Monday, January 6, 2014

ઉંમર મોટી કે અનુભવ ?

 મને એક સરસ વાત યાદ આવે છે. જર્મનીનો આ કિસ્સો છે.
આર્મીમાં  સોલ્જર ભરતી થવા આવ્યો. એના એન્ટ્રીફોર્મમાં કાગળીયાં તપાસતા અધિકારીએ પૂછ્યું કે ‘ઊંમર ?’ એટલે સોલ્જરે કહ્યું કે એકવીસ વર્ષ.
સામે ઊપરી અધિકારી હતો. એણે કાગળ જોઈને એમ કહ્યું કે ‘જન્મ તારીખના દાખલા મુજબ બાવીસ તો પૂરાં થઈ ગયા છે તો કેમ ઓછી ઉંમર બતાવો છો ?’
સોલ્જરે કહ્યું કે ‘ગયું આખુ વર્ષ હું ખુબ બિમાર હતો. પહેલાં તાવ આવેલો અને પછી ફેકચર થયેલું ને એવું બધું થયેલું એટલે કે ગયું આખું વર્ષ હું ઘરમાં જ પડ્યો રહ્યો હતો અને જે વર્ષ હું ઘરમાં જ પડ્યો રહ્યો હોઉં એ મારી ઉંમરમાં થોડું ઊમેરાય ?’
મને યાદ છે કે હું એક પુસ્તક વાંચતો હતો એમાં લખ્યું હતું કે એક જમાનામાં શ્રદ્ધાંજલિઓ લખવામાં ન આવતી. ‘કોણે શું કર્યું’ એના આટલા લાંબા અને રસિક પરિચયો નહોતાં આપવામાં આવતાં. એક જ સવાલ પૂછવામાં આવતો કે ‘Did he or she lived with passion ?’
આ જે વ્યક્તિ જતી રહી એ શું પેશનથી જીવી હતી ? ઝનૂન-મહોબ્બત કે લહેરથી જીવી હતી ? તો બસ વાત પૂરી થઈ ગઈ ! એ જ એની અંજલિ… !!! (With Thanks from Gurujiki fb)

No comments: