સર્વ શિક્ષા
અભિયાન મિશન,અમદાવાદ દ્વારા થતા કાર્યોની વીડીઓ ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે. આ
ડોક્યુમેન્ટ્રીમાં બેક ગ્રાઉન્ડ વોઇસ (કોમેન્ટ્રી) આપવાનું કામ સદ્કીસ્મતે મને
મળ્યું. ૩૨ મીનીટની આ વીડીઓ ડોક્યુમેન્ટરીની
વિડીયોગ્રાફી એટલી સુંદર કરવામાં આવી છે કે જીલ્લાના વાયબ્રન્ટ એજ્યુકેશન અને નાવીન્ય
પૂર્ણ પ્રયોગો સમાજ સમક્ષ સરળતાથી આવી શકશે. ડોક્યુમેન્ટરી માટેના કોમેન્ટ્રીના
રેકોર્ડીંગ પહેલાં પ્રેકટીસની વિડીયો ક્લીપ (શરૂઆતની) અહી પબ્લીસ કરું છું. આ
ડોક્યુમેન્ટ્રીમાં જિલ્લામાં થતી કામગીરી ને મેલ-ફીમેલ એમ બે વોઇસમાં મુકવામાં આવી
છે. મારી સાથે બીજો વોઇસ આપનાર સદ્કીસ્મત બહેન છે શ્રી મમતાબેન ડબગર. આ વિડીયો
ડોક્યુમેન્ટરી માટે જીલ્લાની કેટલીક શાળાઓ દ્વારા થતી કામગીરીને મુકવામાં આવેલ છે.આ વિડીયો ડોક્યુમેન્ટરીનું ૭ ફેબ્રુઆરીએ વિમોચન કરવામાં આવશે. આપનો અભિપ્રાય ગમશે....
No comments:
Post a Comment