Saturday, March 3, 2012

English Environment Creation Project in Ahmedabad



શું આપ વિચારી શકો કે, જીલ્લા કક્ષાના પદાધિકારીશ્રી કે અધિકારીશ્રી શિક્ષકના કામને બિરદાવવા સામે ચાલીને તેઓની શાળા સુંધી જઈ શકે ??? જી હાં, અમદાવાદ જિલ્લામાં (કદાચ રાજ્યમાં પહેલી વાર) આવું બન્યું. અમદાવાદ જિલ્લાના તમામ અગિયાર તાલુકામાં ધોરણ ચારમાં અંગ્રેજી વાતાવરણ નિર્માણ કાર્યક્રમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ૧૪ નવેમ્બર ૨૦૧૧ થી ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૨ દરમિયાન અમલી કરેલ. આ પાયલોટ પ્રોજેક્ટમાં શાળા અને શિક્ષકોની પસંદગી સ્વૈચ્છિક ધોરણે રાખેલ. નવનિયુક્ત વિદ્યાસહાયક તાલીમ દરમિયાન જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા આ પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ. પ્રોજેક્ટ ડીઝાઈન-વિષયવસ્તુ-અમલીકરણ વિગેરે કામગીરી રાણપુર બી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી પ્રતાપભાઈ ગેડીયાની મદદથી મેં શરુ કરી ત્યારે અમે પ્રથમ દિવસે જ અમારા પ્રોજેક્ટ ટીચર્સને સફળતાનો ડર રાખ્યા વીના કામ કરવા કહેલ તેમ છતાં ...અમને બંનેને મનમાં  સંદેહ હતો કે સફળતા કેટલી મળશે ? અમારા સાથી શિક્ષક મિત્રો અને ટીમ એજ્યુકેશનની મહેનતને કારણે જેમ જેમ પ્રોજેક્ટ આગળ વધતો ગયો,સફળતા મળતી ગઈ અને અમારો વિશ્વાસ પણ દૃઢ બનતો ગયો. પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે અને અમે ૧૦૦% સફળતાના માર્ગ પર છીએ ત્યારે અમે વિચાર્યું કે આ પ્રોજેક્ટના સાચા સારથી એટલે કે અમારા આ નવનિયુક્ત વિદ્યાસહાયક ભાઈ બહેનો જેમણે ચેલેન્જ વાળા કાર્યને સરળતાથી પાર પાડી એક પ્રશ્નાર્થ (?) આપ્યો તેઓનું સન્માન તેમની શાળામાં જઈ કરવું જોઈએ. અમે આ માટે જીલ્લા પ્રા. શિક્ષણ સમીતીના ચેરમેન શ્રી હર્સદગીરી ગોસ્વામી સાહેબ અને  જીલ્લા પ્રા. શિક્ષણાધિકારી શ્રી જાની સાહેબને આ અંગે જણાવતા તેઓએ તુરંત યોજનાનો સ્વીકાર કરી અમલી કરવા આયોજન માટે જણાવ્યું. અમે ત્રણ બનાવી આ તમામ શિક્ષકોનુ સન્માન કરવા આયોજન કર્યું. જેમાં પ્રથમ ટીમ સીટી,દસક્રોઈ,સાણદ અને ધોળકા તાલુકામાં જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી શ્રી જાની સાહેબ સાથે જીલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મનોહરસિંહ અને બી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી પ્રતાપભાઈ ગેડિયા, બીજો રુટ એટલકે બાવળા,ધંધુકા,બરવાળા અને રાણપુર તાલુકામાં જીલ્લા પ્રા.શિક્ષણ સમીતીના ચેરમેન શ્રી હર્સદગીરી ગોસ્વામી સાહેબ સાથે જીલ્લા પ્રા. શિક્ષણ સંઘના મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ ગોહેલ અને ત્રીજો રુટ એટલેકે વિરમગામ,માંડલ અને દેત્રોજ તાલુકામાં જીલ્લા ટીચર્સ ટ્રેનીંગ ઓફિસર શ્રી દિલીપભાઈ વડેરા સાથે મને જોડાવવાનું સદભાગ્ય સાંપડ્યું. અમે આજે અમારા આયોજન મુજબ સવારે ૭-૩૦ કલાકે વિરમગામ તાલુકાની ઉખલોડ શાળામાં પહોંચ્યા.ત્યારબાદ માંડલ તાલુકાના વિઠલાપુરમાં અને દેત્રોજ તાલુકાના ભટારીયા શાળામાં શિક્ષક સન્માન માટે પહોંચ્યા. અમારા શિડ્યુલ મુજબ અમે કોઈ પણ અન્ય ચર્ચા બદલે માત્ર ૨૦ મીનીટમાં જ દરેક ક્લસ્ટર પર અમારો કાર્યક્રમ પુરો કરેલ. પ્રોજેક્ટ અને અમારા જવાના હેતુને સૌ કોઈ જાણતા હોઈ અમે સીધા જ સન્માનપત્ર અને શાલ દ્વારા સન્માન, શિક્ષકના ફીડબેક અને આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરતા. કોઈ એક સ્થળે એક શિક્ષક્ને અમે કહેતા સંભાળ્યા કે “આમ તો કોઈ શિક્ષકનાં વિદાય સમારંભમાં સન્માન માટે ઘણી રીકવેસ્ટ કરીએ ત્યારે જીલ્લા કક્ષાના અધિકારીશ્રી કે પદાધિકારીશ્રી પોતાના સમયે આવે જયારે આ છ મહિનાના છોકરાને સન્માનવા સામે ચાલીને અમારા સમયે- વહેલી સવારે જિલ્લાએથી આવ્યા આનાથી મોટી શી વાત ?” ત્યારે અમારા મનમાં એમ લાગ્યું કે ભાઈ ઉંમર, દિવસો, અને ભાથામાં પડેલ સર્ટીફીકેટ સમય પાસ કરાવી આપે પરંતુ ક્યારેય કોઈના હૃદયમાં સાચું સ્થાન ન અપાવે કે કોઈએ સામે ચાલીને સન્માનવા જવાની ઈચ્છા થાય...આ શિક્ષક ભાઈ બહેનો ભલે ૬ મહીનાથીજ શિક્ષક તરીકે જોડાયા પરંતુ તેઓએ એવું કાર્ય કર્યું કે જેને સલામ કરવી જ રહી.છેલ્લા કેટલાંક વર્ષોથી ધોરણ ૫ થી ફરજીયાત અંગ્રેજી હોવા છતાં આપણે આપણા પાંચમા ધોરણના અંગ્રેજી વર્ગ વિષે જાણીએ જ છીએ ને ? આ પ્રોજેક્ટને ૨૦ માર્ચે તમામ સહભાગી સાથે બેઠક યોજી નવા સત્ર સુંધી મુલતવી રાખીશું. અમારી આ સત્રની છેલ્લી બેઠક ગેટ તું ગેધર હશે જેમાં જીલ્લા કક્ષાના અધિકારીશ્રી,પદાધિકારીશ્રી અને ટીમ એજ્યુકેશનના સભ્યોનો સમાવેશ થશે...સફળતાના કારણોની ચર્ચા, હાંસલ કરેલ સિદ્ધિ અને આગામી વરસનું આયોજન થશે...આપનો અભિપ્રાય અમને પ્રેરણા આપશે.

Visit me on
www.jivantshixan.blogspot.com

No comments: