Thursday, September 8, 2011

once again blast in delhi ...

ફરી દિલ્હી દહેલી...ફરી ભારતીયોના સ્વમાન અને સંરક્ષણન પર પ્રશ્નાર્થ લગાવાયો...ભારતમાં ફરનાર ભારતીય સુરક્ષિત છે ? ન્યાયાલય સામે સાડા ત્રણ મહિનામાં ફરી બોમ્બબ્લાસ્ટ થાય અને નિર્દોષને સજા મળે ..રાજકારણીયો દરેક આતંકવાદી હુમલા પછી હુમલાખોરોને સખતમાં સખત સજા કરવાનું પોકળ વચન આપી સમય પસાર કરવામાં આવે અને સમય જતા નવો હુમલો થાય અને જુના હુમલાને પ્રજા ભૂલી જાય...દેશની રક્ષા નહિ કરી શકનાર નપુંશક રાજકરનીયોને પાછા મોકલવાનો તેમજ ફરીથી ચૂંટણીમાં ઉમેદવારી કરેતો રીજેક્ટ કરવાનો સમય પાકી ગયો છે. દેશને બચાવવા , પોતાની જાતને બચાવવા હવે ચોક્કસ પ્રકારની સિસ્ટમને ડેવલપ કરવીજ રહી.મેં અગાઉ બે વરસ પહેલા આ બ્લોગ પર જ ભારતીય હવે જાગશે અને હાથમાં વેપન લેશે પર લખેલ.ભારતીય હવે જગ્યા છે અને હજુ પણ જાગશે...મેં અગાઉ લખેલ કે We want Freedom in real meaning… Each and every India Hindu,Muslim,Shikh,Christian,Parsi each and every are together and ready to fight against terrorism. We the people of India request you all our respected leader please save India…It’s our humble request to those politicians who always try to keep happy terrorist and their organization at the cost life of India's common man.....Let's get all together to built happy nation...happy Hindustan...ભારતીય હવે લડવા તૈયાર છે માત્ર પોલીસ પર જ દોષ દેવો કેટલો યોગ્ય ?પોલીસ દ્વારા પકડાયેલ અને ન્યાયાલય દ્વારા મૃત્યુ દંડની સજા અપાયેલ ગુનેગાર-આતંકવાદીઓ હજુ પણ સિસ્ટમના આશીર્વાદથી જેલમાં આરામ ફરમાવી રહ્યા છે.વળી પોલીસ તંત્ર જેઓ નો મોટાભાગનો સ્ટાફ રાજકરનીઓના રક્ષાન અને બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે ગુનાખોરી વધી છે,જેમ વર્ગમાં ૩૦ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક્નિ માગણી છે તેમ રક્ષાન અપાતા એરિયામાં જન સંખ્યા મુજબ પોલીસ ઉપલબ્ધ જરૂરી છે.શું આપણી પાસે પુરતો પોલીસ સ્ટાફ ખરો જે માત્ર જન સુરક્ષા માં રોકાયેલો હોય ? એવી કોઈ સિસ્ટમ ન ડેવલપ કરી શકાય જેનાથી ગુનેગાર ઓછા થાય ,પોલીસ સ્વતંત્ર રીતે પોતાનું કામ કરી શકે ?સરળતાથી પોલીસ ગુનેગાર સુંધી પહોંચી શકે ? વરસે દહાડે લાખો કરોડો રૂપિયા આપણે સુરક્ષા માટે ખર્ચીએ છીએ ત્યારે એક વખત ટેકનોલોજીનો ઉપયોગ કરી, અહી જણાવેલ સિસ્ટમને અમલી કરવાથી પોલીસ તંત્ર અને ઇન્વેસ્ટીગેશન એજન્સીસ ને ઘણો ફાયદો થઇ શકે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલ કરે તો દેશને માર્ગદર્શન મળશે અને દેશને નવી દિશા મળશે.



દરેક ચાર રસ્તા, મુખ્ય રસ્તાઓ, દરેક સોસાયટીના પ્રવેશ-નિકાસ દ્વાર, ગામના પ્રવેશ દ્વાર, પર સી.સી ટી.વી કેમરા લગાવવામાં આવે તેમજ દરેક કેમેરામાં સંગ્રહિત ડેટા ઓછામાં ઓછા છ – સાત મહિના રાખવામાં આવે તો જરૂર થી ફાયદો થાય.( કેમેરા બંધ હોય તો તેની સંપૂર્ણ જવાબદારી તેમજ સખ્ત સજા જે-તે એજન્સીસ ને આપવી) આમ કરવાથી માત્ર આતંકવાદીને જ પકડવામાં મદદ કરવા સાથે સાથે અન્ય ગુનેગારો,થતી ખોટી ફરિયાદો પર પોલીસને ઘણો ફાયદો થાય અને નિર્દોષને ન્યાય મળે.ખોટી ફરિયાદ કરનારને પોતાની પોકળતા પકડાઈ જવાનો ડર રહે અને ખોટી ફરિયાદોમાં પોલીસ પોતાનો સમયમાં બગાડવા બદલે સાચા કેશમાં પોતાનો સમય આપી શકે.જાહેર રસ્તા પર કેમરા હોઈ વાહન ચાલકો ક્યારેક પોલીસ પર પચાસ-સો રૂપિયા પડાવવાના ખોટા આરોપ મુકે છે તે પણ બંધ થાય અને પોલીસ સ્વમાનભેર જીવન જીવી શકે.

No comments: