Wednesday, May 25, 2011

Who am I ?

આજે મારા મોબાઈલ પર એક એસ.એમ.એસ આવ્યો. એસ.એમ.એસ માં લખેલ Who is the most lucky man of this week? Ans: Kanimozhi’s husband. (Rs.214 corores in hand and wife is in the jail! Telecom Jindabad… આવા એસ.એમ.એસ આપ ને પણ મળ્યા હશે? આપણે જાણીએ છીએ કે છેલ્લા થોડાક મહિનાઓમાં દેશના કેટલાક નેતાઓ, અધિકારીઓ અને તેમના સાથીદારો જેલમાં છે. જેઓ જેલમાં છે તેઓ અત્યારે આરોપીઓ હોઈ તેઓએ કોઈ ભ્રષ્ટાચાર કર્યો હશે કે કેમ તે તો ભગવાન જાણે. પરંતુ કદાચ કર્યો હોય તો પણ માત્ર પોતાના માટે તો નહિ જ ને ? વાલિયા લુંટારા ની વાત યાદ હશે ? મહર્ષિએ વાલિયાને પાપ કરવાનું કારણ પુછતા તેણે કહેલ કે તે જે કઈ કરે છે તે તેના પરીવાર માટે કરે છે. મહર્ષિ એ ફરી પૂછ્યું કે તારો પરીવાર તારા પાપ કર્મનો ભાગીદાર ખરો ? વાલિયાએ આંખોબંધ કરી કહી દીધું કે હા મારા પરિવાર પર મને વિશ્વાસ છે તેઓ મારા સુખે સુખી અને દુખે દુખી છે અને મારા તમામ કર્મો ના સહભાગી પણ ... મહર્ષિએ ફરી કહ્યું કે એમ ન માનું ભાઈ , જા તું પૂછીને આવ પછી મને લુંટી શકે છે. વાલિયો પોતાના ઘરે ગયો અને પરિવારને પૂછ્યું કે શું તમે મારા પાપમાં સહભાગી છો ? પરિવારે સ્પષ્ટ શબ્દોમાં ના કહી વાલિયાની ઝાટકણી કાઢી અને વાલિયો મહર્ષિ દ્વારા અપાયેલ જ્ઞાન થી વાલિયા માંથી વાલ્મીકી બન્યો...વિગેરે વિગેરે વાતોથી આપણે પરિચિત છીએ.આપના દેશના નેતાઓ, અધિકારીઓ કે તે તમામે કોઈ પણ પ્રકારનું પાપ કર્મ કરતા પહેલા વાલિયાને જરૂરથી યાદ કરી લેવો જ રહ્યો કારણ પોતાના દ્વારા કમાયેલ કાળા નાણાનો ઉપયોગ પરિવારના સૌ કોઈ સભ્યો કરશે પરંતુ સજા ભોગવના સમયે તેઓ આપના કમાયેલ ધન ને ભોગવશે પરંતુ સજામાં સહભાગી નહિ થાય. તો પછી આપણે શા માટે એવા કર્મો કરીએ જેની સજા આપણે ભોગવવી અને ફાયદા સૌ કોઈ ને...!!! આપણે જે સ્થાને હોઈએ તે સ્થાને કરવામાં આવતા આપના સારા અને ખરાબ કાર્યને સમાજના સૌ કોઈ જનતા જ હોય છે જે એક દિવસ સમાજ સામે આવે...અત્યારે જેલમાં સજા ભોગવી રહેલ કોઈને પૂછશું તો કહેશે કે પરિવારના ભલા માટે, પરિવારના પ્રત્યેક સભ્ય ને સુખ સગવડ મળે તે માટે તેઓએ ભ્રષ્ટાચાર કે ચોરી કરી અને પરીવાર ઘરે એસી રૂમ માં આરામ ફરમાવે અને પૈસા, સત્તા, મોભો, નામના, સાઈનિંગ ના ભૂખ્યા એ સૌ કોઈ નેતા, અમલદાર કે અધિકારી જેલમાં પોતાના પાપ કર્મોનો પશ્ચાતાપ કરે છે. આપણા ધર્મગ્રંથોમાં આ બધી જ વાતો સરળતાથી સમજી શકાય તેવા ઉદાહરણ થી સમજી સકાય તેમ છે. આમ તો એક પ્રશ્ન નો જવાબ આપણ ને મળે ‘હું કોણ છું ?’ ‘Who am I ?’ તો જીવન નો આનંદ એમ એમ મળતો થઇ જાય. આપણે આપણા શરીરની કે મનના આનંદ માટે તમામ ખોટા કામો કરીએ છીએ નહિ કે આત્માના આનંદ માટે. આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે આત્મા છીએ ન શરીર કે મન. આતો કપડા શરીરના માલિક બની ગયા હોય એમ આપણું શરીર આપણા આત્માનું માલિક બની ગયું છે. આપણ ને નવી ગાડી લેવાની ઈચ્છા થાય અને લઈએ ... બે ચાર દિવસ પછી ફરી એથી વધુ સારી સગવડતા ભરી ગાડી માં મન લલચાશે કારણ શરીર ને સગવડ જોઈએ અને મન ને આનંદ. સગવડતા ક્યારેય આત્માને લાંબા સમય સુંધી ટકનાર આનંદ ન જ આપી શકે !!! આથી કોઈ પણ કાર્ય કરતા પહેલા ‘હું કોણ છું ?’ અર્થાત ‘Who am I ?’ નો જવાબ મળી જાય અને તે અનુસાર કાર્ય કરીએ તો જરૂર સફળતા મળે....લાંચ રૂસ્વત લેનાર સમાજના એ સૌ કોઈ કર્મચારી, અધિકારી કે પદાધિકારીએ એક વાર જરૂર વિચારવું કે હું જયારે વૃદ્ધ બની પથારીમાં મારા આ કર્મોને ભોગવતો હોઈશ ત્યારે મારા આ કર્મો દ્વારા કરાયેલ મહાપાપની સજા હું ભોગવી શકીશ ખરો ??? કારણ તે સમયે મારી પાસે ન તો હશે સત્તા કે ન સહન કરવાની શક્તિ . માત્ર સંપતિથી હું મારા દુખોને સહન કરી શકુ એવી શક્તિ નહી મળે ?? એ સમયે હું મારી જાતને માફ કરી શકીશ? જો વ્યક્તિ આટલું વિચારતો થશે તો કદાચ ફરી આવા એસ.એમ.એસ જોવા નહી મળે. વાલિયા નહિ હોય બધાં વાલ્મિકી જ જોવા મળશે...ખરુને ?

No comments: