અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ
આયોજીત
1st ડ્રીમ ફેસ્ટીવલ
2013
Concept Note
પ્રેરણા
શ્રી બંછાનિધિ પાની (I.A.S.)
જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પંચાયત
અમદાવાદ
સંકલન
શ્રી
એમ.એમ.જાની
જિલ્લા
પ્રાથમિક શિક્ષણધિકાર
જિલ્લા
પંચાયત,અમદાવાદ
પ્રસ્તાવના
:
રાજ્યમાં સૌ પ્રથમવાર અમદાવાદ જિલ્લા
પંચાયત શિક્ષણ સમિતિ આયોજીત 1st ડ્રીમ ફેસ્ટીવલનું આયોજન તા:૨-૩-૨૦૧૩ અને
૩-૩-૨૦૧૩ ના રોજ કરવામાં આવ્યું હતું.જેમાં સૌ પ્રથમ દરેક તાલુકાની સી.આર.સી.માં
સ્પર્ધાઓ કરવામાં આવી હતી સી.આર.સી.કક્ષાએ પ્રથમ આવનાર વિદ્યાર્થી તાલુકા કક્ષાની
સ્પર્ધામાં ભાગીદાર થયો હતો.અને તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર વિધાર્થી ની સ્પર્ધા
જિલ્લા કક્ષાએ તા:૨-૩-૨૦૧૩ ના રોજ એમ.પી.પંડ્યા હાઈસ્કુલ,જેતલપુર યોજવામાં આવી
હતી.આ સમગ્ર કાર્યક્રમ નો વિચાર માન. જિલ્લા
વિકાસ અધિકારી શ્રી
બંછાનિધિ પાની નો હતો અને સમગ્ર કાર્યક્રમ ને સફળ કરવાનું કામ અમદાવાદ ની
એજ્યુકેશન ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
સમગ્ર જિલ્લામાંથી ૧૨૫ કરતાં પણ વધુ
સ્પર્ધકો આવ્યા હતા જેમાં વકતૃત્વ,નિબંધ,ક્વિઝ,ચિત્ર,એકપાત્રીય અભિનય જેવી વિવિધ
સ્પર્ધાઓઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ
કાર્યક્રમનો હેતુ વિધાર્થીઓમાં પડેલા વિવિધ કૌશલ્યો, કલા શક્તિઓ ને ઉજાગર કરવાનો હતો.
વિધાર્થીઓ તેમનામાં રહેલી આવડતને અન્ય સમક્ષ મૂકી તેમનામાં રહેલી શક્તિને પોષણ
પૂરું પાડ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ તમામ સ્પર્ધકોને ગુજરાત રાજ્યના માન.શિક્ષણમંત્રીશ્રી
ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના વરદ હસ્તે વિજેતાઓને સન્માનવાનો કાર્યક્રમ તા
:૩-૩-૨૦૧૩ના રોજ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધામાં
પ્રથમ,દ્વિતીય,અને તૃતીય નંબર મેળવેલ તમામ સ્પર્ધકોને SPIPA , અમદાવાદ ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરી સન્માનવામાં આવ્યા હતા.
ડ્રીમ ફેસ્ટીવલના હેતુઓ:
Ø વ્યક્તિત્વનો વિકાસ કરવાનો અવસર મળે
Ø દરેક વિદ્યાર્થીને પોતાની ટેલેન્ટ
બતાવવાની તક
Ø વિદ્યાર્થીઓ નો આત્મવિશ્વાસ વધે.
Ø શિક્ષણ સિવાયની સહભ્યાસિક પ્રવૃતિઓને
ઉત્તેજન.
Ø વિદ્યાર્થીઓ ને તકની સાથે પ્રોત્સાહન મળે.
Ø તંદુરસ્ત સ્પર્ધાનો જન્મ થાય
Ø વિદ્યાર્થીઓને શાળા,તાલુકા,ઉપરાંત જિલ્લા
અને રાજ્યની હરીફાઈઓ વિશે અવગત થાય
Ø વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે
પ્રેરકબળ મળે.
Ø શિક્ષણ સંલગ્ન હરીફાઈઓ જેવીકે, નિબંધ,
વક્તૃત્વ, પ્રશ્નોત્તરી (Quiz),
અને સહભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય નૃત્ય, સાંસ્કૃતિક
કાર્યક્રમ, એક પાત્રીય અભિનય દ્વારા વ્યક્તિત્વ વિકાસ
ડ્રીમ ફેસ્ટીવલના ઉદ્દેશો:
Ø વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ કુંઠિત નાં
થાય.
Ø વિદ્યાર્થીઓની રસ,રુચિ,ને પોષણ મળે.
Ø જે તે વિદ્યાર્થી ની જે તે ટેલેન્ટ ને
યોગ્ય ન્યાય મળે.
Ø અમદાવાદ જીલ્લાના બાળકોની ટેલેન્ટ રાજ્યના
બાળકો માટે પ્રેરણા બને.
Ø શિક્ષક,શાળા અને વિદ્યાર્થીને પ્રોત્સાહન
અને પ્રેરણા મળે.
Ø વિદ્યાર્થીઓની જ્ઞાનાત્મક અને બૌદ્ધિક
ક્ષમતાઓ નો વિસ્તાર કરવો.
n>� t a > �
>વિદ્યાર્થીઓને શાળા,તાલુકા,ઉપરાંત જિલ્લા
અને રાજ્યની હરીફાઈઓ વિશે અવગત થાય
Ø વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે
પ્રેરકબળ મળે.
Ø શિક્ષણ સંલગ્ન હરીફાઈઓ જેવીકે, નિબંધ,
વક્તૃત્વ, પ્રશ્નોત્તરી (Quiz),
અને સહભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય નૃત્ય, સાંસ્કૃતિક
કાર્યક્રમ, એક પાત્રીય અભિનય દ્વારા વ્યક્તિત્વ વિકાસ
ડ્રીમ ફેસ્ટીવલ અંગેનું વિઝન:
Ø અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ અને અમદાવાદ
ટીમ નું ડ્રીમ ફેસ્ટીવલ માટે એક આગવું વિઝન :
Ø અમદાવાદ અને અમદાવાદ જીલ્લાના
વિદ્યાર્થીઓ,શિક્ષકો અન્ય જિલ્લા માટે પ્રેરણા પૂરી પાડે તેવું આયોજન
Ø મોટા ભાગની રમતો,સ્પર્ધાઓ માટે વિશેષ
આયોજન
Ø વિદ્યાર્થીઓની શક્તિઓ ને રાજ્ય સ્તર પર લઇ
જવી.
ડ્રીમ ફેસ્ટીવલ અંતર્ગતની પ્રવૃતિઓ:
Ø વકતૃત્વ સ્પર્ધા (ગુજરાતી,અંગ્રેજી )
Ø નિબંધ લેખન
Ø ચિત્ર સ્પર્ધા
Ø ,ક્વિઝ સ્પર્ધા
Ø એક પાત્રીય અભિનય
Ø સાંસ્કૃતિક કાર્યક્રમ
Ø ગરબો
Ø શાસ્ત્રીય સંગીત (તબલા, વીણાવાદન, હાર્મોનિયમ)
શાસ્ત્રીય નૃત્ય
તાલુકા કક્ષાએ યોજેલ ડ્રીમ ફેસ્ટીવલ પ્રતિયોગિતા સહભાગી:
ક્રમ
|
તાલુકો
|
નિબંધ સ્પર્ધા
|
વકતૃત્વ સ્પર્ધા
|
ચિત્ર સ્પર્ધા
|
ક્વિઝ સ્પર્ધા
|
એક પાત્રીય
|
કુલ
|
|
૧
|
સીટી
|
૧૧
|
૧૧
|
૧૧
|
૧૧
|
૧૦
|
૫૪
|
|
૨
|
દસક્રોઈ
|
૨૦
|
૧૯
|
૧૮
|
૨૦
|
૧૯
|
૯૬
|
|
૩
|
સાણંદ
|
૧૬
|
૧૫
|
૧૬
|
૧૬
|
૧૬
|
૭૯
|
|
૪
|
બાવળા
|
૧૩
|
૧૨
|
૧૩
|
૧૩
|
૧૩
|
૬૪
|
|
૫
|
ધંધુકા
|
૧૪
|
૧૪
|
૧૪
|
૧૪
|
૧૪
|
૭૦
|
|
૬
|
બરવાળા
|
૭
|
૭
|
૬
|
૭
|
૬
|
૩૩
|
|
૭
|
રાણપુર
|
૯
|
૯
|
૮
|
૭
|
૮
|
૬૩
|
|
૮
|
દેત્રોજ
|
૧૩
|
૧૨
|
૧૩
|
૧૩
|
૧૨
|
૬૩
|
|
૯
|
વિરમગામ
|
૧૯
|
૧૮
|
૧૯
|
૧૯
|
૧૮
|
૯૩
|
|
૧૦
|
માંડલ
|
૯
|
૯
|
૮
|
૮
|
૯
|
૪૩
|
|
૧૧
|
ધોળકા
|
૧૯
|
૧૯
|
૧૯
|
૧૯
|
૧૯
|
૯૫
|
|
કુલ
|
૧૫૦
