Sunday, October 20, 2013

એ બાળક છે, એને રમવા દો....












ધોરણ ૫ માં રાજ્યમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા શિક્ષણ અંગે પ્રથમ બેઠક તારીખ ૧૬/૧૭ ઓક્ટોમ્બરના દિવસે મળેલ. આ બેઠકના ભાગ રૂપે અમારે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલ, મીઠાખળી,અમદાવાદ જોવા જવાનું થયું. આમતો અમદાવાદ જીલ્લામાં જ શિક્ષક તરીકે કામ કરતા હોવા છતાં અમદાવાદમાં આવેલ આવી શ્રેષ્ઠ-ઇનોવેટીવ શાળાને અગાઉ જોવા નહી જવાનું શાળાના વર્ગખંડમાં પ્રવેશતાં જ દુઃખ થયેલ. આ શાળા PBL અર્થાત Project Based Learning ના મૂળ હેતુને શાર્થક કરતી શાળા છે...આ શાળા વિષે લખવું એના કરતા આપને વિનંતી કે શક્ય હોય તો આપ આ શાળાની જરૂરથી મુલાકાત લેશો.
અમારી મુલાકાત દરમીયાન અમે ધોરણ ૪ના એક વર્ગમાં ગયા. અહી લેખન પર પ્રોજેક્ટ કાર્ય ચાલતું હતું. તેઓના ભાષાના પ્રોજેક્ટ ટીચર સાથેની મુલાકાતમાં અમે તેમના પ્રોજેક્ટ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી. વર્ગના તમામ વિદ્યાર્થીઓ પોતાના જુથમાં કામ કરતા હતાં. વર્ગના એક ખૂણામાં બે વિદ્યાર્થીનીઓ આરામથી બેઠેલ જોઈ...(ફોટોગ્રાફમાં છે...) અમારા ટીમના કોઈ એક સભ્ય દ્વારા વર્ગના પ્રોજેક્ટ ટીચરને સાહજીકતાથી પુછાઈ જવાયું કે આ બંને વિદ્યાર્થીનીઓ કેમ આમ ?? શિક્ષકે એક વાક્યમાં સુંદર જવાબ આપ્યો... ”બાળક છે રમવા દો...”
ગઈ કાલે એટલેકે તારીખ ૧૯ ઓક્ટોમ્બરે મારી શાળા મુલાકાત દરમીયાન હું અમારા ક્લસ્ટરની જશપુરા શાળાની મુલાકાતે ગયો. અહી વિદ્યાર્થીઓને વાંચનનુ કામ ચાલતું હતું. તમામ વિદ્યાર્થીઓ પોતાના કામમાં મગ્ન. એક વિદ્યાર્થીની સુતા સુતા વાંચતી જોવા મળી. મેં શિક્ષક સામે જોયું તો તેમણે કહ્યું વાંચે છે તેને આમ વાંચવામાં રસ લાગે છે. વાંચવા દો. મને આનંદ થયો. આ શાળામાં એક પણ વિદ્યાર્થી વાંચન લેખન ગણનમાં નબળું નથી. શિક્ષક પોતાના વર્ગને સ્વર્ગ આમ જ બનાવે. કોઈ પણ પ્રકારના બંધન વિના વિદ્યાર્થી ભણે એ મજા છે. જ્યાં સુંધી બાળકને સ્થળ-શિક્ષક પોતીકા ન લાગે ત્યાં સુંધી બધું નક્કામું. અહી બંને શાળાના ફોટોગ્રાફ મુકેલ છે.
આવા શિક્ષક મળે તો બાળક જરૂર ભણે જ... Let the students do what they like... we have to create interest/atmosphere for education... 

1 comment:

Rojgar Gujarat said...

Your blog is wonderful. Rojgar Gujarat is website which provide job updates and many more