Saturday, February 11, 2012

Sarv Shixa Abhiyan Misson, Ahmedabad Video Documentary


માન. મુખ્ય મંત્રીશ્રી દ્વારા યોજાતી સદભાવના સભામાં અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોમ્યુનીટી મોબીલાઈઝેશન માટે વિડીયો ડોક્યુમેન્ટરી બનાવી. સદ્કીસ્મતે પૂરી ડોક્યુમેન્ટરીની જવાબદારી મને મળેલ હોઈ એક નવા જ અનુભવમાંથી પસાર થવાયુ. મને શ્રી પ્રતાપભાઈ ગેડિયા બી.આર.સી કો ઓર્ડીનેટર રાણપુર નો આ કામ માટે સહકાર મળ્યો. અમે જે તે તાલુકાના બી.આર.સી કો ઓર્ડીનેટર જણાવેલ જુદી જુદી શાળાઓમાં વિડીયોગ્રાફી કરી તેમજ કેટલીક વિડીયો ક્લિપ્સ અને ફોટોગ્રાફ્સ બી.આર.સી કો ઓર્ડીનેટર પાસેથી મેળવી. પહેલાં એવું વિચારેલ કે નાટીકરણ કે કોઈ અલગ રીતે આ પ્રેઝન્ટેશન તૈયાર કરીએ પરંતુ સમયની સંકડાશના કારણે એમ ન કરી શકાયું. અમે કોમેન્ટ્રી સાથે પ્રેઝન્ટેશન રાખવા નક્કી કર્યું. શ્રી પ્રતાપભાઈના અનુભવી માર્ગદર્શન મુજબ તેઓ સાથે મળી માત્ર ૩૦ મીનીટમાં સ્ક્રીપ્ટ લખાઈ. કોમેન્ટ્રીમાં વોઇસ માટે મારી સાથે અંગ્રેજી પ્રોજેક્ટમાં સહભાગી મમતાબેન ડબગરને સાથે રાખ્યા. તેઓ ૫ સપ્ટેમ્બરની નવી ભરતીમાં આવેલ (વિદ્યાસહાયક) શિક્ષક છે. અંગ્રેજી પ્રોજેક્ટમાં સારું કામ કરવા બદલ તેમના માટે આ રીવર્ડ કહી શકાય. અમે સાદા કેમરાથી ઓડિયો રેકોર્ડીંગ કર્યું. અને એમજ રમતા રમતા ડોક્યુમેન્ટરી તૈયાર થઇ. અહી આ સાથે ડોક્યુમેન્ટરી નિહાળી આપણે યોગ્ય લાગે તે સુચન કરી શકશો....આભાર....

No comments: