Friday, March 2, 2012

Let's do differently ...


બે દિવસ પહેલાં "દિવ્ય ભાસ્કર" ન્યુઝ પેપર સાથે ચશ્માં જોતા મનમાં એમ થયું કે પેપર વાળા પણ જુઓને ? રમકડાના ચશ્માં આપી બાળકોને લોભાવે છે...ચશ્માં બાજુમાં રાખી ન્યુઝ પેપર વાંચવા લીધું પરંતુ પેપરમાં આપેલ ફોટોગ્રાફ્સ ડબલ પ્રિન્ટ જેવા અને અક્ષરો અળવીતરાં લગતા પેપર વાંચ્યા વીના અમેજ મૂકી "સંદેશ" વાંચ્યું. સાંજે જમતા જમતા શ્રીમતીજીએ પૂછ્યું કે "આજનું દિવ્યભાસ્કર કેવું લાગ્યું ?" મેં કહ્યું,"બિચ્ચારા પેપર વાળા..! શું કરે ? સસ્તું આપવાની માથાકુટમાં પેપર ક્વોલીટી પણ જાળવી નથી શકતા. પ્રિન્ટીંગ એકદમ ખરાબ હતું. અમારા શ્રીમતીજીને મલકાતા જોઈ મને આસ્ચર્ય થયું...હું કાઈ પુછુ એ પહેલાજ તે બોલી કે, "૩D પેપેર  છે..."હું વિચારમાં પડ્યો? 3D પેપર ? 3D મુવી હોય પણ ? મેં જીગ્નાશાપુર્વક પેપર ચશ્માં સાથે જોયું તો.... વાહ અમદાવાદનું મંદિર, વાવ, અક્ષરધામ, જાહેરાતો અને બધું જ જોવાની ભારે મજા પડે તેવું હતું કારણ આ બધું 3D માં હતું. મારા વાઈફે પેપર યશને આપી સમજાવ્યું તો જુદી જુદી એંગલે યશે પેપર જોયું પછી તેના મીત્રોને બતાવવા શાળામાં લઇ ગયો. યશને જાણે કોઈ જાદુ ન મળ્યો હોય !! એમ લાગતું...
દિવ્યભાસ્કરના આ નવીનીકરણને જોતા એમ લાગ્યું કે માત્ર આપણા ક્લાસરૂમ, શાળા કે બાળકો જ રૂટીન કામમાં ઇનોવેશન નથી માંગતા પરંતુ....હવે જો કાર્ય અલગરીતે નહિ કરીએ તો.....સાચે જ જીતવા વાળા કોઈ અલગ કાર્ય નથી કરતા પરંતુ દરેક કાર્ય અલગ રીતે કરે છે આ ઉક્તિ સાચી લાગી...
Let's change, before we have too...

No comments: