Monday, December 26, 2011

Marathon in Ahmedabad, Gujarat

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ગુજરાતની આગવી ઓળખ બનેલ મેરેથોન દોડ માં જવાનું સદભાગ્ય મળ્યું.આપણે જાણીએ છીએ તે મુજબ મેરેથોનના યુધ્ધના મેદાનમાંથી એથેન્સ સુંધી ૪૨-૧૯૫ કિલોમીટર સળંગ દોડીને જનાર  ફીડીપીડીસ નામના સૈનિકની યાદમાં મેરેથોન દોડની શરૂઆત થઇ.વિશ્વમાં સૌ પ્રથમ વાર ૧૮૯૬માં મેરેથોન દોડ દોડાઈ. સમય અને સ્થળ મુજબ આ દોડનું અંતર થોડું બદલાતું રહે છે. સવારે ૬-૩૦ માન.મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેરેથોન દોડ ખુલ્લી મૂકી. લગભગ ૧૪૦૦૦ જેટલા દોડવીરો દ્વારા બપોર ૧ કલાક સુંધી આ દોડ અમદાવાદના રસ્તાઓ પર દોડાઈ. અમદાવાદની ભૌગોલીક રચનાને કારણે ૪૨-૧૯૫ કી.મી. ને બદલે ૩૯.૧ કિલોમીટર જયારે હાફ મેરેથોન ૨૧.૦૯૭૫ બદલે ૧૯.૫ કિલોમીટર દોડી શકાઈ. લગભગ ૧૪૦૦૦ જેટલા દોડવીરો જેમાં નાના બાળકો, યુવાનો અને વૃધ્ધો પણ સહભાગી બન્યા. કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓ વહેલી સવારે ભારત માતાકી જાય, વંદે માતરમ જેવા જાય ઘોસ કરતા ત્યારે વાતાવરણમાં થતું ગુંજન અદભુત આનંદ આપતો. બેન્ડ વાજા અને તંદુરસ્ત તન અને મન ના જયઘોષથી આ રસ્તાઓ આજે રવિવાર હોવા છતાં વહેલા જાગી ગયા એમ લાગ્યું. દેશ વિદેશ થી આવેલ દોડવીરોના એક્યુરેટ સમય માટે ચીપ લગાડવામાં આવી જેથી તેઓને સમયને માપી શકાય. રજીસ્ટર થયેલ દોડવીરોને સફેદ ટી શર્ટ અને રજીસ્ટ્રેશન કાર્ડ આપવામાં આવ્યું. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દોડાયેલ આ સ્પર્ધામાં આવતા વર્ષે ફરી આવવાનું મન બનાવ્યુ. આપ પણ આવતા વર્ષે સહભાગી બની એક નાવીન્યતા સભર કાર્યક્રમમાં સહભાગી બનશો.અમદાવાદ મેરેથોનમાં “એમ નહિ તો આમ” સહભાગી થઇ શકો તે માટે મોબાઈલ વિડીયો ક્લિપ્સ આ સાથે આપને તાજગી મળે તે હેતુએ મુકેલ છે.જરૂરથી નિહાળશો તેમજ આપનો અભિપ્રાય આપશો....

No comments: