Monday, November 14, 2011

Newly appointed Teachers (Vidhyasahayak) Training

પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા લાવવા તેમજ નવનિયુક્ત વિધ્યાસહયાક સ્કીમ અન્વયે નિયુક્ત થયેલ શિક્ષકોના શિક્ષકત્વના નિખાર માટે રાજ્ય શિક્ષણ વિભાગની પ્રેરણા મુજબ સર્વ શિક્ષા અભિયાન મિશન ગાંધીનગર અને જી.સી.ઈ.આર.ટી માર્ગદર્શન મુજબ રાજ્યમાં નવ નિયુક્ત શિક્ષક-વિદ્યાસહાયક દિવાળી વેકેશન દરમિયાન આઠ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ જિલ્લામાં તારીખ ૫ નવેમ્બર થી ૧૨ નવેમ્બર દરમિયાન આ તાલીમનું આયોજન કરાયું. જે માટે ગયા મહિને જીલ્લાના વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા તૈયાર કરાયેલ તાલીમી સાહિત્યનો ઉપયોગ કરાયો. જેમાં ૧૬ જેટલા વિવિધ વિષયોનો સમાવેસહ કરાયેલ. ૧. પ્રાથમિક શિક્ષણમાં શૈક્ષણીક વ્યવસ્થાપન અને પ્રશાસન, ૨. ક્રિયાત્મક સંશોધન અને રીસર્ચ સ્ટડી, ૩.નેશનલ કરિકયુલમ ફ્રેમવર્ક ૨૦૦૫, ૪.સરકારશ્રીની વિવિધ યોજનાઓ, ૫.અધ્યયન-અધ્યાપનની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા, ૬.શૈક્ષણિક પ્રવાસ-પર્યટન-એક્સોપોઝર વિઝીટ, ૭. Project Base Learning, ૮. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અને નિયમો, ૯.રાઈટ ટુ એજ્યુકેશન, ૧૦. સ્કુલ મેનેજમેન્ટ કમીટી, ૧૧.પ્રવુત્તિલક્ષી શિક્ષણ, ૧૨.શૈક્ષણિક મૂલ્યાંકન પ્રવિધિઓ, ૧૩.લેખન, ૧૪.ગુણોત્સવ, ૧૫.GAP, ૧૬.મીતાક્ષરો. આ તમામ વિષયો દ્વારા વિદ્યાસહાયક ને શિક્ષકના કાર્ય વિષે પુરતા માહિતગાર કરી શકાય તે રીતે વિષયોની છણાવટ કરેલ છે. આ વિષયો તાલીમાર્થી વિદ્યાસહાયક સુંધી પહોંચાડવા જીલ્લાના દરેક બ્લોકના વિષય નિષ્ણાત તજજ્ઞ (શિક્ષક) ને માર્ગદર્શન માટે બેઠકનું આયોજન કરવામાં આવેલ. તાલીમી સાહિત્ય આધારે પ્રથમ ચાર દિવસ તાલીમ આપવામાં આવી જયારે બાકીના ચાર દિવસ પાઠ્યપુસ્તક પરિચય અને વિષયવસ્તુ આધારે તાલીમ આપવામાં આવી. પાઠ્યપુસ્તક પરિચય અને લેખન સંદર્ભે વિદ્યાસહાયક શિક્ષક્ને માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજ્ય કક્ષાના વિષય નિષ્ણાત લેખાક્શ્રીઓ, જી.સી.ઈ.આર.ટી નિર્મિત પાઠ્યપુસ્તક નિર્માણ પ્રક્રિયામાં કન્વીનર તરીકે કામ કરતા જી.સી.ઈ.આર.ટીના સબ્જેક્ટ એક્ષપર્ટશ્રીઓએ બાયસેગ માધ્યમે તમામ શિક્ષકોને તારીખ ૯ અને તારીખ ૧૧ નવેમ્બર સવાર ૧૦ કલાક થી સાંજે ૫.૩૦ કલાક દરમિયાન જુદા જુદા વિષયો પર તાલીમ આપી. પ્રથમ દિવસે એટલેકે ૯ નવેમ્બરના દિવસે શ્રી મુકેશભાઈ પરમાર એકાઉન્ટ ઓફિસર SSAM,અમદાવાદ દ્વારા તાલીમ આયોજન અને સ્વાગત પ્રવચન થી તાલીમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ શ્રી કિશોરભાઈ પાર્થ સીનીયર લેકચરર, ડાયેટ-અમદાવાદા(ગ્રામ્ય) દ્વારા દિવાસ્વપ્ન પુસ્તક સમીક્ષા કરાઈ. શ્રી રાઘવજી માધડ કન્વીનરશ્રી ગુજરાતી પાઠ્યપુસ્તક, લેખાક શ્રી કલ્પેશભાઈ પટેલ, ડૉ ભીખુભાઈ વેગડા, શ્રી મીનેશભાઈ વાણંદ દ્વારા પાઠ્યપુસ્તક સ્નાદાર્ભે ચર્ચા, પ્રશ્નોત્તરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. શ્રી પ્રકાસભાઇ સોની કન્વીનરશ્રી હિન્દી પાઠ્યપુસ્તક તેમજ લેખક શ્રી રમેશભાઈ પરમાર, શ્રી દિક્ષિતાબેન ઠક્કર દ્વારા હિન્દી પાઠ્યપુસ્તક સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. ભોજન વિરામ બાદ અંગ્રેજી પાઠ્યપુસ્તક લેખક શ્રી રાકેશભાઈ પટેલ દ્વારા પાઠ્યપુસ્તક ચર્ચા, માર્ગદર્શન અપાયું. માનનીય જીલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી બન્છાનીધી પાની દ્વારા શિક્ષક પાસે સમાજની અપેક્ષાઓ અંગે માર્ગદર્શન અપાયું. માન.ડી.ડી.ઓ સાહેબે ધોરણ ૪ અંગ્રેજી વાતાવરણ નિર્માણ અને વિદ્યાર્થી દૈનિક નોંધપોથી માટે જિલ્લામાં બે પાયલટ પ્રોજેક્ટ મુક્યા. (જે અંગે અલગથી પોસ્ટ લખેલ છે.) માનનીય જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધીઅકારી શ્રી એમ.એમ.જાની સાહેબ દ્વારા માર્ગદર્શિત સુચનો અને સમાપન કરવામાં આવ્યું. જીલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસ્વામી સાહેબ સતત પોતાના આગવા વ્યક્તિત્વ દ્વારા આવનાર વિષય નિષ્ણાત તેમજ ટી એજ્યુકેશનના સભ્યોને કાર્યક્રમની સફળતા માટે માર્ગદર્શન આપતા રહ્યા.

તારીખ ૧૧ નવેમ્બર ના દિવસે દૂરવર્તી તાલીમની શરૂઆત ટીચર્સ ટ્રેનીંગ ઓફિસર શ્રી દિલીપભાઈ વડેરા એ તાલીમ સંદર્ભે માર્ગદર્શનથી કરી.ત્યારબાદ ગણિત વિષય પર વિષય નિષ્ણાત અને પાઠ્યપુસ્તક લેખન સાથે સંકળાયેલ શ્રી રોહિતભાઈ રાવલ, શ્રી હરિભાઈ ઠક્કર, શ્રી જીગ્નેશભાઈ શાહ અને સુકેતુભાઈ યાજ્ઞિક દ્વારા ગણિત વિષયને રસપ્રદ બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય સંદર્ભે પાઠ્યપુસ્તક લેખન સાથે સંકળાયેલ કન્વીનર ડૉ ભૌમિકભાઈ ત્રિવેદી તેમજ શ્રી યોગેશભાઈ પટેલ અને શ્રી તેજસભાઈ દ્વારા વિષય સંદર્ભે ચર્ચા કરી. ભોજન વિરામ બાદ શ્રી દિનેશભાઈ દેસાઈ, કન્વીનરશ્રી Q.E.CELL, SSAM, Gaaandhinagar દ્વારા શિક્ષકત્વના નિખાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસ્વામી સાહેબના પ્રેરક ઉદબોધન બાદ સામાજિક વિજ્ઞાન અંગે વિષય કન્વીનર ડૉ સંજયભાઈ ત્રિવેદી, શ્રી એસ.જી.શેખ, શ્રી હરજીભાઈ પ્રજાપતિ અને શ્રી ભાવેશભાઈ પંડ્યા દ્વારા પાઠ્યપુસ્તક સમીક્ષા કરાઈ. તમામ વિષયના અંતે શિક્ષકોનિ મૂંઝવણ, પ્રશ્નોના માર્ગદર્શન માટે પ્રશ્નોત્તરી રકહાવામાં આવેલ જેમાં શિક્ષકોએ ટેલીફોન માધ્યમે પ્રશ્નો કર્યા અને તે જ સમયે વિષય નિષ્ણાત દ્વારા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. શ્રી ધીરેનભાઈ, જાસ્મીનબેન,કૃપાબેન , શ્રી સરવૈયા ભાઈ અને ગ્રુપ દ્વારા સમયાંતરે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલ કાવ્યોનું ગાન કરાયું જેથી ગુજરાતી,હિન્દી,અંગ્રેજી વિષયના કાવ્યોના રાગ-લય-તાલ થી નવનિયુકત શિક્ષકો પરિચિત થાય. ટેકનીકલ સપોર્ટ માટે ટીમ એજ્યુકેશન ના સભ્યો શ્રી રમેશભાઈ લાધેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી ગીરીશભાઈ પંચાલ અને શ્રી ચંદ્રેશભાઈ દરજી દ્વારા ટેકનીકલ સપોર્ટ માટે સહાય આપવામાં આવી.તારીખ ૧૦ અને ૧૨ નવેમ્બરના દિવસે બ્લોક પર એટલેકે તાલીમ સ્થળ પર વિષય સંદર્ભે અગાઉ ક્લસ્ટર કક્ષાએ યોજાયેલ એક દિવસીય તાલીમ સંદર્ભે ચર્ચા, વિષય માર્ગદર્શન આપવામાં આવ્યું.























No comments: