Friday, May 27, 2011

Stanely ka dabba

મારા દીકરા યશનો આજે નવમો જન્મ દીવસ. આ વર્ષે અમે નક્કી કર્યું કે જન્મ દિવસના આગળના દિવસે એટલે કે ૨૬ તારીખે અમે યશને લઇ બહાર રહીશું અને આજે એટલે કે ૨૭ તારીખે પુરો દીવસ ઘરે પરીવાર સાથે...ગઈ કાલે યશ સાથે હિન્દી ફિલ્મ “સ્તેન્લીકા ડબ્બા” જોવાનું થયું. એક એવી ફિલ્મ જે આપણા આત્માને અને મનને વિચારતા કરી મુકે...ફિલ્મની સ્ટોરી બહુ સારી, સ્ટેન્લી અને તેના ટાબરિય ટોળીનો અભિનય અદભુત છે. અભિનય ની દ્રષ્ટિએ બાકીના કલાકારોએ એવરેજ અભિનય કર્યો છે. આ ફિલ્મ એક એવા બાળકની છે જેને માં ન હોવા છતાં સમાજને ક્યારેય બતાવવા માંગતો નથી કે તે માં બાપ વિના અનાથનું જીવન જીવે છે. માં ન હોવાનું દર્દ પાંચમા ધોરણ નો સ્ટેન્લી જાતે જ સહન કરી દુનિયાને કોઈ નવો જ સંદેશ આપવા માંગે છે. આમતો ફિલ્મ વિદ્યાર્થીના તિફિન્બોક્ષ્ અને ખડૂસ સર આજુબાજુ રહેછે પરંતુ સાથે સાથે ક્લાસરૂમ ટેકનીક્સ, શિક્ષકની માનસિકતા, સિસ્ટમ, દેરક શાળામાં જુદા જુદા સ્વભાવ વાળા શિક્ષકો, દરેક શાળામાં એક એવા શિક્ષક જેના કારણે શાળનું આગવું અનોખું નામ હોય, એક એવા શિક્ષક જેનું સ્થાન દરેક વિદ્યાર્થીના હૃદયમાં હોય. એક શિક્ષક ની નજરે કોઈ પ્રોજેક્ટ કે કાર્ય તુચ્છ હોય તો બીજા શિક્ષક્નિ નજરે એ કાર્ય અતિ મહત્વનું હોય...શઇક્ષક ની દ્રષ્ટિ અને વિઝન બહુ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ખરાબ વર્તન વાળા શિક્ષક્નુ વિદ્યાર્થીના હદયમાં સ્થાન અને આવા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને થતા અન્યાય સામે વિદ્યાર્થીઓએ શોધેલ રસ્તાઓ સુંદર રીતે બતાવ્યા છે....Every child is special ની વાત આ ફિલ્મ માં સરળ અને સરસ રીતે મૂકી છે. દરેક શિક્ષકે આ ફિલ્મ ખાસ જોવી જોઈએ એવું મારું માનવું છે. બાળકોની ટીફીન ના ડબ્બા માટેની દોડા દોડ, આનંદ અને સાથે મળી સાથે બેસી જમવાની મજા માનતા એ સૌ કોઈ ને જોઈ કહી શકાય કે ટીફીન નો ડબ્બો એ માત્ર ડબ્બો જ નથી બલકે તેમાં પૌષ્ટિકતા સાથેસાથે છે ડબ્બો બનાવી ભરનાર (મા કે અન્ય કોઈ પણ જે બાળક માટે પ્રેમથી ડબ્બો ભારે છે ) ની મમતા, પ્રેમ અને વાત્સલ્ય. ફિલ્મ પૂરી થયા પછી બહાર નીકળી મેં યશ સામે જોયું તો તે પણ સ્ટેન્લી ની જેમજ મારી સામે મલકી ગયો, તેનું સ્મિત ઘણું બધું કહેતું લાગ્યું. હું પણ મારા હૃદયના ભાવોને દબાવી મારા ચહેરા પરની વ્યથા છુપાવવા નિરર્થક પ્રયત્ન કરવા લાગ્યો. યશની ફિલ્મ પરની અસર હું બહુ સારી રીતે સમજી શકતો હતો. મને આનંદ એ વાતનો છે કે મારો નવ વરસનો દીકરો યશ મનોબળમાં મારાથી પણ વધારે મોટો અને મજબુત છે, આટલી નાની ઉંમરે તેની પરિપકવતા એ તેની ઉજ્જવળ આવતી કાલની નિશાની છે.


No comments: