11 જુન 2012ના રોજ મહત્મા મંદિર ખાતે માનનિય મુખ્ય મંત્રીશ્રી નરેંદ્રભાઇ
મોદી સાહેબે રાજ્ય કક્ષાના
અધિકારી માટેના પ્રવેશોત્સવ બ્રિફિંગ ઉદબોધન દરમિયાન ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ રૂમની
કલ્પના રજુ કરી...રાજ્યની શાળાઓના ઈંટ માટીના વર્ગ ખંડને હવે સ્માર્ટ બનાવી સમગ્ર
વિશ્વ સાથે કદમ થી કદમ મિલાવી “આપણું ગુજરાત, આગવું ગુજરાત, સ્માર્ટ ગુજરાત”નું નિર્માણ કરવા સ્માર્ટ ક્લાસ શરુ કરવા
ઈચ્છા વ્યક્ત કરી. માનનીય મુખ્ય મંત્રીશ્રીની સ્માર્ટ ક્લાસની કલ્પના અમદાવાદ
જિલ્લામાં સાકાર કરવા માટે જીલ્લા વિકાસ અધિકારી શ્રી બન્છા નીધી પાની સાહેબ, જીલ્લા પંચાયત શિક્ષણ સમીતી ચેરમેનશ્રી
હર્ષદગીરી ગોસ્વામી સાહેબ અને જીલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી એમ.એમ.જાની સાહેબના
માર્ગદર્શન મુજબ સ્માર્ટ ક્લાસ નિર્માણ માટે પ્રોસેસ ડીઝાઈન, પ્રોજેક્ટ વિગેરે કાર્ય કરવાનું સદભાગ્ય
મને મળ્યું... તરુણભાઈ પટેલ (સી.આર.સી બાકરોલ-બુઝર્ગ), રવિભાઈ પારેખ (સી.આર.સી ગામડી), મહાવીરસિંહ ડાભી (સી.આર.સી વેજળકા), મુકેશભાઈ પંચાલ (સી.આર.સી સચાણા), રોહિતભાઈ રાવલ (બી.આર.સી દેત્રોજ, યોગેશભાઈ પટેલ (સી.આર.સી નાંદેજ),રમેશભાઈ લઢેલ (બી.આર.સી ધંધુકા) તેમજ ટીમ એજ્યુકેશન અમદાવાદના અન્ય મિત્રો સાથે મળી વટામણ ખાતે
માત્ર બે દિવસમાં સ્માર્ટ રૂમ તૈયાર કર્યો. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમારા સ્માર્ટરૂમ
નું ઉદઘાટન કારી ગુજરાત શિક્ષણ જગતને એક વીસમી સદીની અમુલ્ય ભેટ આપી...ઘણા મીત્રો સ્માર્ટ ક્લાસ વિશે રૂબરૂ, ફેસબુક માધ્યમે કે ફોન પર પૂછતા રહે છે.....અમે સૌ ટીમ એજ્યુકેશન અમદાવાદના તમામ સભ્યો આપની જીજ્ઞાશા સમજીએ છીએ
પરંતુ કેટલાંક ટેકનીકલ કારણો, બંધનોને કારણે નથી જણાવી શકતા તેનું દુ:ખ
છે...શક્યત: વહેલામાં વહેલું આપને જણાવીશું... હાલમાં અમદાવાદ જિલ્લામાં સ્માર્ટ ક્લાસ અમલીકરણ, આયોજન, અભ્યાસક્રમ પર કામ કરી રહ્યા છીએ...આપનો સહકાર અમને હમેશની માફક સફળતા અપાવશે તેવી આશા છે... અહી કેટલાંક ફોટોગ્રાફ્સ આપના માટે પબ્લીસ
કરીએ છીએ... વિશેષ માહિતી યોગ્ય સમયે જરૂરી આપીશું...
જય જય ગરવી ગુજરાત...














No comments:
Post a Comment