Thursday, May 12, 2011

પોતાનું વિચારવું,પછી કાર્ય કરવું...

થોડા દિવસ પહેલા એક ભાઈ મળેલ....તેમની દુ:ખદ ઘટના એ સૌ કોઈ ભાઈઓ જેઓ પોતાના કાર્ય ક્ષેત્રમાં - નોકરીમાં આગળ રહેવા, પોતાની પેઢી-જ્યાં પોતે નોંકરી કરે છે તેને આગળ વધારવા કાર્ય કરતા રહેછે... તેમના માટે માર્ગ દર્શક બની રહેશે. શક્ય છે આપ પણ ક્યારેક આવા અનુભવમાંથી પસાર થાઓ કે આપણે પરાણે પસાર કરવા મજબુર કરવામાં આવે. તેમનું નામ મનસુખલાલ જ રાખીશું કારણ આવા માણસો મન ને સુખી કરવા અથાક મહેનત કરે અને અન્ય કોઈ પોતાના મન ને સુખી કરવા તેમને છેતરે...
મનસુખલાલ કોઈ કમ્પનીમાં નોકરી કરતા.જે સ્થળે નોકરી કરતા ત્યાં ખુબ મહેનત અને ખંતથી કામ કરવાને કારણે તેઓને ઘણા મેડલ મળેલ અને તેમને મળવા આવનાર સૌકોઈ તેમના પર મુકેલ આરોપ માત્ર રૂપિયા પડાવવા બજારુ છોકરીએ અને કેટલાક ષડયંત્રકારીઓએ મુકેલ આરોપ કહેતા. તેઓ સૌ સાથે પ્રેમથી રહેતા. તેઓ પોતાના કાર્ય ક્ષેત્રમાં ખુબ નામના મેળવેલ અને રાતદિવસ પોતાના કામમાજ વ્યસ્ત અને મસ્ત રહેતા. તેમના થી અંજાઈ કે ઈર્ષા ભાવે તેઓને ફસાવવા કોઈએ ષડયંત્ર કર્યું હશે તેવું તેમનુ કહેવું હતું. પોતાની નોકરીના કામે તેઓ બસમાં બહારગામ જતા હતા અને તેમની બાજુમાં એક યુવતી આવીને બેસી. યુવતીએ થોડો સમય તેમની સાથે વાત કરી અને પછી અચાનક નાટકના ભાગરૂપે તેમના ગાલ પર તમાચો મારી ગાળો દેવાનું શરુ કર્યું , છેડતીનો આરોપ મુકાયો. મનસુખલાલ પર કેશ થયો અને તેઓ જેલ ભેગા થયા. કારણ વિના જે તેઓને જાણતા નહોતા તેમનામાં બદનામી મળી. જેઓ મનસુખલાલ ને જાણતા હતા તેઓ તેમને ન્યાય મળે તે માટે પ્રયત્નમાં લાગ્યા.કેટલાક ઈર્ષાળુ તકનો લાભ લેવા રોજ નવી વાતો ફેલાવવા લાગ્યા. મનસુખલાલનો કોર્ટમાં કેશ ચાલ્યો અને નિર્દોષ હોવાના કારણે તેઓ નિર્દોષ છૂટી ગયા. ધીમેધીમે સમાજમાં સેટ થયા. જે નોકરી માટે રાતદિવસ મહેનત કરી કમ્પનીને ખ્યાતી અપાવેલ તે કમ્પનીમાં ફરી નોકરી માટે અરજી કરી. કમ્પનીના મેનેજીંગ ડાયરેક્ટર કોઈ નવા જ આવેલ એટલે આ ભાઈના કાર્યથી, આ ભાઈએ કંપની માટે આપેલ સમયના બલીદાનથી અપરિચિત હશે..! નોકરીમાં પુન:પ્રસ્તાપિત થવા અરજી મૂકી કે તુરંત નવા સાહેબે કોઈ વિવાદમાં નથી પાડવા માંગતા કહી અરજી નામંજુર કરી...આ સાંભળી ભાઈ અને તેમના સાથીદારો થોડો સમયતો આવક બની ગયા...શું કરવું તે પણ ન સમજાયું..કારણ સવાલ નોકરીનો નહોતો. મહેનતુ ને તો કામ મળી જ રહેવાનું પરંતુ બીજા સેલ્સમેન જેઓ રાત દિવસ કંપની માટે સમય આપે છે તેમનું શું ? તેઓ આ સાંભળી નિરાશ થશે કે મુશેલીના સમયમાં આપણો વિભાગ આપણી સાથે નથી રહેવાનો અને આમ ચાલશે તો કંપની નુકસાનમાં જશે. મેનેજીંગ ડાયરેક્ટર કાલે બદલાઈ જશે અને પોતાના વતનમાં તગડી કમાણી કરી જતા રહેશે પરંતુ તેઓના આ નિર્ણયથી કંપનીના સ્ટાફ ને એટલી જરૂર થી ખાતરી થશે કે રાતદિવસ પોતાની કે પરિવારની પરવા કાર્ય વિના માત્ર કંપનીને આગળ વધારવા અને પ્રોડક્ટ શ્રેષ્ઠ બનાવવા આપણે જે કંપનીમાં કામ કરીએ છીએ એ કંપની પોતાના સ્વાર્થ ખાતર કોઈ પણ સમયે આપના કામને ભૂલી આપણ ને ફેંકી દે એ સમયે આપનું કોણ ? પરિવાર, મિત્રો અને સૌ કોઈ કહેશે કે બસ, હવે અમારું મુલ્ય સમજાયું ? કમ્પનીમાં રાત દિવસ મહેનત કરનાર માણસો ધીમે ધીમે દુર થતા જશે...અને...ખેર એ ભાઈતો બુદ્ધિશાળી હતા એટલે પોતાનો રસ્તો શોધ્યો પરંતુ એમની જગ્યા એ અન્ય કોઈ હોત તો ? બીચ્ચારાને આત્મહત્યા જ કરવી પડેને ?નામદાર કોર્ટે જેઓને નિર્દોષ છોડ્યા તેઓને તેમના જ વિભાગે સજા કરી અને એ પણ વિવાદો થી દુર રહેવાના બહાના હેઠળ...ભગવાન આવા અધિકારીઓને સદબુદ્ધિ આપે કારણ જો આમ જ ચાલશે તો સૌ પોતાને ફાળવાયેલ કાર્ય કામના સમયમાં કરી વધારાનો સમય નહી આપે કારણ જે વધુ કામ કરે તેમને વધુ સજા ....!!!
આવી ઘટના આપણી સાથે પણ બની શકે છે. આમતો આપણે બધાં સેલ્સમેન જ છીએ, ભલે આપણી પ્રોડક્ટ અલગ હોય. આપણે પણ બસમાં કે જાહેરમાં જવાનું થતું હોય છે. સ્વાર્થીલા આવા મને કમને કહેવાતા બોસ સાથે કામ કરતા સમયે આપણે જરૂરથી વિચારીએ કે આપણે જ આપણી નોકરીના કાર્ય માટે નીકળ્યા હોઈએ અને કોઈ વ્યક્તિ પોતાનો ધ્યેય સિદ્ધ કરવા આપણ ને ફસાવે તો શું આપણે એ સમયે એકલા હાથે લડી શકીશું ? એકલા હાથે લડવા માટે આપણામાં છે તાકાત.??? આપણ ને રાતદિવસ જુદા જુદા બહાને લલચાવનાર આપણા બોસ આપણી સાથે ન હોય કે આપણા કામની કદર ન હોય તો પછી આપણે પણ એમના જેવા સ્વાર્થી બની સ્વ વિકાસ માટે પ્રયત્ન કરવો જરૂરી નથી લાગતો ? જરા વિચારી આપણી આજ પ્લાનીંગ કરજો. પરિવાર, સાચા-સારા મિત્રો માટે સમય ફાળવશો કારણ અંતે મુશ્કેલીમાં તો તેઓ જ સાથે હશે...વિવાદોથી દુર રહેવાના બહાના કાઢનાર આપણા બોસ નહિ...
જેમ કોઈ ફેક્ટરી માં તૈયાર થતી પ્રોડક્ટ ને વેચનાર સેલ્સમેન કહેવાય તેમ શિક્ષણ ના સારા, સાચા વિચારો વહેચવાનું અને શિક્ષણમાં પ્રયોગો કરી રાજ્યના તમામ શિક્ષક સુંધી પહોંચાડવાનું કાર્ય કરનાર શિક્ષક એટલે એ.આર.જી કે આપણા તજજ્ઞ ભાઈ બહેનો. ધન ના લાલચુ ઓ ખોટા કેશ કરી ધન કમાવવા માટે આવા તેજસ્વી નામના મેળવેલ શિક્ષકનો શિકાર કરવાનું પહેલા વિચારી શકે , આવા સમયે આપણા બોસ જેમના હુકમથી આપણે રાત દીવસ પરિવારને છોડી સમાજનું, શિક્ષણનું ભલું કરવા ફરીયે છીએ તેઓશ્રી આપણી નિર્દોષતા જાણી આપણી પરિસ્થિતિ સમાજમાં આપણું સ્થાન સમજી આપણી સાથે રહેનાર છે કે નહિ તે વિચાર કરવો રહ્યો ... નહીતર જયારે શિક્ષક્ આવી રીતે ફસાશે ત્યારે પોતાની ખુરશી સાચવવા આપણા એ બીગ બોસ જેઓ આપણા પરિવારની રાતોનો સોદો આપણ ને બે સારી વાતો કહી કે જાહેરમાં બિરદાવી કરતા હતા તે જ આપણા નાશનું કારણ બની શકે...મનસુખ પાસે બીજી ધંધાકીય આવડત હોઈ તે તો સુખી થઇ જશે પરંતુ શિક્ષક સિવાય આપણે બીજું કઈ કરી શકીએ ખરા ??? જો આપણા કાંડામાં તાકત હોય તો જ આપણે સેલ્સમેન બનવું....નહીતર વિચારવું શક્ય છે આવતી કાલે આપણે પણ મનસુખ જેમ ફસાઈ શકીએ....જરા વિચારજો...

No comments: