જૂથ સંસાધન કેન્દ્ર, નદીશાળા
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ શહેર
માર્ગદર્શીત
જૂથ કક્ષાનો રમતોત્સવ
જીલ્લા શિક્ષણ અને
તાલીમ ભવન અમદાવાદ (શહેર) ના માર્ગદર્શન મુજબ જૂથ સંસાધન કેન્દ્ર નદીશાળા દ્વારા
નદીશાળા પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનો રમતોત્સવ તારીખ ૦૪/૧૨/૨૦૧૩ના રોજ સવારે ૯ કલાકથી જી.સી.ઈ.આર.ટી દ્વારા જાહેર
કરવામાં આવેલ પરીપત્ર મુજબ યોજવામાં
આવ્યો. નદીશાળા જૂથની પાંચ શાળાઓ નદીશાળા, ગમાનપુરા,લક્ષ્મીપુરા,રામગઢ અને
જશપુરાના શિક્ષક ભાઈ બહેનો તેમજ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો.
સ્પર્ધાની શરૂઆત સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવી જેમાં પ્રાર્થના કાર્ય સાથે
સાથે જીવનમાં રમતનું મહત્વ વિષે લક્ષ્મીપુરા શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પટેલ દ્વારા
માર્ગદર્શન આપવામાં આવ્યું. નદીશાળા શાળાના શિક્ષકશ્રી રમેશભાઈ વાળંદ દ્વારા
વિદ્યાર્થીને ખેલદિલી પૂર્વક રમતમાં ભાગ લેવા માટે પ્રતિજ્ઞા અપાવવામાં આવી. નદીશાળા
ગામના સરપંચ શ્રી ભવાનભાઈ પટેલ ઉદઘાટન સમારંભમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને
પ્રોત્સાહિત કર્યા. જૂથ કક્ષાના આ રમતોત્સવમાં જૂથની પાંચ શાળાના શિક્ષક ભાઈઓ ૦૬
અને બહેનો ૦૨ મળી કુલ ૦૮ શિક્ષકો અને વિદ્યાર્થી ભાઈઓ ૩૯, બહેનો ૫૦ મળી કુલ ૮૯
વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સ્પર્ધાના અંતમાં સમૂહ બેઠક યોજવામાં આવી જેમાં બ્લોક
કક્ષાની સ્પર્ધાઓ માટે પસંદ થયેલ શિક્ષક ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓના નામની
જાહેરાત કરવામાં આવી. રમતોત્સવન અંતે આવનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે
મળી ભોજન લીધું અને રમતોત્સવના આનંદ સાથે વિદાય લીધી.
No comments:
Post a Comment