Monday, February 22, 2010

પિતૃત્વ : એક ઘટના ....આધ્યાત્મિક ઘટના....

મારા એક મિત્ર અને સ્ટેટ રિસોર્સ ગ્રુપના મેમ્બર્સ ના ત્યાં ગયા અઠવાડિયે પુત્ર નો જન્મ થયો. આનંદ અને આવેશમાં તેમણે અમને બધાં મિત્રોને મેસેજ કરી દીધો કે “Today I became father of a son. I am so happy.” મેં તુરંત તેમણે ફોન કર્યો તો તેઓ વાત કરતાં કરતાં પણ હાંફતા જણાયા. આપણે પણ પ્રથમ વાર પિતા બન્યા ત્યારે હાંફતા જ હતાં-હોવા જોઈએ...પિતા બનવાનો આનંદ - અનુભવ જ એવો છે. તેઓ પિતા બન્યા તેનો મને પણ આનંદ હતો.

પિતા બનવું એક ખુબ જ મોટી અને ઘણી મૂલ્યવાન ઘટના છે. પિતા બનવું એક આધ્યાત્મિક ઘટના છે. એક અલગજ બાબત છે.બાળકો તો ઘણા લોકો પેદા કરે છે, પણ પિતા તો કોઈક જ, મહામુશ્કેલીથી બની શકે છે. માખી મચ્છરની જેમ બાળકો પેદા કરવા એ કઈ ગુણ કહેવાય ? આવી ગુણવત્તા સમજાતી નથી કે આપણું કોઈ કાર્ય છે કે કેમ એ પણ નથી સમજાતું.

પરંતુ પિતા થવું એક મોટી બાબત છે.મારી દ્રષ્ટિ એ તો એ મા બનવા કરતાં પણ મોટી વાત છે.કારણ કે માં એક નૈસર્ગિક ઘટના છે. વાળી માતા જાણે જ છે કે આ સંતાન મારું છે. જયારે પિતૃત્વ એક ઉપલબ્ધિ છે. આમતો પિતા બનવું એ મુશ્કેલ બાબત છે, કારણ કે પિતા થવા માટે કોઈ પ્રાકૃતિક પ્રાવધાન નથી. પશુ પક્ષીઓંને તો પિતાની કોઈ ઓળખ જ નથી હોતી અને આપણે પણ પિતા હોવાની જાણકારી રાખવા કેટલો બંદોબસ્ત જાળવવો પડે છે ? લગ્ન કરો, ચોકી પહેરો મુકો, કાયદા બનાવો આ બધું જ કર્યા બાદ પણ તમે પાકા ભારોશાથી પિતા નથી બની શકતા કે મારા બાળકનો પિતા હું જ છું.આવો પાકો વિશ્વાસ થઇ જ ન શકે. મારા દીકરાનો પિતા હુજ છું એટલો ભરોશો પાકો કરવા સતી અને પતિવ્રતા જેવા કેટલાય સિદ્ધાંતોને શરણે જવું પડે? આટલો બંદોબસ્ત કર્યા બાદ પણ કેટલી ગરબડ અને કેટલો ભય ?

પછીતો જીવન એક સંસ્થા જેવું બની જાય છે. ફક્ત એટલી જ વ્યવસ્થા માટે કે વસિયત, મારી મિલકત કે પુન્જીનો જ હકદાર થાય એ પાક્કે પાયે મારો દીકરો જ હોય.બસ, આટલું કરવામાં કેટલી તકલીફ અને તકરાર કરાવી પડે છે.....પરંતુ પિતૃત્વ એ કોઈ નૈસર્ગિક ઘટના નથી. બાળકોને કાલ કાલ ઉઠીને સમાજ દ્વારા ઉછેરવાનો અને પાળવાનો પ્રબન્ધ કરાય તો પિતૃત્વ વાળી સંસ્થા જ બંધ થઇ જાય.કદાચ પિતૃત્વની સંસ્થા પ્રથમથી ન પણ હોય, એનો ઉદગમ પાછળથી થયો હોઈ શકે. પરંતુ માતૃત્વ એ કુદરતી ઘટના છે. પિતા થવું એ એક આધ્યાત્મિક બાબત છે માટે જ આપણે પરમાત્માને પરમ પિતા કહેવાનું પસંદ કર્યું છે, માતા નહિ.પિતા થવાનો અર્થ જ એ છે કે દીકરો એનું માને છે.જોકે આ માને છે એનવું મનાવવા માટેનો કોઈ આગ્રહ પણ થતો નથી. આ બાબત જ પિતૃત્વની ગરીમા છે. ચાલો એક સારા આધ્યાત્મિક પિતા થઈએ...આપણા બાળકના કે અન્ય કોઈ બાળકના...પ્રિય બાળકના ....

No comments: