Friday, December 2, 2011

English in standard 4th (as knowledge with fun...)

જીલ્લા વિકાસ અધિકારી શ્રી બંછાનિધિ પાની સાહેબે અમદાવાદ જીલ્લાની ૨૨ શાળાઓમાં ધોરણ ૪ અંગ્રેજી વાતાવરણ નિર્માણ કાર્યક્રમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ૯ નવેમ્બરે બાયસેગ પરથી પ્રસારિત ટેલી કોન્ફરન્સમા જાહેર કર્યો. આ માટેનું કામ શાળા કક્ષાએ ૧૪ નવેમ્બર બાલદિન ના દિવસથી શરુ કર્યું. રાજ્યમાંથી કેટલાક શિક્ષક મિત્રો ફોન દ્વારા આ કાર્યક્રમ અમલીકરણ વિષે પૂછતા હોઈ તેમજ તેઓની માંગણીને ધ્યાને લઇ આ પ્રોજેક્ટ વિષે કેટલીક વાત અહી મુકું છું. આમતો મારી અગાઉ3 નવેમ્બર ની આ બ્લોગ પરની પોસ્ટ પરથી આપ ઘણું બધું જાણી ચુક્યા હશો જ. આ પોસ્ટ વાંચવા આપ પેજ સ્ક્રોલ કરી છેલ્લે Older Posts પર ક્લિક કરશો તો જોઈ શકશો.

આ કાર્યક્રમ ધોરણ ચારમાં સ્વેચ્છાએ સ્વીકારેલ અંગ્રેજી વિષયના શિક્ષક/વિદ્યાસહાયક મિત્રોની શાળાઓમાં અમલી કરવામાં આવશે.

ધોરણ ૪ ના વિદ્યાર્થીઓ કેટલીક વાર્તાઓ,બાળગીતો,જોડકણાં જે પાઠ્યક્રમમા નથી તેના ઉપયોગથી તેમજ કેટલીક પરિચિત રમતો, પ્રવૃત્તિઓ, કરાવી તેમજ કેટલીક વાર્તાઓ, કાવ્યો,જોડકણાં જે ધોરણ ૧ થી ૪ના પાઠ્યપુસ્તકમા આપેલ છે તેનો ઉપયોગ કરી નક્કી કરેલ શબ્દોનું જ્ઞાન આપવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓને અંગ્રેજીમા ક્લાસરૂમ લેન્ગ્વેજનો ઉપયોગ કરી અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવશે.

ડીસેમ્બર/જાન્યુઆરી આમ બે મહિનામાં વિદ્યાર્થીને વાતાવરણ આપી ફેબ્રુઆરીમાં મુળાક્ષરનું જ્ઞાન આપવામાં આવશે.મુળાક્ષર શીખવવા માટે a,b,c,d સીધી જ શીખવવા બદલે કેટલીક પ્રવૃત્તિ દ્વારા મૂળાક્ષરને ચિત્રની જેમ ઓળખ કરાવવામાં આવશે તેમજ ઓળખ પછી લેખન કરાવી મુળાક્ષરની ઓળખ કરાવવામાં આવશે. ધોરણ ચારમાં સોમવાર થી ગુરુવાર ચાર દિવસ સાતમાં તાસમાં આ કાર્ય કરવામાં આવશે. જે માટે અઠવાડિયાના મળતા કલાક મુજબ (૨ કલાક ૧૦ મીનીટ), તાસ મુજબ (૪ તાસ) વર્ગખંડ પ્રક્રિયાનું આયોજન કરવા આ તમામ શિક્ષક ભાઈ-બહેનો જેઓ અમલીકરણ કરવા જઈ રહ્યા છે તેઓ તારીખ ૫-૯ નવેમ્બર સાથે બેસી વર્કશોપમાં માઈક્રો પ્લાનીંગ કરશે. કેટલીક વાર્તાઓ,ગીતો,જોડકણાં જે અત્યારે ધોરણ ૧ થી ૪ના પાઠ્યપુસ્તકમાં છે તેમજ વિદ્યાર્થીઓને વધારે પસંદ છે તે તમામ ગુજલીસમાં તૈયાર થશે જયારે કેટલાક બાળગીતો, વાર્તાઓ નવા જ બનશે. આ અંગે મેં અગાઉની પોસ્ટમાં આપેલ છે તેમ છતાં એક નવા ગીતની કેટલીક પંક્તિઓ જે વિદ્યાર્થીઓને ગમતી થઇ ગઈ છે તે અહી આપની જાણ માટે આપું તો, ... સાયકલ સાયકલ રમવું મારે, બાઈઇકલતો કહેવું તેને,(૨) હું બનું છું બાઈસિકલ વાળો, મમ્મી બનશે કાર વાળા મારા પપ્પા ટ્રક ચલાવે ભાઈલા સાયકલ સાયકલ રમવું મારે બાઈસિકલ તો... આ ગીત મેં અંગ્રેજી વાતાવરણ નિર્માણ કાર્યક્રમ ની જાહેરાત બાદ બાયસેગ પરથી થતા પ્રસારણ સમયે ગાયેલ.વાર્તા વિષે પણ અગાઉ આપેલ પોસ્ટમાં લખેલ છે.

દર મહિને પ્રોજેક્ટ અમલી કરનાર શિક્ષક તેમજ સપોર્ટર જે પાયલોટ પ્રોજેક્ટ આયોજનમા સહભાગી બનેલ છે તે સૌની છેલ્લા શુક્રવારે બેઠક થશે જેમાં અનુભવાયેલ મુશ્કેલીઓની ચર્ચા સાથે આગામી મહિનાનું આયોજન કરશે તેમજ જે બાબતોમાં મુશ્કેલી પડેલ હોય તેનો અન્ય સાથે ચર્ચા કરી માર્ગદર્શન મેળવશે. કેટલાક પ્રશ્નો આપવામાં આવશે જેના દ્વારા વર્ગખંડ અસરકારકતા અંગે ચર્ચા કરી જાણી શકાય.રોજે રોજના કામની શિક્ષક લેખિતમાં નોંધ રાખશે.

કાર્યક્રમનું ડોક્યુમેન્ટેનશન કરવામાં આવશે તેમજ જરૂરી ટુલ થી મૂલ્યાંકન પણ કરવામાં આવશે.

આ તમામ કાર્ય અમલી કરનાર શિક્ષકો દ્વારા જ કરવાનું હોઈ જ્યાં તકલીફ જણાય ત્યાં રસ્તા શોધવામાં મુશ્કેલી ઓછી પડશે.

અત્યારે આ કાર્યક્રમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે જીલ્લાની ૨૨ શાળાઓમાં અમલી કરેલ હોઈ સાંકળેલ અપેક્ષિત અભ્યાસક્રમ બ્લોગ પર આપી શકતા નથી જે માટે ક્ષમા કરશો.

આ પ્રોજેક્ટ અંતર્ગત એવી અપેક્ષા નથી કે માર્ચ ૨૦૧૨માં વિદ્યાર્થીઓ ફ્લુએન્ટલી અંગ્રેજી બોલતા હોય પરંતુ ધોરણ ૫ માં અંગ્રેજી શરુ થાય છે ત્યારે સરળતાથી સમજી શકે, શીખી શકે તે મુખ્ય હેતુ છે. વળી એ બાબતનું વીશેષ ધ્યાન રાખ્યું છે કે ધોરણ ૫ અંગ્રેજી પાઠ્યપુસ્તકની કોઈ બાબત ન લેવામાં આવે, પરંતુ ધોરણ ૫ અંગ્રેજી પાઠ્યપુસ્તકને લીન્કેજ કરાતું હોય તેમજ વિદ્યાર્થીઓની પરિચિત વાર્તા, ગીતો, જોડકણાં, ક્લાસરૂમ લેન્ગ્વેજ, લોનવર્ડ વગેરે લેવામાં આવે. વાલીઓ, શાળાના અન્ય શિક્ષકો, વિદ્યાર્થીઓનો અભિપ્રાય લઇ વિદ્યાર્થીઓમાં આ કાર્યક્રમની અસરકારકતા ચકાસી શકાશે. કેટલાક શબ્દો શીખવા કે ભાષા શીખવવા શિક્ષક્ને પૂરી સ્વતંત્રતા આપવામાં આવશે જે થી શિક્ષક્ પોતાના વર્ગખંડ અનુરૂપ જાતે વિચારી કાર્ય કરી શકે તેમજ મહિનાના અંતે બેઠકમાં ચર્ચા કરી માર્ગદર્શન આપી/મેળવી શકે. આ માટે શિક્ષક્ને અલગથી નોંધપોથી આપવામાં આવશે.

આમારી પૂરી ટીમ એજ્યુકેશનને વિશ્વાસ છે કે ગામડાના વાલીઓ અંગ્રેજીના મોહથી કે અભાવને કારણે પ્રતિકુળ સંજોગોમાં, ન ગમવા છતાં બાળકને પ્રાયવેટ શાળાઓમાં મોકલે છે તે આ કાર્યક્રમ દ્વારા ઓછું કરી શકાશે.

English Environment Development Workshop at a glance….

1) - Participant 22

2) - Co coordinators 13

3) - 14 Nov to 29 Feb

4) - Weekly 3 days 35 mnts

5) Nov 3.05 Dec 6.40 hrs+ Jan 6.40+ Feb 5.25 Total 21.55 hrs

6) Objective

7) Environment development

8) Comparison with private schools

9) Easy linkage with STD 5th

10) Need of

English

11) Fun of teaching

12) New project of loan word

13) Guarding can attract

14) Goal of project

15) 87 students will be beneficial

16) 35 teachers will leader to start first time in Gujarat

17) 50 word will be taught

18) 40 Sentences will be teach include class room language

19) Class room language

20) Games

21) Rhymes

22) Activities to improve spoken skill

23) Development of Techniques

24) Exposer visit may held

25) Teaching Learning Material will be developed

26) Success story as document

27) Training material will be develop

28) Documentations

29) Parents involvement

30) Monitoring tool

31) Experience Reflection Application Consolidation based module

32) Action Plan

- Staff meeting

- Time table

- Parents meet

- Goal / target

- Pre test

- Day to day training material

- Experience note

- Monthly meeting for peer group learning discussion

- Problems and remedial

- Progress report

- Action research

- Follow-up work

No comments: