રુદાતલ ક્લસ્ટરના કો ઓર્ડીનેટર શ્રી ધરમશીભાઈ દેસાઈ સાથે ટેલીફોનીક સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેઓએ ક્લસ્ટર પર આચાર્ય મીટીંગ રાખેલ હોઈ તેઓ ક્લસ્ટર પર હાજર હોઈ ગઈ કાલ સાંજે લગભગ ચાર કલાકે મારા ક્લસ્ટર નદીશાળાની બાજુનું ક્લસ્ટર રુદાતલ ક્લસ્ટર પર ધોરણ ચાર અંગ્રેજી વાતાવરણ નિર્માણ પ્રોજેક્ટ કાર્ય જોવા જવા નું થયું. અમારા જીલ્લાના આયોજન મુજબ આ પાયલોટ પ્રોજેક્ટ કાર્ય ૪ થી ૪.૩૫ કરવાનું હોય છે. શાળા-રુદાતલ પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી બાબુભા જાડેજા સાથે પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેમની શાળાના અમલી બંને પાયલોટ પ્રોજેક્ટ કાર્યક્રમ “મારી શાળા દૈનિક કાર્ય નોંધપોથી” ધોરણ ૭ અને અંગ્રેજી વાતાવરણ નિર્માણ કાર્યક્રમ ધોરણ ચાર વિષે તેઓ સાથે ચર્ચા કરી. તેઓની દ્રષ્ટિએ “આ બંને કાર્ય અતિ મહત્વના છે અને અમને ગમવા લાગ્યા છે...” સંભાળતા ખુબ આનંદ થયો. વિદ્યાર્થીની નોંધપોથી જોતા થયું કે માન.ડી.ડી.ઓ સાહેબની અપેક્ષા મુજબ વિદ્યાર્થીઓ નોંધપોથી લખી રહ્યા છે. અંગ્રેજીનું વાતાવરણ નિર્માણ કાર્ય કરનાર શ્રી પ્રગ્નેશભાઈ નવનિયુક્ત વિદ્યાસહાયક છે પરંતુ તેમનું વર્ગ કાર્ય અને વિદ્યાર્થીઓ સાથેની આત્મીયતા જોતા એમ લાગે કે તેઓ ઘણા અનુભવી છે અને દિલ થી કામ કરી રહ્યા છે...અમારી જીલ્લા ટીમ એજ્યુકેશનના નવા સભ્યો આટલા આત્મવિશ્વાસથી કામ કરવા માટેનું કારણ કદાચ અમારા જીલ્લા કક્ષાના મોટીવેટર માન. શ્રી ચેરમેન સાહેબ, માન.શ્રી ડી.પી.ઓ સાહેબ, તેમના આચાર્ય શ્રી જાડેજા સાહેબ કે તેઓના કો ઓર્ડીનેટર અને તેઓ જાતે હોઈ શકે...વર્ગનું કેટલુક વિડીયો રેકોર્ડીંગ આપને વર્ગકાર્યનો જીવંત અનુભવ પુરો પાડશે અને આપના સુચન, મંતવ્યો અમને મોટીવેશન અને માર્ગદર્શન પૂરું પડશે. આ ક્લસ્ટરના કો ઓર્ડીનેટર શ્રી ધરમશીભાઈ દેસાઈ, પ્રોજેક્ટમાં અમલીકરણ માટે સહભાગી શિક્ષક શ્રી પ્રગ્નેશભાઈ, આચાર્ય શ્રી બાબુભા જાડેજા અને શાળા પરિવારને અભિનંદન...

No comments:
Post a Comment