ આતુર હોય છે. ચક પોતાના ઘરે પહોંચે ત્યારે જુએ છે તો એની પત્નીને એની ઓફિસના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હોય છે. આ દૃશ્ય ખુબ સાહજિક અને હૃદય સ્પર્શી બતાવ્યું છે. કેટલો શ્રેષ્ઠ અભિનય. પોતાની પત્નીને પરણેલી જોવી...દોઢ ફૂટ દૂર ઉભા રહી મળવું અને મૌન બની શુભેચ્છાઓ આપી છૂટાં પડવું.. પતિ-પત્ની બંનેના હૃદયની વેદના અનુભવે એની આંખમાં આંસું લાવી દે... હવે એની પત્ની એની રહી નથી. પત્ની અને દીકરીને થોડી ક્ષણો મળી ભાંગેલા હદય સાથે ચક એની ઓફિસ જાય છે. પરંતુ તેના મિત્રએ ચક મરી ગયો હશે એમ માની ધંધો પોતાના નામે કરી લીધો હોય છે અને હવે ફરી એ ધંધો આપવા માટે તૈયાર થતો નથી. આ સમયે ચક ને મનોમન લાગે છે કે જેમને હું મારું સર્વસ્વ માનતો હતો, જેમના કારણે મારા જીવનમાં આટલું બધું દુઃખ સહન કર્યું એ પત્ની અને મિત્રએ ખૂબ મોટો દગો દીધો અને એને મરવા માટે એકલો છોડી દીધો. એના સંતાન પણ નાની ઉંમરના કારણે એની માતા પાસે જ રહી શકે. કદાચ, હવે ચક પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો જ રહેતો નથી. ચક ને એમ થાય છે કે જેમને પોતાના સમજી પરત જવા પ્રયત્નો કર્યા એમણે આવો દગો દિધો ? હું પાછો આ બધું જોવા પાછો આવ્યો? એના બદલે મારી નવી દુનિયામાં જ રહ્યો હોત તો કેટલું સારું હોત...??!!! મારી દુનિયા માં બસ હું હોત અને મારી એકલતા...
એક જ થાળીમાં જમીને જીવનસાથી દ્વારા મુશ્કેલ સમયે કેવો દગો દેવામાં આવે છે એની હૃદયસ્પર્શી રજૂઆત રામાયણ ના કૈકેયી-દશરથના દામ્પત્ય જીવન જેવી જ આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
No comments:
Post a Comment