આજે ૨૬ જાન્યુઆરી. હિન્દુસ્તાનના બંધારણને અમલી
થયાને આજે અડધીસદીથી વધુ સમય વિતાવ્યની એ સુખદ ક્ષણોને તાજી કરવાનું પર્વ. અમારા
ક્લસ્ટરની મુખ્ય શાળા -નદીશાળા ગામમાં સૌ ગ્રામવાસીઓ અને અમારા દેત્રોજ બ્લોકના બી.આર.સી કૉઓર્ડીનેટર
શ્રી રોહિતભાઈ રાવલની ઉપસ્થિતિમાં અમે આજના પર્વની ઉજવણી કરી. વિદ્યાર્થીઓના
પરફર્મંસ જોતા લાગ્યું કે આર્થિક પછાત પરિવારમાં આવતા માનસિક અતિ તીવ્ર અમારા આ
વિદ્યાર્થીઓને નિષ્ણાત દ્વારા તાલીમ આપવામાં આવે તો કદાચ સમાજને સારા કલાકાર મળે !!
ધોરણ ૧ થી ૫ માં ચાર શિક્ષક અને ૬,૭,૮ ધોરણમાં ૨ શિક્ષક દ્વારા કરવામાં આવેલ
કાર્યક્રમ દ્વારા ખુબ સુંદર લાગ્યો. વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલ અભિનયગીતો,
અંધ વિશ્વાસ નિવારણ, એકતા પર નાટકો, પ્રાદેશિક ડાન્સ,ગીતો અને વિદ્યાર્થીઓ દ્વારા
ઉદબોધન આમ દરેક કાર્યક્રમ જકડી રાખનાર લાગ્યા. ધ્વજવંદન કાર્યક્રમ અને સંસ્કૃતિક
કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓએ કર્યું. આવી જ રીતે અમારા ક્લસ્ટરઅંતર્ગતની
પ્રાથમિક શાળા જશપુરાના આચાર્ય શ્રી લાલજીભાઈ પટેલ દ્વારા મેઈલ દ્વારા મોકલાયેલ
ફોટોગ્રાફ્સ જોતા આ શાળા અને ગ્રામજનોની સહભાગિતા જાની શકાય છે. અમારા ક્લસ્ટરની
તમામ શાળાઓએ આજના દિવસને વિશેષ દિવસ તરીકે ઉજવી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં દેશ
ભક્તિ ટકાવી રાખવા કરેલ પ્રયત્નોને સલામ.
આજનો કાર્યક્રમ જોતા અને વિદ્યાર્થીઓને દેશ માટે
કઈ પણ કરવા તત્પર જોતાં લાગે કે જે દિવસે દેશભક્તિ પ્રાથમિક શાળાથી સંસદ સુંધી
સાચી રીતે પહોંચશે તે દિવસે દેશને સાચા અર્થમાં સ્વરાજ્ય મળશે, આપણા આઝાદીના
લડવૈયાઓ,શહીદો, દેશનેતાઓએ સ્વતંત્ર હિન્દુસ્તાન માટે જોયેલ સ્વપ્નો સિદ્ધ થતાં
જણાશે.
નદીશાળા અને જશપુરા ગામની અમારી પ્રાથમિક શાળાઓના
વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ કાર્યક્રમના કેટલાંક ફોટોગ્રાફ્સ....ફરી દેશભક્તિ જાગૃત
કરવા માટે...જય હિન્દ....















No comments:
Post a Comment