ભારતની શિક્ષણ પદ્ધતિને જો આદર્શ પરિસ્થિતિમાં જોઈએ તો
આપણે ભૂતકાળમાં બોલતા હતા “સા વિદ્યા વિમુક્તયે "
અને આજે બોલીએ છીએ “સૌ ભણે સૌ આગળ વધે!"
બંને બાબતોમાં આજની આપણી શિક્ષણ પદ્ધતિ વાસ્તવિકતાની ધરાતલ પર ખોટી પડે છે!
1. શું આપણી શાળામાં આવતા બધા બાળકો બધું શીખે છે?
2. શું આપણે બધાને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ?
3. શું આપણે દરેક બાળકને પોતાની ગતિથી શીખવાનો સમય આપીએ છીએ?
4. શું આપણે શિક્ષણ વર્ગખંડની બહાર પણ હોઈ શકે તે સ્વીકારીએ છીએ?
5. શું આપણે Every child is special એમ માનીએ છીએ?
6. શું આપણે બાળકને તેની પાંચેય ઇન્દ્રિયોથી શીખવાનો મોકો આપ્યો છે?
7. શું આપણે બાળકની વયને ધ્યાનમાં રાખી શૈક્ષણીક સાધનો બનાવ્યા છે?
8. શું આપણે દરેક બાળકને તેને જોઈએ તેટલો આપણો સમય આપી શક્યા છીએ?
9. શું આપણે બાળકને પોતાના મિત્ર પાસેથી શીખવાનો મોકો આપ્યો છે?
10. શું આપણે બાળકને તેની જાતે શીખવાની તક આપી છે?
11. શું આપણે બાળકનું સતત મૂલ્યાંકન કર્યું છે?
12. શું આપણા બાળકો પરિક્ષાની ચિંતાથી મુક્ત છે?
• જો જવાબ “ના” હોય તો સા વિદ્યા વિમુક્તયે ક્યાંથી?
• જો જવાબ “ના” હોય તો સૌ ક્યાંથી ભણશે?
ખુશી એ વાતની છે કે આ બધા પ્રશ્નોને ઉકેલ આપતી નવી શિક્ષણ પદ્ધતિ ગત વર્ષથી આપણા રાજ્યમાં પહેલા અને બીજા ધોરણમાં શરુ થઇ છે – જે આ વર્ષે ધોરણ ૩ આજને ચાર સુધી વિસ્તારી છે. ગત વર્ષે રાજ્યની ૨૫૮ શાળામાં પાઈલોટ કાર્ય પછી હાલમાં ધો-૧ અને ૨ નો ફેઝ-૨ રાજ્યના દરેક તાલુકાની ૧૦ શાળાઓમાં ચાલી રહ્યો છે. સાથે સાથે- ધો-૩ અને ૪ નું પાઈલોટ ગત વર્ષની ૨૫૮ શાળામાં ચાલુ છે.
પ્રજ્ઞા – પ્રવૃત્તિ લક્ષી જ્ઞાન
શિક્ષણક્ષેત્રે આપણી સૌની ચિંતાઓ અને વિદ્યાર્થીઓમાં અભ્યાસસ્તરનું વૈવિધ્ય બંને વધતું જાય છે.
આ વૈવિધ્ય કુદરતી અને ઇચ્છનીય છે, છતાં પણ તેને કારણે આપણી વર્ગની શૈક્ષણિક ગુણવત્તા પર પ્રશ્નાર્થ લાગતા જ જાય છે,તેમાંય આપણા વિદ્યાર્થીઓની કૌટુંબિક પરિસ્થિતિને કારણે રહેતી તેમની અનિયમિતતા,તેની અનિશ્ચિત ગેરહાજરી..ધીમે ધીમે બાળકને શિક્ષણ (જેને આપણે શિક્ષણ માનીએ છીએ-બાળકો નહિ) પ્રત્યે અરુચિ થતી જાય છે. આવા અનેક પ્રશ્નો અને પડકારો આપણી સામે છે તેની સામે શાહમૃગવૃતિ રાખી શકાય જ નહિ. શિક્ષણ Dynamic છે તો તેને બાળક સુધી પહોંચાડવાના અભિગમ પણ Dynamic જ હોવા જોઈએ.
શિક્ષણના કેટલાક Basic છે...જેને આપને પી.ટી.સી. વખતે તેને થીયરી કહેતા હતા તે..જેને લાગતા કેટલાક પ્રશ્નો આપણે ઉપર જોઈ ગયા..તે બધાને ધ્યાનમાં રાખી શૈક્ષણિક કાર્ય થઇ શકે તે માટેના પ્રજ્ઞા અભિગમની વાત પણ થઇ ..તેની શરૂઆતથી જ અમને કેટલીક વાતો સ્પષ્ટ થઇ રહી છે તે-
1. અહી અભ્યાસક્રમ શિક્ષક્ના હાથમાં રહેવાને બદલે દીવાલ પર રંગીન Ladder ના રૂપે છે. તેથી અભ્યાસક્રમ શિક્ષકે નહિ પણ વિદ્યાર્થીએ પુરો કરવાનો છે.
2. દરેકને પોતાની ગતિ અને પોતાના સમયે શીખવાની છૂટ છે.
3. શિક્ષક હવે સાહેબ કે બેન નથી, તે પણ સાથે બેસી(પહેલાની જેમ સામે બેસીને નહિ)તેને મદદ કરે છે. તેથી હવે તેને શાળામાં અજાણ્યું કે અતડું કશું લાગતું નથી.
4. અહી વિદ્યાર્થીને ફક્ત શિક્ષક પાસેથી જ શીખવું ફરજીયાત નથી તે પોતાના જેવડા-પોતાનાથી મોટા કે પોતાનાથી નાના વિદ્યાર્થી પાસેથી પણ શીખી શકે છે.
5. અને અમને જોવા મળેલો સૌથી મોટો ફાયદો એ છે કે અહી વિદ્યાર્થી એક મુદ્દો શીખે તે દરમિયાન તેના શીખવા માટે જરૂરી તેવા બધા પગથીયોમાંથી તેને પસાર થવું જ પડે છે..જેમકે તે નવો કોઈ મુદ્દો શીખે, દ્રઢીકરણ કરે, મહાવરો કરે તેનો ઉપયોગ કરતા શીખે, તે પછી તરત તે જ મુદ્દાને લાગતું મૂલ્યાંકન થાય અને જો જરૂર જણાય તો ત્યાં જ તેનું ઉપચારાત્મક કાર્ય થાય
કેટલીક ખાસ કહેવા જેવી બાબતો –
• પ્રજ્ઞા એટલે ચોપડીને બદલે કાર્ડ ભણાવવા એવો ખ્યાલ ના રાખો-અહી એક ક્રમ આપ્યો છે, આપનો ધ્યેય તે ક્રમ પુરો કરી દેવો તે નહિ પણ તેના સંદર્ભે આપેલ હેતુઓ ની સિદ્ધિ થાય તે હોવો જોઈએ.
• આપને જરૂર જણાય ત્યાં આપની કક્ષાએથી પ્રવૃતિઓ ઉમેરી શકો છો.
• અહી, શીખવાની પ્રક્રિયા મહત્વની છે-શીખવી દેવાની નહિ.
• શરૂઆતમાં ચોક્કસ પણે એક ક્રમ અને નિયમિત રીતે – લેડર જોવી, તરે ઓળખવી, કાર્ડ લેવું અને પોતાની યોગ્ય જગ્યાએ બેસવું- શીખવામાં મદદ કરશો તો શિક્ષક તરીકે તમારા કાર્યમાં બળ મળશે જ.
• આમ જોવા જઈએ તો RTE ના અમલ પછી દરેક વર્ગખંડમાં હવે એક જ વર્ગ – ધોરણ ના વિદ્યાર્થીઓ નહિ હોય, તે ભલે પાંચમાં ધોરણ ના ખંડમાં બેઠેલ હોય પણ જો તેણે હજુ ધો-૪ કે ધો-૩ ના હેતુઓની પ્રાપ્તિ ના કરી હોય તો આપ તેણે નાપાસ કરી રોકી રાખી શકશો નહિ, તેણે તે હેતુઓની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થવું પડશે.
• આવી સ્થિતિમાં પ્રજ્ઞા આપ સૌને દરેક વિદ્યાર્થીને તેની કક્ષાએ જઈને મદદ કરવી એટલે શું – તે ખરા અર્થમાં સમજાવશે.
No comments:
Post a Comment