Tuesday, March 2, 2010

Multi Grade Multi Level education system in Chhattisgadh....MGML Education


છેલ્લા કેટલાંક વર્ષોથી રાજ્યના કેટલાંક વિદ્યાર્થીઓમાં વાંચન-લેખન અને ગણન ની કચાસ માટે કોઈને કોઈ નામથી રેમેડિયલ વર્ગ ચલાવવામાં આવી રહ્યા છે. હવે આ માટે એક જ રસ્તો રહ્યો છે અને તે છે સિસ્ટમમા બદલાવ. પ્રત્યેક વિદ્યાર્થીને તેની જરૂરિયાત મુજબનું , પ્રવુત્તિ દ્વારા શિક્ષણ. વિદ્યાર્થી જ્યાં સુંધી ક્ષમતા હાંસલ ન કરે ત્યાં સુંધી આગળની ક્ષમતા હાંસલ કરવા પ્રયત્ન ન કરે અથવા શિક્ષક દ્વારા અભ્યાસક્રમ-પાઠ્યક્રમ પુરો કરવા પરાણે સમજાવવામાં ન આવે. ચેન્નાઈ ના કમિશ્નર શ્રી વિજયકુમાર દ્વારા શરુ કરવામાં આવેલ પ્રવુત્તિ દ્વારા શિક્ષણપ્રોજેક્ટ અમલી કરવામાં આવ્યો.આ પ્રોજેક્ટની સફળતા બાદ દેશના જુદા જુદા નવ જેટલા રાજ્યોએ આ પ્રોજેક્ટ અમલી કરી અપેક્ષિત્ પરિણામો હાંસલ કરતાં સર્વ શિક્ષ અભિયાન મિશન,ગુજરાત રાજ્યના સ્ટેટ

(બસ્તરની આગવી ઓળખ આપતો કાંકેર પર્વત...)

પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી આરતી કન્વર મેડમના માર્ગદર્શન મુજબ રાજ્યની સ્ટેટ કોર ગૃપ છત્તીસગઢમાં અમલી multi grade multi level શાળાઓની મુલાકાત અર્થે ગયા. આ મુલાકાત દરમિયાન પર્યાવરણ વિષય માટેના સ્ટેટ રિસોર્સ ગૃપ મેમ્બર્સ તરીકે મુલાકાત લેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. મારી આ મુલાકાત દરમિયાન થોડા વર્ષો અગાઉ મધ્યપ્રદેશમાંથી અલગ રાજ્ય તરીકે છુટું પડેલ છત્તીસગઢ રાજ્યના લોકો-શિક્ષકો અને અધિકારીઓની પોતાના રાજ્યની પ્રગતિ માટે પોતાની કર્તવ્ય નિષ્ઠા અને મમત્વ થી પ્રભાવિત અમે સૌ થયાં.છાત્તીસગઢમાં અમલી MGML કાર્યક્રમની સફળતા માટે સચિવ શ્રી નંદકુમાર, કાર્યક્રમ કન્વીનર શ્રી સુનીલ મિશ્રા, શિક્ષણ વિભાગના સૌ અધિકારી શ્રીઓ, રિસોર્સ ગૃપના સભ્યો,શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા અથાક પ્રયત્ન જ કહી શકાય. અમારી આ મુલાકાતનો અહેવાલ તેમજ કેટલીક તસ્વીરો આપને આ મુલાકાત અને MGML કાર્યક્રમની ઝાંખી કરાવશે.

Activity Based Learning કાર્યક્રમ અંતર્ગત રાજયના ૨૫ કોર ટીમ મેમ્બર્સ તારીખ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૦ ના રોજ સર્વ શિક્ષા અભિયાન મિશન, ગાંધીનગર ખાતેથી બસ દ્વારા ૧૫-૦૦ કલાકે કાંકેર, છત્તીસગઢ જવા નીકળ્યા. લગભગ ૧૫૦૦ કિલોમીટર બસની મુસાફરી નો અનુભવ કેવો રોમાંચક હશે તેની કલ્પના કરતાં કરતાં બધાજ મિત્રોએ મુસાફરી શરુ કરી. કાકાસાહેબ કાલેલકરના શબ્દોમાં તો મુશ્કેલીઓ સહન કરવાનો શાહી ઠાઠ એટલે પ્રવાસ”. જોકે, સમયાંતરે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર મેડમ શ્રી ટેલીફોન દ્વારા અમારા સૌના ખબર અંતર પૂછતા રહેતા અને અમારા જોશમાં વૃદ્ધિ થતી રહેતી. શ્રી વી.જે.વાણંદ સાહેબ અને શ્રી દિનેશભાઈ દેસાઈ ના માઈક્રોપ્લાનીંગથી રસ્તામાં કોઈ અગવડ ન પડી. માનનીય શ્રી દિનેશભાઈ દેસાઈ દ્વારા રસ્તામાં જ્યાં જ્યાં સમય મળતો રહે ત્યાં ત્યાં , ત્યારે ત્યારે અમારા જવાના હેતુઓં, ગુજરાતના શિક્ષણ અને અમારે કરવાના કામ વિશે અમને માર્ગદર્શન આપતા રહેતા. લગભગ ચાલીસ કલાકની મુસાફરી કરી તારીખ ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે અમે ૮.૩૦ કલાકે કાંકેર પહોંચ્યા ત્યારે અમારે અમારી મુલાકાત દરમિયાન કરવાના કામ,ગૃપ, ગૃપના પ્રત્યેક સભ્યોના કાર્યની વહેચણી તેમજ જરૂરી પ્રશ્નોત્તરીની યાદીથી અમને વાકેફ કરવામાં આવેલ. અમે અમારા કાર્યથી સંપૂર્ણ પણે વાકેફ હતાં. ૯.૩૦ કલાકે સવારનો નાસ્તો ફોલ્ડર,પેન અને પેડ ની કીટ મેળવી અમો અમારી પ્રથમ શાળાની મુલાકાતે જવા નીકળ્યા. કોર ગૃપના સભ્યોની ચર્ચા દ્વારા ટીમ કન્વીનરશ્રીના માર્ગદર્શન મુજબ મુલાકાત દરમિયાન જાણવા જરૂરી એવા ૨૦ કરતાં વધુ પ્રશ્નો આ મુજબ છે જેના ગૃપ સાથે મળી જવાબ શોધવા જરૂરી હતાં.

· Activity Based Learning કાર્યક્રમાં કયા કયા ધોરણ સાંકળવા? કેવી રીતે. ધોરણ ૧-૨,૩-૪, ૧ અને ૨.

· Activity Based Learning કાર્યક્રમ માટે ગુજરાત મોડલનું નામ.

· રેઇનબો એક્ટીવીટી કેવી રીતે સાંકળવી?

· અધ્યયન અધ્યાપન માટે કેટલાં ગૃપ કરવા તે માટે વિચારવું.

· લેડર કાર્ડને સીમ્બોલાઈઝ કેવી રીતે કરવા?

· વિદ્યાર્થીને કાર્ડની ઓળખ માટે શું કરવું?

· વર્કબુક કે વર્કશીટ માટે શું કરી શકાય?

· પાઠ્ય સામગ્રી અને વાચન સામગ્રી.

· શિક્ષક મેન્યુઅલ.

· શિક્ષક તાલીમ

· વિદ્યાર્થીઓની ક્ષમતા સિદ્ધિ માટે માટે ફરજીયાત અને મરજિયાત ક્ષમતઓ વર્ગીકૃત કરવી.

· વર્ગખંડ વ્યવસ્થા.

· બેઠક વ્યવસ્થા.

· ઇન્ક્લુસીવ એજ્યુકેશન વ્યવસ્થા.

· બોલી આધારિત અભ્યાસક્રમ.

· કમ્યુનિટી ઇન્વોલમેન્ટ , અવેરનેસ.

· વિદ્યાર્થી મુલ્યાંકન

· વિદ્યાર્થી પ્રોફાઈલ.

· એ.બી.એલ શાળામાં બાલાનો અભિગમ.

· એ.બી.એલ શાળામાં એડેપ્ટસ.

· છત્તીસગઢની સફળ પ્રવૃતિઓની નોંધ.

· ડેઈલી ડાયરી અને એ.બી.એલ.

· ઇન સર્વિસ ટીચર્સ ટ્રેનીંગ.

· અંગ્રેજીના અમલીકરણ માટે.

પ્રશ્નોના જવાબ સાથે રાત્રી બેઠકમાં મળવાનું હોઈ આ પ્રશ્નો ના જવાબ શોધવા મનોમંથન સાથે અમારી શાળા મુલાકાત ની શરૂઆત માટવાડા મોદી ગામની શાળાથી કરી. અમારી સાથે છત્તીસગઢના MGML સૃજન ના રિસોર્સ ગૃપ મેમ્બર્સ પણ જોડાયેલ જેથી અમારી મૂંઝવણ અંગે અમને તુરંત માર્ગદર્શન મળતું રહે.આ શાળામાં અમે જોયુંતો...

  • શાળા માં ધોરણ ૧-૨ નો MGML નો વર્ગ કાર્યન્વિત જણાયો.
  • વિદ્યાર્થીઓ પોતાના ગ્રુપમાં આનંદથી ભણતાં જણાયા.
  • શિક્ષક સતત દરેક ગ્રુપમાં પ્રત્યેક વિદ્યાર્થી સાથે ચર્ચા કરતાં તેમજ જરૂરી માર્ગદર્શન આપતા જણાયા.
  • વિદ્યાર્થીઓ પોતાના ગ્રુપમાં શિક્ષકની મદદ વિના પણ પ્રવુત્તિ કરતાં જણાયા.
  • પ્રત્યેક વિદ્યાર્થીના ચહેરા પર આનંદ અને આત્મવિશ્વાસ હતો.
  • દરેક વિદ્યાર્થી શીખતા જણાયા.
  • અમારા ગૃપ સાથે આવેલ છત્તીસગઢના તજજ્ઞ બહેન શ્રી પ્રિયંકાબહેન સાથે અમે અમારા MGML અંગેના કેટલાંક પ્રશ્નોની ચર્ચા કરી અને MGMLનું માળખું તેમજ કાર્ડ, પદ્ધતિ સમજ્યા.

ભોજન વિરામ પછી તુરત અમે અન્ય એક શાળા ગૌરગાવ ની મુલાકાત લીધી. આ શાળામાં પણ MGML ના વર્ગ ૧-૨ ધોરણ કાર્યન્વિત હતાં. આ શાળામાં અમને...

  • વિદ્યાર્થીઓમાં વધારે ચપળતા જણાઈ. ચર્ચા કરતા જાણવા મળ્યુંકે આ શાળામાં ૨૦૦૯ થી MGML અમલી કરવામાં આવેલ છે.
  • વિદ્યાર્થીઓ અમારા કે તેમના શિક્ષક સાથે આત્મીયતાથી અને વિશ્વાસ સાથે વાત કરતાં જણાયા.
  • વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતા વધારે ઝડપી જણાઈ.
  • વિદ્યાર્થીઓ જાતે જ પોતાના માઈલ સ્ટોન ના કાર્ડ મેળવી લેતા તેમજ તે મુજબના ગૃપમાં જોડતા જણાયા.
  • દરેક વિદ્યાર્થીને નવું શીખવાનો સંતોષ મળતો જણાયો.
  • અમારામાંના કોરટીમ મેમ્બર્સ શ્રી ભાવેશભાઈ પંડ્યા અને શ્રી પ્રકાશભાઈ પરમાર દ્વારા શાળા છૂટ્યા પછી વિદ્યાર્થીઓ સાથેના અમારા જૂથના વાર્તાલાપ દરમિયાન ગવારાયેલ ગુજરાતી તેમજ હિન્દી અભિનય ગીત, ગુજરાતી રમતો ઝડપી સમજી ફોલોઅપ કરી શકતા જણાયા.અન્ય ભાષાના આ ગીતો હોવા છતાં બાળકો સહજતા પૂર્વક આ પ્રક્રિયામાં જોડાયા.અહી કહી શકાય કે બીજી ભાષા હોવા છતાં પણ આત્મ વિશ્વાસપૂર્વક તેને ગ્રહણ કરવાનું કૌશલ્ય આ બાળકોએ ચોક્કસ કક્ષા સુધી સિદ્ધ કર્યું હતું જે માટે MGML આધારિત વર્ગખંડ પ્રક્રિયાને યશ આપી શકાય.

સાંજે અમે કાંકેર પરત ફરી રાત્રી બેઠક દરમિયાન અમારા જૂથના સભ્યો સાથે ચર્ચા કાર્ય તેમજ અગાઉ અપાયેલ પ્રશ્નોની ચર્ચા કરી.

તારીખ ૨૫ ફેબ્રુઆરી ના રોજ અમો સવારે ૧૦:૦૦ કલાકે શાળામાં જવા નીકળ્યા. અમારી સાથે શ્રી સુનીલ મિશ્રા પણ તેમના તજજ્ઞ ગૃપ સાથે જોડાયા. આજે અમે પલેવા ગામની શાળાની મુલાકાત અર્થે પહોંચ્યા...અહી અમે જોયું તો...

· આ શાળા ની તમામ દીવાલો રંગોથી ભરાયેલ. દરેક દીવાલ પર સુંદર ચિત્રો દોરેલ. કહી શકાય કે આ શાળાની પ્રત્યેક દીવાલો બોલતી હતી. બાલા અંતર્ગત અનેકવિધ વિશિષ્ઠ આયોજન થકી શાળામાં ભોયતળીયું દીવાલ તેમજ વરંડાનો શૈક્ષણિક હેતુસર ઉપયોગ જણાતો હતો.

· વિગતે જાણવા મળ્યું કે કાંકેર જિલ્લામાં એડેપ્ટસ અંતર્ગત પ્રક્રિયામાં આ શાળા ઉત્કૃષ્ઠ કાર્ય બદલ પ્રથમ કક્ષાનો એવોર્ડ અને સન્માનપત્ર બિરદાવવામાં આવ્યા હતાં.

· શાળાને પોતાની એક એકર જમીન પણ હતી જેમાં આંબા વાવી સીઝનમાં કેરીનું વેચાણ પણ થતું.

· ગ્રામ્ય શિક્ષણ સમિતિ વધારે સારી રીતે કાર્યન્વિત જણાઈ.

· આ શાળામાં છેલ્લા ત્રણેક મહિનાથી જ MGML અમલી કરેલ હોઈ વિદ્યાર્થીઓ બીજી શાળા જેટલા કોન્ફીડન્ટ ન જણાયા.

બપોર ૨:૦૦ થી ૩:૦૦ કલાક ભોજન વિરામ પછી ૫:૦૦ કલાક સુંધી અમે માટવાડા લાલ ગામની શાળાની મુલાકાત લીધી. અહી અમે વર્ગ મુલાકતમાં ઓછો સમય ફાળવી અને તજજ્ઞ સાથે વધુ ચર્ચા કરી. તજજ્ઞશ્રી તાડકેસ્વરજી સાથે MGML માટે ની સિસ્ટમ, પદ્ધતિ તેમજ વહીવટને લગતા પ્રશ્નોની ચર્ચા કરી. સાંજે ૫:૩૦ થી ૯-૦૦ કલાક કાન્કેર ડાયેટ ની મુલાકાત લીધી. શ્રી સુનીલ મીશ્રાજી દ્વારા અમને સતત ચાર કલાક સુંધી છત્તીસગઢમાં MGML નું અમલીકરણ, તેમને પડેલ મુશ્કેલીઓ , અભ્યાસક્રમ-માઈલસ્ટોન કાર્ડ નિર્માણ વિગેરે બાબતે પ્રશ્નોત્તરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમના સાથેના વાર્તાલાપ પછી અમારા મનના દરેક પ્રશ્નના જવાબ અમને મળી રહ્યા અને વધારે સારી રીતે ગુજરાત મોડલ ડેવલપ કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો.ચર્ચામાં ધોરણ ૪ માંથી વર્ગ બઢતી આપવા માટે છત્તીસગઢના જુથે હજુ વિચારીએ છીએ એવું જણાવતા આપણે પણ આ મુદ્દાને શરૂઆતથીજ નજરમાં રાખી આગળ ધપવાનું વિચાર્યું.

તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૦ ના દિવસે સવારે ૧૦:૦૦ કલાકે અમે ડાયેટ કાંકેર પહોંચ્યા જ્યાં શ્રી સુનીલ મીશ્રા દ્વારા વર્ગનું આયોજન કરવામાં આવેલ. ગુજરાતમાં Activity Based Learning કાર્યક્રમ માટે શું કરવું ? કેવા પ્રકારના અભ્યાસક્રમનું આયોજન કરવું ? ક્ષમતાઓનુ માઈલસ્ટોન માં કેવી રીતે વિભાજન-વહેંચણી કરવી તે માટે ની જરૂરી સૂચનાઓ, માર્ગદર્શન શ્રી દિનેશભાઈ દેસાઈ અને શ્રી હરેશભાઈ ચૌધરી (યુનિસેફ) તરફથી આપવામાં આવ્યું. શ્રી દિનેશભાઈ ગણિતના જૂથમાં તેમજ શ્રી હરેશભાઈ એ ગુજરાતીના જૂથને માર્ગદર્શન તેમજ નિર્માણ માટે જોડાયા. અમે આઠ સભ્યો પર્યાવરણ વિષયની ક્ષમતા વિભાજન, ક્ષમતાઓ મુજબ માઈલસ્ટોન વહેંચણી, કોઈ એક એકમનું માઈલસ્ટોન નિર્માણ વગેરે કાર્ય માટે જોડાયા. બપોર ૨:૦૦ થી ૩:૦૦ કલાક યુનિસેફ દિલ્હી તેમજ યુનિસેફ છત્તીસગઢ ના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. અમે સૌએ સાથે મળી સાંજ ૭ કલાક સુંધીમાં Activity Based Learning ગુજરાત મોડલ માટેના બધાં જ કાર્યો પૂર્ણ કર્યા, જરૂર જણાય ત્યાં છત્તીસગઢના તજજ્ઞશ્રીઓનું માર્ગદર્શન મેળવ્યું. સાંજે ૭ થી ૯ કલાક અમે તજજ્ઞો સાથે છત્તીસગઢની શિક્ષણ વ્યવસ્થા તેમજ કાર્યો પર ચર્ચા કરી.

સાંજે ૯:૦૦ કલાકે છત્તીસગઢના શિક્ષણ સચિવ શ્રી નંદકુમાર અમને મળવા મુલાકાત અર્થે ડાયેટ પર આવ્યા. છત્તીસગઢમાં MGML સિસ્ટમ દ્વારા શિક્ષણ વ્યવસ્થા અમલી કરવામાં સચિવ શ્રી નંદકુમાર નું માર્ગદર્શન તેમજ સાથ ખુબ મહત્વનો હતો.તેમના દ્વારા MGML અમલી કરણ અંગે ચર્ચા દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું. રાત્રે ૧૦:૩૦ કલાકે ભોજન લઇ અમે હોટલ પર પરત થયાં.

તારીખ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૦ ના રોજ સવારે ૫:૦૦ કલાકે અમે ગુજરાત આવવા નીકળ્યા. મનમાં એક નવો જોશ જણાયો. ઝડપથી થી માઈલસ્ટોન નિર્માણ કરી, મટીરીયલ્સ તેમજ આયોજન કરી ગુજરાતમાં Activity Based Learning શરુ થાય તેવા વિચારો સાથે અમે ગુજરાત પરત ફર્યા. રસ્તામાં ગુજરાતમાં Activity Based Learning કેવી રીતે કરવું ? પાયલોટ માટે એપ્રિલ થી રાજ્યની મોડલ શાળાઓમાં આ પ્રોજેક્ટ કેવી રીતે અમલી કરવો તેની ચર્ચા કરી.

છત્તીસગઢ શાળા મુલાકાત દરમિયાન અમને ગમ્યું....

  • શિક્ષકો શિસ્ત પ્રિય અને કમીટમેન્ટ વાળા લાગ્યા.
  • MGML માટે દરેક શિક્ષક તેમજ તજજ્ઞ ને માન સન્માન જણાયું.
  • દરેક શિક્ષક તેમજ તજજ્ઞ MGML માટેની પૂરી પ્રક્રિયાથી વાકેફ હતાં.
  • છત્તીસગઢના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં MGML થી આત્મવિશ્વાસ ભરપુર જણાયો.
  • MTA સંચાલિત મધ્યાન ભોજન વ્યવસ્થા સુન્દર તેમજ ગુણવત્તા યુક્ત આહાર પીરસાતી જણાઈ.
  • દરેક શાળામાં વાંચનાલય માટે અલગ વર્ગખંડ છે.
  • શાળાના દરેક વિદ્યાર્થી સાથે શિક્ષક સતત સંપર્ક માં હોય તેમ જણાયું.
  • દરેક વિદ્યાર્થીને શીખવાનો આનંદ જણાયો.
  • વિદ્યાર્થીઓ સ્વચ્છ અને નિયમિત જણાયા.
  • વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ભરપૂર જણાયો.
  • શિક્ષક – વિદ્યાર્થી વચ્ચે અતુટ આત્મીયતા દેખાઈ.
  • દરેક શાળામાં હેન્ડપંપ દ્વારા શુદ્ધ પાણી વ્યવસ્થા.
  • રેડિયો પ્રસારણ દ્વારા અસરકારક શિક્ષણ કાર્યક્રમ.

MGML કાર્યક્રમ કેવીરીતે કાર્યન્વિત છે તે સમજીએ...

MGML અંતર્ગત શિક્ષણ પ્રણાલી માટે વિવિધ જૂથો દ્વારા અધ્યયન અધ્યાપન છ જૂથને આધારે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટે વિચારાયું છે.

શિક્ષક પ્રેરિત જૂથ : પ્રારંભિક પરિચય કે નવા મુદ્દાથી બાળકોને યોગ્ય રીતે પરિચિત કરવા આ જૂથનું ખુબજ મહત્વ રહ્યું છે. આ જૂથમાં શિક્ષક વધુમાં વધુ સમય ફાળવાશે, ઇનોવેશન કરશે. આ રીતે પ્રત્યેક માઈલસ્ટોન ના વિવિધ કાર્ડમાં શિક્ષક્ પ્રેરિત જૂથ ના કાર્ડમાં મુદ્દાના સ્પષ્ટીકરણ માટે આ જૂથ કામ કરે છે.

આંશિક શિક્ષક સમર્થિત જૂથ: સંકલ્પનાના સ્પષ્ટકરણ માટે બાળકોને મહાવરાની જરૂરિયાત હોય છે. અહી મહાવરા માટેના અનેકવિધ કાર્ડ છે. આ જૂથમાં શિક્ષક આંશિક રીતે માર્ગદર્શન આપે છે.

સહપાઠી સમર્થિત જૂથ: સહાધ્યાયીની મદદથી અધ્યયન અધ્યાપન કાર્યનું આ મહત્વનું અંગ છે.અહી ચર્ચા, રમત,પ્રવુત્તિ અને અન્ય નવીની કારણ નું ચોક્કસ અવકાસ છે. ચીલા ચાલુ શિક્ષણ પધ્ધતિમાં પીઅર લર્નીંગ મહત્વ ન આપતા ચોક્કસ કૌશલ્યો સાથે આગળના કૌશલ્યો માટે બાળક નબળું આવે છે. અહી સહપાઠી પ્રેરિત જૂથમાં આ રીતે મહત્વનું અધ્યયન અધ્યાપન કાર્ય શક્ય બને છે.

આંશિક સહપાઠી સમર્થિત જૂથ: અહી વિદ્યાર્થીને તેના સાથી મિત્ર દ્વારા આંશિક રીતે માર્ગદર્શન અને મદદ મળે છે.

સ્વ- મૂલ્યાંકન જૂથ : અહી બાળકો પોતે શીખેલું કે જાણેલું સમજ પૂર્વક અમલમાં મુકે છે. અહી જે તે વિદ્યાર્થી પોતાની રીતે કોઈ પ્રવૃતિમાં જોડીને પોતે મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરી જુએ છે. આમ શાળામાં વિદ્યાર્થી તેની શીખવાની ઝડપ અને તેના વિકાસાત્મક આવર્તન ને યોગ્ય રીતે ખીલાવાવા માટે તે સહજ પૂર્વક વર્ગવ્યવહાર કરી શકે છે.

મૂલ્યાંકન જૂથ: પ્રત્યેક માઈલસ્ટોનને અંતમાં મૂલ્યાંકન કાર્ડ રાખવામાં આવ્યા છે. આ ઉપચારાત્મક કાર્યમાં શિક્ષક્ને તેના વર્ગના બાળકની શીખવા પ્રત્યેના વલણ ને તે સ્પષ્ઠ રીતે સમજી વિદ્યાર્થીને પડતી મુશ્કેલીમાં શિક્ષક સીધાજ જોડાઈ શકે છે.આમ, MGML આધારિત પ્રત્યેક જૂથમાં શિક્ષક ચોક્કસ રીતે જૂથના બાળકોને સરળતા પૂર્વક પછીના માઈલસ્ટોન માટે લઇ જઈ શકે છે. આ પ્રક્રિયામાં ફાસ્ટ લર્નર કે સ્લો લર્નર બાળકોને પોતાની ઝડપે સ્વયં શીખવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

છત્તીસગઢ ની અભ્યાસ મુલાકાત બાદ પરત આવતા અમે અમને મળેલ પ્રશ્નો ના ઉકેલ મેળવી અમારા જૂથના સભ્યો સાથે ચર્ચા કરી સહમતી સાધેલ. આ જવાબો હતાં...

· Activity Based Learning કાર્યક્રમાં ધોરણ ૧-૨ નો એક વર્ગ કરવો. તેમજ એક વર્ગમાં મહત્તમ ૪૦ વિદ્યાર્થીઓ રાખવા નક્કી કર્યું.

· Activity Based Learning કાર્યક્રમ માટે ગુજરાત મોડલનું નામ સંકલ્પ રાખવા વિચાર્યું.

· રેઇનબો એક્ટીવીટી અલગથી માસવાર આયોજન કરી આપવા વિચાર્યું.

· અધ્યયન અધ્યાપન માટે છ ગૃપ કરવા નક્કી કર્યું.

· લેડર કાર્ડને સીમ્બોલાઈઝ કરવા દરેક જૂથના કોમન સિમ્બોલ રાખવા તેમજ આ સિમ્બોલની અંદરના રંગ જે તે ધોરણ મુજબ રાખવા નક્કી કર્યું.દરેક વિષય ના કાર્ડ માટે અલગ રંગ તેમજ ધોરણ માટે અલગ રંગની બોર્ડર નક્કી કરી.

· વિદ્યાર્થીને કાર્ડની ઓળખ માટે વિષયની શરૂઆતનું પ્રથમ માઈલસ્ટોન કાર્ડ ની સમજ માટે રાખવા નક્કી કર્યું.

· વર્કબુક અલગથી આપવા નક્કી કર્યું.

· પાઠ્ય સામગ્રી અને વાચન સામગ્રીનો કાર્ડ માં સમાવેશ કરવા નક્કી કર્યું.

· માઈલસ્ટોન કાર્ડ તૈયાર થયાં બાદ શિક્ષક મેન્યુઅલ અલગથી તૈયાર કરવા નક્કી કર્યું.

· ઇન સર્વિસ ટીચર્સ ટ્રેનીંગ સીધા સંકલ્પ વર્ગમાં આપવી તે નક્કી કર્યું.

· વિદ્યાર્થીઓની ક્ષમતા સિદ્ધિ માટે માટે ફરજીયાત અને મરજિયાત ક્ષમતઓ વર્ગીકૃત કરવી.

· વર્ગખંડ વ્યવસ્થા માટે ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીઓને પ્રાથમિક મૂલ્યાંકન બાદ જે તે માઈલસ્ટોન માં ગૃપ બનાવી વિભાજીત કરવા નક્કી કર્યું.

· જૂથ બેઠક વ્યવસ્થા.

· ઇન્ક્લુસીવ એજ્યુકેશન માટે વિશેષ જરૂરિયાત વાળા તમામ બાળકોને સાંકળી શકાય તે માટે વ્યવસ્થા વિચારાઈ.

· ડાંગી-કચ્છી બોલી આધારિત અભ્યાસક્રમ.

· કમ્યુનિટી ઇન્વોલમેન્ટ , અવેરનેસ ,સમગ્ર પ્રક્રિયા માટે રીપોર્ટીંગ તેમજ આયોજન માટે દરેક જૂથના બે –બે સભ્યોને જવાબદારીની સોપણી કરવામાં આવી.

· વિદ્યાર્થી મુલ્યાંકન માટે પદ્ધતિ માઈલસ્ટોન કાર્ડ તૈયાર થયાં બાદ નક્કી કરવા સૌ સહમત થયાં.

· પ્રત્યેક વિદ્યાર્થી પ્રોફાઈલ શરૂઆતથી જ તૈયાર કરવા નક્કી કરવામાં આવ્યું.

· એ.બી.એલ શાળામાં બાલાનો અભિગમ કેવી રીતે અભ્યાસક્રમમાં સાંકળવો તે અંગે ચર્ચા કરવામાં આવી. જરૂર જણાય તેવી પ્રવૃત્તીઓને રેઇનબો એકટીવીટીસ કે ક્ષમતા સિદ્ધિ માટેની પ્રવૃત્તીઓમાં સાંકળવા નક્કી કરવામાં આવ્યું.

· જે શાળામાં એડેપ્ટસ માર્ગદર્શિત પ્રવૃત્તી છે તે શાળાઓનો અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું.

· ડેઈલી ડાયરીના સ્થાને વિદ્યાર્થી મુલ્યાંકન-પ્રગતિ લખવા અમારા જૂથે નક્કી કર્યું.

· અંગ્રેજીના પ્રાથમિક પરિચય માટે સંકલ્પને કઈ રીતે સાંકળી શકાય તે વિશે વધુ વિચારવાનું રાખ્યું.

· વિદ્યાર્થીના વ્યક્તિગત વિકાસને કેન્દ્રમાં રાખી સફળતા પૂર્વક વર્ગવ્યવહારની અનુભૂતિ આપી શકાય એવા આ માધ્યમને વધુ દ્રઢતા પૂર્વક આગળ વધારવાનું વિચાર્યું. વ્યક્તિગત પર્ફોમન્સના આધારે વિદ્યાર્થી છ જૂથ દ્વારા સતત શીખતો રહે છે. વર્ગખંડ વ્યવહારની ચીલાચાલુ પધ્ધતિ કરતાં અહી શીખનારને સતત વિવિધ પ્રવુત્તિઓ દ્વારા શિક્ષણ મળતું રહેતું હોઈ તેમજ જરૂર જણાય ત્યાં પિયર ગૃપ દ્વારા માર્ગદર્શન મળતું રહેતું હોઈ વિદ્યાર્થીઓમાં ક્ષમતા હાંસલ કરવામાં કચાસ રહેતી નથી. સિદ્ધિ કક્ષા સુધી પહોચવા માટે માઈલસ્ટોન દ્વારા પ્રત્યેક મુદ્દાને છણાવટ કરવામાં આવેલ હોઈ ધીમી ગતિથી શીખનાર બાળકોને પૂરે પુરો ન્યાય મળી રહેછે તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને સતત આગળ વધવાની તક મળે છે.આ કારણે ઉપચારાત્મક કાર્ય માટે ખાસ આયોજન પાછળ નાણા,સમય અને માનવ કલાકો નો બગાડ અટકે છે.

અભ્યાસ મુલાકાત દરમિયાન પર્યાવરણ વિષયના જૂથમાં જોડાયેલ સભ્યો:

1. કેતન ઠાકર : અમદાવાદ

2. ભાવેશ પંડ્યા : ડીસા

3. જયેશ પટેલ: દિયોદર

4. હરજી પ્રજાપતિ: પાટણ

5. કેતન વ્યાસ: દાંતીવાડા

6. રાકેશ પટેલ: નાવાનાદીસર

7. ધર્મેશ રામાનુજ: માછીપુરા

8. રણછોડજી જાડેજા: પાટણ





કાંકેર ડાયેટ માં સાહિત્ય નિર્માણ માટે ગુજરાત મોડલ પર ચર્ચા દ્વારા માર્ગદર્શન આપતા તેમજ તજજ્ઞો સાથે ચર્ચા કરતાં શ્રી દિનેશભાઈ દેસાઈ...


પર્યાવરણ જૂથ સાથે ક્ષમતાઓ અંગે માર્ગદર્શન આપતા શ્રી દિનેશભાઈ દેસાઈ...
















ચીંચવો જોઈ બાળપણની યાદ તાજી કરતાં અમે....


પલેવા શાળાની ગ્રામ્ય શિક્ષણ સમિતિ, સરપંચશ્રી તેમજ આચાર્યશ્રી સાથે ચર્ચા કરતા ગુજરાતી સભ્યો...




ચીંચવાની મજા માણતા વિદ્યાર્થીઓ...


એડેપ્ટસ શાળા એવોર્ડ...








માતૃ શિક્ષક સમિતિ દ્વારા દેખરેખ રાખી પૌષ્ટિક ભોજન વ્યવસ્થા...










પ્રવુત્તિ દ્વારા ઘડિયા શીખતા વિદ્યાર્થીઓ...









પલેવા પ્રાથમિક શાળામાં આવનાર વાળી-મુલાકાતી માટે વેઇટિંગ રૂમ માં વાંચન માટે પુસ્તકો,મેગેઝીન વ્યવસ્થા...




પ્રવુત્તિઓ દ્વારા શિક્ષન્ મેળવી હંમેશા તરોતાજા રહેતા વિદ્યાર્થીઓ....



માઈલસ્ટોન,લેડર અને સિસ્ટમની સમજણ અંગે ચર્ચા કરતાં બંને રાજ્યોના કોર ટીમ મેમ્બર્સ...
દરેક જૂથમાં બેસી MGML ની પ્રક્રિયા સમજતા ગુજરાત જૂથના સભ્યો...





જુથમાં કાર્ય કરતાં વિદ્યાર્થીઓ...






ગુજરાતી ભાષા માટેના ગુજરાતના સભ્યો, વર્ગ શિક્ષક સાથે ચર્ચા કરતા શ્રી હરેશભાઈ ચૌધરી...




વિદ્યાર્થીઓ અને શિક્ષક્ સાથે અભ્યાસ - પદ્ધતિની સમજણ મેળવતાં શ્રી દિનેશભાઈ...







અભ્યાસક્રમ-ક્ષમતાઓ-પ્રવુત્તિઓ માટેની સમૂહ થાળી...





લેખન મહાવરો પોતાના બોર્ડ પર કરતાં વિદ્યાર્થીઓ....










વર્ગ સાથે સીધી ચર્ચા કરતા તેમજ ગુજરાત ટીમને માર્ગદર્શન આપતા શ્રી દિનેશભાઈ...




છત્તીસગઢના તજજ્ઞો સાથે ચર્ચામાં મગ્ન ગુજરાતની ટીમ સાથે શ્રી દિનેશભાઈ દેસાઈ...



ગુજરાત ટીમ ને વર્ગખંડમાં માર્ગદર્શન આપતા શ્રી દિનેશભાઈ દેસાઈ...




તજજ્ઞો સાથે ચર્ચા કરતા અમારા સૌના માર્ગદર્શક શ્રી દિનેશભાઈ દેસાઈ....





માઈલસ્ટોન, લેદાર્સ અંગે તજજ્ઞ શ્રીપ્રીયાન્કાજી સાથે ચર્ચા માર્ગદર્શન મેલતા જૂથના સભ્યો...



ગ્રામ્ય શિક્ષણ સમિતિ સાથે અમારી સીધી વાત...




વાંચનાલય અંગે ચર્ચા-માર્ગદર્શન મેળવતાં પર્યાવરણ વિષયના સભ્યો...









વિદ્યાર્થી પ્રવુત્તિ ડિસ્પ્લે કોર્નર...

શાળા પુસ્તકાલય








માઈલસ્ટોન લેદાર્સ...અંગ્રેજી ધોરણ ૧-૨...







પર્યાવરણ વિષયના કાર્ડ,માઈલસ્ટોન ની સમજણ કેળવતા અમારા જૂથના સભ્યો...







પોતાના જૂથમાં અભ્યાસમાં મગ્ન વિદ્યાર્થીઓ...





શિક્ષક દ્વારા અસરકારક વર્ગ શિક્ષણકાર્ય...
મુલ્યાંકન-પ્રગતિ કાર્ડ વિશે સમજણ મેળવતાં ગુજરાતના સભ્યો...
વિદ્યાર્થી પ્રગતિ અહેવાલ લખતા વર્ગ શિક્ષિકા બહેનશ્રી...









પ્રવુત્તિ કાર્ડ ની ટ્રે માં ગોઠવણી...



.



શાળામાં ચાલતા રેડિયો કાર્યક્રમ દ્વારા અંગ્રેજી શિક્ષણ અંગે વિદ્યાર્થીઓ સાથે માહિતી મેળવી









શાળા મુલાકાત દરમિયાન ચર્ચા...






શાળા મુલાકાત પહેલા-મુલાકાત બાદ પોતાના જૂથ અને સમૂહમાં ચર્ચા.

No comments: