સર્વ શિક્ષા અભિયાન મિશન, અમદાવાદ
ક્રિયાત્મક સંશોધન
વિષય: નદીશાળા ક્લસ્ટરના શિક્ષકો ઇન્ટરનેટનો શૈક્ષણિક ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવે છે.
પ્રેરક
શ્રી એમ.એમ.જાની
જિલ્લા પ્રોજેક્ટ કૉ ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
જિલ્લા પંચાયત, અમદાવાદ
પ્રયોજક માર્ગદર્શક
કેતનકુમાર મહેન્દ્રપ્રસાદ ઠાકર શ્રી ઝલક્બેન મોદી
કૉ ઓર્ડીનેટર ઓ.આઈ.સી. MIS
જૂથ સંસાધન કેન્દ્ર, નદીશાળા સર્વ શિક્ષા અભિયાન મિશન
તાલુકો : દેત્રોજ, જિલ્લો અમદાવાદ અમદાવાદ
આભાર દર્શન
સંશોધન એ એક એવું સર્જન છે કે જે અનેક વ્યક્તિઓના સહકારથી જ શક્ય બને છે. આ સંશોધન દરમિયાન પોતાનો અમુલ્ય સમય અને માર્ગદર્શન આપી મદદરૂપ બનનાર જિલ્લા પ્રોજેક્ટ કૉ ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એમ.એમ.જાની સાહેબનો પ્રાયોજક સાદર આભાર મને છે.
પ્રસ્તુત સંશોધન કાર્યમાં ઉત્સાહ, પ્રેરણા અને સતત માર્ગદર્શન આપનાર માર્ગદર્શક શ્રી ઝલકબેન મોદી, ઓ.આઈ.સી. MIS, સર્વ શિક્ષા અભિયાન, અમદાવાદ તથા શ્રી રોહિતભાઈ રાવલ, બી.આર.સી. કૉ ઓર્ડીનેટર, દેત્રોજનો હૃદયપૂર્વક આભાર માને છે.
સંશોધન હાથ ધરવા માટે તક આપવા બદલ શ્રી પ્રતીમાબેન યાદવ, ઓ.આઈ.સી. IED, સર્વ શિક્ષા અભિયાન, અમદાવાદ તેમજ સંદર્ભ સાહિત્ય પરથી તાલીમી માળખું તૈયાર કરવા શ્રી યોગેશભાઈ પટેલ, સી.આર.સી કૉ ઓર્ડીનેટર ધંધુકા અને શ્રી હેમંતભાઈ વાઘેલા, સી.આર.સી કૉ ઓર્ડીનેટર ડાંગરવાનો આભારી છું.
જેમની પાસેથી આ સંશોધન માટે માહિતી મળી તેવા મારા ક્લસ્ટરના આચાર્યશ્રીઓ અને શિક્ષક ભાઈ-બહેનો પણ આભાર.
અનુક્રમણિકા
ક્રમ
|
વિષય
|
પાન નંબર
|
૧
|
પ્રસ્તાવના
|
૪
|
૨
|
સમસ્યા સ્પષ્ટીકરણ
|
૫
|
૩
|
સમસ્યા ક્ષેત્ર
|
૬
|
૪
|
હેતુઓ
|
૬
|
૫
|
સમસ્યાના સંભવિત કારણો
|
૭
|
૬
|
પાયાની જરૂરી માહિતી
|
૮
|
૭
|
ઉત્કલ્પાના
|
૮
|
૮
|
પ્રાયોગિક કાર્ય
|
૯
|
૯
|
માહિતી પ્રાપ્તિનું સાધન
|
૧૦
|
૧૦
|
માહિતીનું એકત્રીકરણ અને પૃથક્કરણ
|
૧૧
|
૧૧
|
પરિણામ, તારણો અને અનુકાર્ય
|
૧૨
|
૧૨
|
સંદર્ભ સાહિત્ય
|
૧૨
|
૧૩
|
સાર સંચય પરિશિષ્ઠ
|
૧૩
|
પ્રસ્તાવના
“ક્રિયાત્મક સંશોધનનો હેતુ શાળા અને શૈક્ષિણક પ્રક્રિયાઓ સુધારવાનો છે. અને જેઓ આ સુધારા કરવા માંગે છે તેઓને પણ સુધારવાનો છે.”
- જ્હોન ડબલ્યુ બેસ્ટ
“કોઈ પણ પ્રકારનું સંશોધન એ કોઈ પણ પ્રકારની સમસ્યાનો ઉકેલ છે. કોઈ સમસ્યાનો ઉકેલ લાવવો હોયતો તેની સાથે જોડાયેલ દરેક બાબતો અને દરેક પરિસ્થિતિનો ખ્યાલ મેળવવો પડે છે. સમસ્યાના ઉકેલ માટે તે સમસ્યા ઉદભવવાના કારણો અને તેના ઉકેલ માટે યોગ્ય પદ્ધતિની પસંદગી જરૂરી છે.”
“સંશોધનએ વિજ્ઞાનીક દૃષ્ટિકોણ દ્વારા ઉકેલ સાધવા માટે સાધન છે.”
“ક્રિયાત્મક સંશોધનએ સમસ્યાના ઉકેલ માટેની યોગ્ય રાહ છે.”
“સંશોધન એટલે સત્ય શોધવાની પ્રક્રિયા...”
૨. સમસ્યાનું સ્પષ્ટીકરણ
અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના નદીશાળા ક્લસ્ટરના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો ઇન્ટરનેટનો શૈક્ષણિક ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવે છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓને કમ્પુટર લેબ આપેલ છે. મૂળભૂત રીતે આ કમ્પુટરનો ઉપયોગ વહીવટી અને શૈક્ષણિક રીતે થાય તે સરકારશ્રીની અપેક્ષિત અપેક્ષા રહેલી છે. પરંતુ કોઈ કરણસર શિક્ષકો કમ્પુટરનો થોડો વહીવટી ઉપયોગ કરી શકે છે જયારે શૈક્ષણિક ઉપયોગ કરવામાં મૂંઝવણ અનુભવતા હોય છે.
સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ CDsકે અન્ય પ્રોગ્રામ ચલાવી શકે છે પરંતુ ઈન્ટરનેટ માધ્યમથી શૈક્ષણિક બાબતો મેળવી વિદ્યાર્થીઓને બતાવવી કે ઈ મેઈલ દ્વારા માહિતીની આપલે કરવી જેવી બાબતોમાં કચાશ અનુભવે છે.
૩. સમસ્યા ક્ષેત્ર
નદીશાળા જૂથ સંસાધન કેન્દ્રના તમામ આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો.
૪. ક્રિયાત્મક સંશોધન
- નદીશાળા જૂથ સંસાધન કેન્દ્રના તમામ આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો ઈન્ટરનેટનો ઉપયોગ જાણે.
- દરેક શાળાનું પોતાનું ઈ મેઈલ આઈ ડી બનાવી આવેલ મેઈલ વાંચી શકે તેમજ કોઈને ઈ મેઈલ મોકલી શકે.
- ઈન્ટરનેટના માધ્યમે માહિતીનું આદાન પ્રદાન કરી શકે.
- ઈન્ટરનેટ દ્વારા વિવિધ શૈક્ષણિક વેબ સાઈડ નો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ બની શકે.
- યુ ટુબ કે અન્ય વેબ સાઈડ પરની શૈક્ષણિક વીડીઓ ડાઉનલોડ કરી પુરક/સંદર્ભ સાહિત્ય પૂરું પડી શકે. દા.ત. વિજ્ઞાનના ૩ ડાયમેન્શન પ્રયોગો,એનીમેશન, સ્ટોરીઝ, ગાણિતિક બાબતો વિગેરે.
૫. સમસ્યાના સંભવિત કારણો
ક્રમ
|
સંભવિત કારણો
|
હકીકત
|
ધારણા
|
હું આમાં કઈ કરી શકું ?
| |
હા
|
ના
| ||||
૧
|
ઈન્ટરનેટ કનેક્શન નથી
|
ü
|
હા
| ||
૨
|
ઇન્ટરનેટનો ઉપયોગ અગાઉ કરવા મળેલ નથી
|
ü
|
હા
| ||
૩
|
ઈન્ટરનેટ પર શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય મેળવી શકાય તે જાણતા નથી
|
ü
|
હા
| ||
૪
|
ઈ મેઈલ દ્વારા જરૂરી માહિતીનું આદાન પ્રદાન કરી શકાય તે અંગે અજાણ છે
|
ü
|
હા
| ||
૫
|
ઈન્ટરનેટ માધ્યમથી શાળાનો પ્રચાર અને પ્રસાર કરી શકાય છે તે બાબત થી અજાણ છે.
|
ü
|
હા
| ||
૬. પાયાની જરૂરી માહિતી
સંશોધકે આ સંશોધનની માહિતી પ્રાપ્ત કરવા માટે પ્રશ્નાવલી તૈયાર કરેલ છે.
૭. ઉત્કલ્પાનાઓ
- જો શાળામાં ઈન્ટરનેટ કનેક્શન મળી જશે તો શિક્ષકો તેનો ઉપયોગ કરી શકે.
- જો ઈન્ટરનેટ તેમજ કમ્પુટરનો શૈક્ષણિક ઉપયોગ સંદર્ભે શિક્ષકોને પ્રાયોગિક તાલીમ આપવામાં આવે તો શિક્ષકો માહિતી મેળવી તે મુજબ કાર્ય કરી શકશે.
- જો ઈ મેઈલ એકાઉન્ટનો ઉપયોગ કરતા શિક્ષકો શીખશે તો માહિતીનું આદાન પ્રદાન સરળતાથી કરી શકશે.
- જો ઈન્ટરનેટ માધ્યમથી શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરી શિક્ષણ કાર્ય દરમિયાન ઉપયોગ કરવાનું શીખશે તો વર્ગખંડમાં ઉપયોગ કરી શકશે.
૮. પ્રાયોગિક કાર્ય
- સૌ પ્રથમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા ક્લસ્ટરની તમામ શાળામાં ઈન્ટરનેટ કનેક્શન મેળવવા તેમજ પ્રાયોગિક કાર્ય શરુ કરાવવા પત્ર લખાવીશ.
- દરેક શાળાના એક-એક શિક્ષક તેમજ આચાર્યશ્રી માટે ઈન્ટરનેટ ઉપયોગ અંગેની તાલીમનું આયોજન કરીશ.
- દરેક શાળાના ઈ મેઈલ આઈ ડી બનાવરાવીશ.
- નિયમિત પણે શાળાને ઈ મેઈલ દ્વારા માહિતી મોકલીશ તેમજ તેઓ પાસેથી પણ ઈ મેઈલ દ્વારા જ માહિતી મેળવવા આગ્રહ રાખીશ.
- વિવિધ સોફ્ટવેર દ્વારા શૈક્ષણિક બાબતો ડાઉન લોડ કરાવી વિદ્યાર્થીને બતાવવા જણાવીશ.
- શાળામાં થતી જુદી જુદી પ્રવૃવૃતીઓના મફત પ્રચાર અને પ્રસાર માટે દરેક શાળાનો બ્લોગ બનાવારાવીશ.
૯. માહિતી પ્રાપ્તિનું સાધન
પ્રશ્નાવલી
૧. ઇન્ટરનેટની મદદથી કયા-કયા કાર્ય કરી શકાય ? કોઈ પણ ત્રણ ઉદાહરણ આપો.
૨. કોઈ પણ એક સર્ચ એન્જીનનું નામ લખો.
૩. ઈ મેઈલ આઈડી એટલે શું ?
૪. આપનું કે આપ જાણતા હોવ તેવું કોઈ ઈ મેઈલ આઈ ડી લખો.
૫. કોઈ પણ એક વેબ સાઈટનું નામ લખો.
૬. ગુગલ અર્થનો ઉપયોગ શું જોવા કરી શકાય ?
૭. કોઈનો આવેલ ઈ મેલ જોવા કયા ઓપ્શનમા જોવાનું રહેશે ?
૮. ઈ મેઈલ ખોલવા માટે કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવી છે ?
૯. ઈ મેઈલ દ્વારા કોઈ પણ ફોટોગ્રાફ્સ, વિડીયો કે ઓડિયો ક્લિપ્સ, માહિતી પત્રક મોકલવા કયા ઓપ્શનમાં જઈ ક્લીક કરવાનું રહેશે ?
૧૦. યુ ટ્યુબ પરની વિડીયો ડાઉનલોડ કરવા કયા ફ્રી વિડીયો ડાઉન લોડરનો ઉપયોગ કરી શકાય.
૧૦. માહિતીનું એકત્રીકરણ અને પૃથકકરણ
ક્રમ
|
પ્રી ટેસ્ટ
|
પોસ્ટ ટેસ્ટ
| |
૧
|
કાનજીભાઈ દેવજીભાઈ મકવાણા
|
૩
|
૭
|
૨
|
રમેશભાઈ છગનભાઈ વાણંદ
|
૬
|
૮
|
૩
|
દીપસંગજી ધુળાજી ઠાકોર
|
૪
|
૭
|
૪
|
પોપટલાલ ડાહ્યાભાઈ વાઘેલા
|
૩
|
૬
|
૫
|
અરવિંદભાઈ કાન્તીભાઈ પટેલ
|
૬
|
૮
|
૬
|
પ્રકાશકુમાર સરદારસિંહ મકવાણા
|
૬
|
૯
|
૭
|
મંગળપ્રસાદ હરગોવનદાસ પટેલ
|
૨
|
૭
|
૮
|
દિવાનસિંહ વક્તુંસિંહ ઝાલા
|
૩
|
૭
|
૯
|
રેણુકાબેન પુરુષોત્તમપર્વત ગોસ્વામી
|
૨
|
૬
|
૧૦
|
ભાવેશકુમાર વસંતલાલ દરજી
|
૬
|
૯
|
૧૧
|
દિલીપભાઈ મફતલાલ પટેલ
|
૬
|
૧૦
|
૧૨
|
ભરતભાઈ ગોરધનભાઈ પટેલ
|
૪
|
૭
|
૧૩
|
ગણપતભાઈ નરસિંહભાઈ પ્રજાપતિ
|
૪
|
૭
|
૧૪
|
લાલજીભાઈ વેલજી પટેલ
|
૬
|
૯
|
૧૫
|
વદનસિંહ ધૂળસિંહ સોલંકી
|
૩
|
૮
|
૧૬
|
ગીરીશભાઈ કરશનભાઈ વાણીયા
|
૬
|
૧૦
|
૧૭
|
બળદેવભાઈ નાથાભાઈ પટેલ
|
૨
|
૭
|
૧૮
|
મીનાબેન રમણભાઈ પટેલ
|
૨
|
૬
|
૧૯
|
રશ્મીકાબેન ભરતભાઈ પટેલ
|
૩
|
૮
|
કુલ ગુણ
|
૭૭
|
૧૪૬
| |
ટકા
|
૪૦.૫૨
|
૭૬.૮૪
| |
૧૧. પરિણામ, તારણો અને અનુકાર્ય
માહિતીના એકત્રીકરણ અને પૃથક્કરણ પરથી કહી શકાય કે, શિક્ષકોના પૂર્વ કસોટીના ગુણની સરખામણીમાં ઉત્તર કસોટીના ગુણમાં ૩૬.૩૨ % જેટલો વધારો થયો છે.
શિક્ષકોને કમ્પુટર અને ઈન્ટરનેટના શૈક્ષણિક ઉપયોગ અંગે સમજણ ખુબ જરૂરી છે. જે શિક્ષકોને સીધી પ્રાયોગિક તાલીમ આપી શીખવવામાં આવ્યું તેમજ સતત તેઓ પાસે ઈન્ટરનેટ માધ્યમે માહિતીનું આદાન પ્રદાન કરાવવામાં આવ્યું તે શિક્ષકો ઈન્ટરનેટનો શૈક્ષણિક ઉપયોગ સરળતાથી સમજી કરી શક્યા. સાથે સાથે માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી દ્વારા ઈન્ટરનેટ ઉપયોગ અંગેના પ્રોજેક્ટની લેખિત માહિતી આપેલ હોઈ શિક્ષકોએ સ્વીકારવી પડી. જે આ પરિણામ પરથી જોઈ શકાય છે.
સંદર્ભ સાહિત્ય:
- ડાયેટ અમદાવાદ શહેર દ્વારા ઈન્ટરનેટના ઉપયોગ માટે તૈયાર કરેલ તાલીમી સાહિત્ય.
- વિડીયો ડાઉનલોડ માટે જરૂરી સોફ્ટવેર દાત.YTD
સાર સંચય
૧. સંશોધકનું નામ : કેતનકુમાર મહેન્દ્રપ્રસાદ ઠાકર
૨. માર્ગદર્શકનું નામ : શ્રી ઝલક્બેન મોદી
૩. વિષય : નદીશાળા ક્લસ્ટરના શિક્ષકો ઇન્ટરનેટનો શૈક્ષણિક ઉપયોગ કરવામાં
મુશ્કેલી અનુભવે છે.
૪. હેતુઓ : શિક્ષકો ઇન્ટરનેટનો શૈક્ષણિક ઉપયોગ કરતાં થાય.
૫. સમસ્યા ક્ષેત્ર : નદીશાળા ક્લસ્ટરના શિક્ષકો
૬. પદ્ધત્તિ : પ્રાયોગિક પદ્ધત્તિ
૭. ઉત્કલ્પાનાઓ : જો શિક્ષકોને નિયમિત કમ્પ્યુટર તથા ઇન્ટરનેટનો ઉપયોગ કરાવવામાં આવે તો તે બાળકોને આધુનિક પદ્ધત્તિ દ્વારા શિક્ષણ આપી શકે છે.
૮. પ્રાયોગિક કાર્યની રૂપરેખા : શિક્ષકોને ઈન્ટરનેટ માધ્યમથી ઈ મેઈલ, શૈક્ષણિક વેબ સાઈટ પરથી માહિતી ડાઉનલોડ કરતા શીખવી શકાય.
૯. તારણો : શિક્ષકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી માહિતીનું આદાન પ્રદાન તેમજ શૈક્ષણિક કાર્ય દરમિયાન સંદર્ભ સાહિત્ય તરીકે ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં થઇ શક્યા.
૧૦. ભલામણો :
- શિક્ષકોને કમ્પ્યુટર તેમજ ઈન્ટરનેટની પ્રાયોગિક તાલીમ ફરજીયાત પણે આપવી.
- દરેક શાળા પોતાની શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસાર માટે બ્લોગ બનાવે.
- દરેક શાળાને પોતાનું ઈ મેઈલ આઈ ડી નમુના મુજબનું હોવું જોઈએ...ht.nadishala@gmail.com
- દરેક શાળામાં ઈન્ટરનેટ ઉપયોગ દ્વારા માહિતી આપ-લે ફરજીયાત બનાવવી જોઈએ.દરેક શાળાને ઈન્ટરનેટ કનેક્શન આપવું જોઈએ.
- દરેક શાળામાં આધુનિક સિસ્ટમ(વર્ઝન) કોમ્પ્યુટર આપવા જરૂરી. કમ્પ્યુટર તેમજ ઈન્ટરનેટ મેઇન્ટનન્સ માટે કોઈ સંસ્થાને જવાબદારી આપવી જોઈએ.

No comments:
Post a Comment