પક્ષીઘર
મારી ૧૩મી જાન્યુઆરીની મારા ક્લસ્ટરની જશપુરા શાળાની મુલાકાત દરમિયાન મને શાળામાં જ એક
ઘર જોવા મળ્યું. શાળામાં જુદાજ પ્રકારનું ઘર જોઈ મેં શાળાના આચાર્યશ્રી લાલજીભાઈ
પટેલને પૂછ્યું, “આ પહેલાથી બાંધેલ હતું કે ...??? મારો પ્રશ્નપૂરો થાય એ પહેલાં જ
આચાર્યશ્રી બોલી ઉઠ્યા, ‘ના કેતનભાઈ, આતો બચ્ચાં નીચે પડી
જાય નહિ એટલે વિદ્યાર્થીઓએ વપરાયેલી સિમેન્ટની થેલી બાંધી છે.’ મને આશ્ચર્ય સાથે આનંદ થયો. અક્ષયપાત્ર
પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓ પક્ષીઓને રોજ ચણ આપે પરંતુ ઘર પણ આપી શકે !!!???
મિત્રો, ADEPTS ના વિવિધ વિધાનોમાં આપણે વાંચેલ છે પરંતુ આવાં નાના નાના પ્રયોગો
દ્વારા જ વિદ્યાર્થીઓને સાચા અર્થમાં જીવ દયા અને સ દભાવના અંગે સમજાવી શકાય,
અનુભવજન્ય જ્ઞાન આપી શકાય.
અહીં આ પોસ્ટ લખતાં હું એક પ્રાયશ્ચિત કરી લઉં,
મારા અમદાવાદના ઘરમાં એક જગ્યાએ કબુતર નિયમિત માળા મુકતા. ઘર બંધ રહેતું અને હું
ક્યારેક અમદાવાદ રોકવાનો હોઉં અને ઘર ખોલું ત્યારે ખીજાઈ જાઉં અને કબૂતરના માળા
ફેંકી દઉં...મને દુઃખ થતું પરંતુ...અંતે મેં મકાનની તમામ બારીઓ જ્યાંથી કબુતર આવી
શકે મેં કબુતર જાળી લગાવી કબૂતરના ઘર છીનવી લીધા...મારી જશપુરા શાળા મુલાકાતે મને
મારી ભૂલા સમજાઈ...અને ફરી આ ભૂલ ન થાય તેવો નિશ્ચય કર્યો. હું શાળા પરિવારનો
આભારી છું.


No comments:
Post a Comment