ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૨
મારા ક્લસ્ટર ની શાળાઓની મુલાકાત દરમિયાન શિક્ષક મિત્રો સાથે ચર્ચા દરમિયાન પ્રદર્શનમા મુકવાની કૃતિઓ નક્કી કરી જરૂરી આયોજન હાથ ધરાયું. દરેક શાળાએ પોતાની આગવી, સમ્પ્રત્ય પ્રવાહોને ધ્યાને લઇ કૃતિ તૈયાર કરી. મારા મોબાઈલમાં લીધેલ ફોટોગ્રાફ ભૂલથી ડીલીટ થતા બધા મોડલ અહી નથી મૂકી શક્યો તેનું દુખ છે. અહી આપેલ બે મોડેલ ટ્રાફિક સમસ્યા ઘટાડવા સ્કાય બસ અને ઘરે શાકભાજીનું વાવેતર ઉપરાંત નદીશાળા શાળાનું ફેક્ટરીના પ્રદુષિત પાણીને સરળતા થી શુદ્ધ (પીવા લાયક નહિ) બનાવી શકાય તે પ્રોજેક્ટ એક દિવસ જરૂર થી સરકાર અમલી કરશે તેનો વિશ્વાસ છે......
આવતી કાલનું અમદાવાદ.....ટ્રાફિક સામે બુદ્ધિ પૂર્વકની લડાઈ ,,,,"સ્કાય બસ" મારા ક્લસ્ટરમાં ગમાનપુરા શાળાની ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આવેલ કૃતિ.....જમીન વિના શાકભાજીની ખેતી.....નાળીયેરના છોતરા માંથી તૈયાર થયેલ ક્યારા ઓ શહેરમાં જગ્યાના અભાવે પણ શાકભાજીનું ઉત્પાદન કરવામાં, તાજા શાકભાજી ખવારમાં અને ઘરના ધાબાની છતનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદરૂપ નીવડશે..... મારા ક્લસ્ટરમાં લક્ષ્મીપુરા શાળાની ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આવેલ કૃતિ.....

No comments:
Post a Comment