|
૧૪૫
|
૧૪૫
|
૧૪૭
|
૧૪૪
|
૭૫૩
|
જીલ્લા કક્ષાના વિજેતાઓ:
ક્રમ
|
સ્પર્ધાનું નામ
|
વિદ્યાર્થીનું નામ
|
શાળાનું નામ
|
તાલુકો
|
વિજેતા ક્રમ
|
૧
|
એક પાત્રીય અભિનય
|
વિજય સી.માંગરેલ
|
પશુંજની મુવાડી
|
દસક્રોઈ
|
૧
|
૨
|
એક પાત્રીય અભિનય
|
રાહુલ એલ.પરમાર
|
હાંસલપુર
|
વિરમગામ
|
૨
|
૩
|
એક પાત્રીય અભિનય
|
ભારતી બી.સાચલા
|
કે.જિ.બી.વિ.જાળીલા
|
રાણપુર
|
૩
|
૪
|
ક્વિઝ
|
ક્રિષ્ના એ.પટેલ
|
ટ્રેન્ટ
|
માંડલ
|
૧
|
૫
|
ક્વિઝ
|
કૃષાગ એ.પટેલ
|
ટ્રેન્ટ
|
માંડલ
|
૧
|
૬
|
ક્વિઝ
|
મહેશ્વરી ડી.ચૌહાણ
|
ગોરજ
|
સાણંદ
|
૨
|
૭
|
ક્વિઝ
|
પાયલ ટી.પરમાર
|
ગોરજ
|
સાણંદ
|
૨
|
૮
|
ચિત્ર સ્પર્ધા
|
પીન્કી જિ દંતાણી
|
ટ્રેન્ટ
|
દેત્રોજ
|
૧
|
૯
|
ચિત્ર સ્પર્ધા
|
વિધિ વિ.પટેલ
|
ટ્રેન્ટ
|
માંડલ
|
૨
|
૧૦
|
ચિત્ર સ્પર્ધા
|
ડાભી ચેતના એન.
|
બ્રાંચકન્યા -૨ ધંધુકા
|
ધંધુકા
|
૩
|
૧૧
|
નિબંધ
|
સિદ્ધાર્થ આર.ડોડીયા
|
કડવાસણ
|
માંડલ
|
૧
|
૧૨
|
નિબંધ
|
યશપાલસિંહ એન.ઝાલા
|
ગુજાલા
|
દેત્રોજ
|
૨
|
૧૩
|
નિબંધ
|
કિંજલ વિ.ચાંપાનેરી
|
બ્રાંચકન્યા -૨ ધંધુકા
|
ધંધુકા
|
૩
|
૧૪
|
વકતૃત્વ
|
જીનલ ડી.વાળા
|
વાસણા
|
ધંધુકા
|
૧
|
૧૫
|
વકતૃત્વ
|
હેમાક્ષી કે.વાઘેલા
|
ગીરંદ
|
ધોળકા
|
૨
|
૧૬
|
વકતૃત્વ
|
સોનબા એસ.સોલંકી
|
રતનપુરા
|
દેત્રોજ
|
૩
|
પ્રથમ
દિવસ :
1ST ડ્રીમ ફેસ્ટીવલ 2013 ના પ્રથમ દિવસે સૌ સ્પર્ધકો,માર્ગદર્શક
શિક્ષકો તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન,જિલ્લા
પ્રાથમિક શિક્ષા નાધિકારી,જિલ્લા સંઘના મહામંત્રી,તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો
હાજર રહ્યા હતા એમ.પી.પંડ્યા શાળામાં એકઠા થયા.બાદ બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત રજુ
કરવામાં આવ્યું.પ્રાર્થના કાર્યક્રમ બાદ શ્રી બંછાનિધિ પાની ( જિલ્લા વિકાસ
અધિકારીશ્રી ) દ્વારા 1ST ડ્રીમ ફેસ્ટીવલ ને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો.ડ્રીમ ફેસ્ટીવલમાં
ઉપસ્થિત સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત હર્ષદગીરી ગોસ્વામી (અધ્યક્ષશ્રી શિક્ષણ
સમિતિ જિલ્લા પંચાયત) દ્વારા કરવામાં આવ્યું તેમજ મહેમાનોનું,નિર્ણાયકશ્રીઓનું
સ્વાગત પુસ્તક દ્વારા કરવામાં આવ્યું.
આગળ ના ક્રમે ગુજરાતની સંસ્કૃતિની ઝાખી
કરાવતો ગરબો સાણંદ તાલુકાની મોરૈયા પ્રા.શાળાની
બાળાઓએ રજુ કર્યો.ત્યારબાદ વિવિધ વિભાગો પ્રમાણે સ્પર્ધાઓનું આયોજન કરવામાં
આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ટેલેન્ટ બતાવી અવલ્લ આવવા પ્રયત્ન કર્યા
હતા. અને બપોર પછીના સેશનમાં જે તે વિભાગમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓના નામ જાહેર
કરવામાં આવ્યા હતા અને તેમને ઉપસ્થિત મહેમાનોએ આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમજ અવ્વલ નંબર ન દાખવી શકનાર
વિદ્યાર્થીઓને હાજર મહેમાનો દ્વારા પ્રોત્સાહક ઇનામો આપી તેમના પ્રયત્ન ને
બિરદાવવામાં આવ્યો હતો.
સમગ્ર જિલ્લામાં પ્રથમ,દ્વિતીય,અને તૃતીય
નંબરે વિજેતા થયેલ સ્પર્ધકોને
માન.શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. અમદાવાદ
જિલ્લા ના શિક્ષકો કે જેઓ રાજ્ય લેવલે રમત-ગમત ક્ષેત્રે અવ્વલ રહ્યા છે તેઓને,તથા
જે શાળાએ ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા હોઈ,તથા એક વિધાર્થી ડોક્ટર ને પણ શિક્ષણમંત્રી ના હસ્તે નવાજવામાં આવ્યા હતા.આ પ્રસંગે
માન.શિક્ષણમંત્રીશ્રીએ પ્રેરક ઉદબોધનમાં જણાવેલ કે, એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે.
સાથે સાથે સમાજમાં જે રીતે પ્રગતી સધાઈ રહી છે તે મુજબ વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક
કસોટીમાં આગળ આવવા બાળપણથી જ સ્પર્ધાત્મક કસોટીમાંથી પસાર થવાના અનુભવ મળવા જરૂરી
છે. ડ્રીમ ફેસ્ટીવલ એ જિલ્લાનો “એન્યુઅલ સ્કુલ ડે”
કહી
શકાય જેમાં. વર્ષ દરમિયાન શિક્ષકો દ્વારા જે જે કૌશલ્યો વિદ્યાર્થીઓમાં સીંચવામાં
આવ્યા હોય તે તમામ કૌશલ્યોને શાળા, તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષા સુંધી રજુ
કરવાની વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તક મળવી જરૂરી છે. સમગ્ર રાજ્યમાં ડ્રીમ ફેસ્ટીવલ ના
માધ્યમથી વિધાર્થીઓમાં પડેલી શક્તિઓ અને કૌશલ્યને બહાર લાવવાનું કામ અમદાવાદ
જિલ્લાએ કર્યું છે તે બદલ સમગ્ર ટીમને અભિનંદન...... .શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ
એકાંગી,અને સર્વાંગી શિક્ષણ પર વધુ ભાર મુકવાની વાત કરી હતી. સાથોસાથ સહભ્યાસિક
પ્રવૃતિઓના માધ્યમથી વિધાર્થોના કૌતુકને બહાર લાવવાનું જો કરી શકે તો તે શાળા જ
કરી શકે તે વાત પર ભાર મૂક્યો હતો...સમગ્ર રાજ્યમાં પ્રેરણારૂપ પહેલ કરવા બદલ
સમગ્ર અમદાવાદ જીલ્લાની એજ્યુકેશન ટીમને હૃદયપૂર્વકના અભિનંદન.
No comments:
Post a Comment