સ્પોર્ટ સ્કુલ
સમગ્ર દેશમાં વિદ્યાર્થીના પ્રાર્થમિક શિક્ષણથી ઉચ્ચતર શિક્ષણ દરમીયાન
વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં
પ્રાર્થમિક શાળામાં અભ્યાસથી જ ખેલદિલીના ગુણ વિકસે તેમજ રમત ગમત ક્ષેત્રે વિકાસ
થાય તે હેતુથી વિદ્યાર્થીને પ્રારંભિક તબક્કાથી જ શારીરિક શિક્ષણ આપવામાં આવે છે.
આમ છતાં, ઓલોમ્પિક કે અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનો દેખાવ ઘણો નબળો હોય
છે.
આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનો દેખાવ નબળો હોવાના કારણો આપની
દ્રષ્ટીએ...
શાળામાં વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ કરી શકે
તે માટે કેવા પ્રકારની વ્યવસ્થા હોવી જરૂરી ?
માર્ગદર્શક તરીકે હું આટલુંતો અવશ્ય કરી શકું...
-
શાળામાં રમતગમત માટે મેદાન ન હોય તો SMC, ગ્રામજનોનો સંપર્ક
કરી શાળા નજીક મેદાન વ્યવસ્થા કરાવી શકું.
-
મેદાન યોગ્ય માપ મુજબ તેમજ મેદાન વ્યવસ્થા ન
હોય ત્યાં બહુ હેતુક ઉપયોગ કરી શકાય તેવા બનાવી શકું. (જેમકે ઉંચીકુદ માટેના
મેદાનના સ્ટેન્ડ હટાવી લાંબીકૂદ કરાવવી,ચક્ર ફેંક-ગોળઅ ફેંક માટે કોમન મેદાન
વિગેરે..)
-
શિક્ષક, વિદ્યાર્થી તેમજ વાલીઓમાં રમતગમત
પ્રત્યે ઉત્સાહ વધે તે માટે સમજણ-માર્ગદર્શન આપી શકું.
-
એક જ વર્ગની ટીમ બનાવવા બદલે મીશ્ર ટીમ
બનાવી રમવા વ્યવસ્થા કરાવી શકું.
-
રમતોત્સવ દરમીયાન જ નહિ પરંતુ વર્ષ દરમીયાન
અવારનવાર રમત ગમત સ્પર્ધા યોજવા આયોજન કરી શકું.
-
વિદ્યાર્થીને પસંદની રમતમાં વિશેષ
માર્ગદર્શન સાથે રમી શકે તે માટે વ્યવસ્થા કરવા મદદ કરી શકું. રમત મુજબ વિદ્યાર્થી
પ્રોફાઈલ બનાવવા મદદ કરી શકું.
-
રમતગમત માટે જરૂરી સાધનો શાળામાં ઉપલબ્ધ
કરાવવા પ્રયત્ન કરાવી શકું. જેમ કે, દોડ-કુદ માટે પ્રસ્થાન પાટિયું, વ્હીસલ, ટ્રેક
સૂટ વિગેરે...
-
વિશેષ આવડત-શક્તિ વાળા વિદ્યાર્થીની કાળજી
લઇ નિયમાનુસાર રમત શીખવવા આયોજન હાથ ધરી શકું.
-
રમત ક્ષેત્રે સારો દેખાવ કરનાર વિદ્યાર્થીના
વાલીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન આપી શકું.
આ ઉપરાંત માર્ગદર્શક તરીકે હું મારા
અનુભવને આધારે સમજાયેલ આ બાબતો પણ કરીશ....

1 comment:
Good work sirji
Post a Comment