મારા ગયા મહિનાની શાળા મુલાકાત દરમિયાન મને જોવા
મળેલ કેટલીક સારી બાબતો તેમજ આ શાળાના પાયાના પ્રશ્નો અહી ફોટોગ્રાફ્સ સ્વરૂપે રજુ
કરું છું. અમારા ક્લસ્ટરની શાળાના શિક્ષક ભાઈ-બહેનો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ અર્થે કરવામાં
આવતા પ્રયત્નો તેમજ મારા દ્વારા આ મહીને કરાયેલા કેટલાંક કાર્યોની વિગત...
આ મહિનામાં મારા દ્વ્રારા થયેલ School Visit શાળા મુલાકાત અને અન્ય ફેરણીના કાર્યની મારી પ્રવાસ ડાયરી અને મને સૌથી વધુ આનંદ આપનાર મળેલ ઈ મેઈલ ...
આ મહિનામાં મારા દ્વ્રારા થયેલ School Visit શાળા મુલાકાત અને અન્ય ફેરણીના કાર્યની મારી પ્રવાસ ડાયરી અને મને સૌથી વધુ આનંદ આપનાર મળેલ ઈ મેઈલ ...
આ શાળામાં ધોરણ ૧ થી ૫ માટે ચાર શિક્ષકો છે જયારે
ધોરણ ૬ થી ૮ માટે ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના કુલ ૨ શિક્ષકો છે. શાળા
દ્વારા આ મહિનામાં અંબાજીનો પ્રવાસ યોજાયો.
ગમાનપુરા
આ
શાળામાં ધોરણ ૧ થી ૫ માટે બે શિક્ષકો છે જયારે ધોરણ ૬ થી ૮ માટે ભાષાશિક્ષણ માટે
એક શિક્ષક છે. ધોરણ ૧ થી ૫ ના બે શિક્ષકો પૈકી એક શિક્ષક આ સત્રના અંતે વય
મર્યાદાના કારણે નિવૃત થશે અને ધોરણ ૬ થી ૮ના શિક્ષિકા બહેન જુલાઈ ૨૦૧૪થી
માતૃત્વની રજા પર સદા ચાર મહિના અર્થાત લગભગ પ્રથમ સત્રના અંત સુંધી રહેશે. આવા
સમયે આ શાળામાં એક શિક્ષક દ્વારા સમગ્ર શાળા સંચાલન કરવું ખુબ મુશ્કેલી ભર્યું
રહેશે. અહી શિક્ષક સંખ્યા ઓછી હોવા છતાં શિક્ષક ભાઈઓ અને બહેન પોતાનોમહત્તમ સમય
વર્ગકાર્યમાં આપે છે.
લક્ષ્મીપુરા
આ
શાળામાં ધોરણ ૧ થી ૫ માટે ત્રણ શિક્ષકો છે જયારે ધોરણ ૬ થી ૮ માટે ભાષાશિક્ષણ
માટેનાં એક શિક્ષક છે. એક શિક્ષક દ્વારા ધોરણ ૬ થી ૮ નું કામ કરવું ખુબ અઘરું હોવા
છતાં અહી બધા જ કામ શાળા પરિવાર સંપીને સુંદર રીતે કરે છે. આ શાળા દ્વારા આ મહીને યોજાયેલ પ્રવાસ તેમજ વર્ગ
શિક્ષણકાર્યના ફોટોગ્રાફ્સ પરફથી આપ સમજી શકશો કે ઓછા શિક્ષક અને અંતરિયાળ વિસ્તાર
છતાં શિક્ષક કેટલું સારું કાર્ય કરતા હોય છે.

જશપુરા
આ શાળામાં ધોરણ ૧ થી ૫ માટે ત્રણ શિક્ષકો છે
જયારે ધોરણ ૬ થી ૮ માટે ભાષાશિક્ષણ માટેનાં એક શિક્ષક છે. એક શિક્ષક દ્વારા ધોરણ ૬
થી ૮ નું કામ કરવું ખુબ અઘરું હોવા છતાં અહી બધા જ કામ શાળા પરિવાર સંપીને સુંદર
રીતે કરે છે. ફેબ્રુઆરી માસમાં જશપુરા શાળાના શિક્ષકો દ્વારા આયોજિત ૬/૨/૨૦૧૪ના દિવસે વિદ્યાર્થીઓ પ્રવાસે ગયેલ
તેમજ નાગજીભા તરફથી શાળાના વિદ્યાર્થીઓને તિથીભોજન આપવામાં આવેલ. આ શાળાના કેટલાક
ફોટોગ્રાફ્સ...
રામગઢ
ખેતરોની વચ્ચે નાનકડા ફાર્મહાઉસ જેવી લગતી આ શાળા
મારા ક્લસ્ટરની સૌથી નાની શાળા કહી શકાય. આ શાળામાં વિદ્યાર્થી ઓછા હોવા છતાં
શિક્ષકો ખુબ ખંતથી શિક્ષણકાર્ય કરે છે. અહી આપેલ કેટલાંક ફોટોગ્રાફ્સ..
ફેબ્રુઆરી માસ ગુણોત્સવની તૈયારીઓ તેમજ વર્ષાન્ત
નજીકનો મહિનો હોઈ અમારા માટે ઘણો હેકટીકકહી શકાય. આ મહિનામાં શાળા મુલાકાત ઘણી ઓછી
કરી શકાઈ.
IIM દ્વારા GCERTમાં રાજ્યના ૧૦૦ જેટલાં ઇનોવેટીવ શિક્ષકોને તારીખ ૫/૬ ફેબ્રુઆરીએ
બોલાવી સન્માનિત કરાયા જેમાં ૨૦૧૧/૧૨ અને ૨૦૧૨/૧૩માં મારા દ્વારા કરાયેલ
ઇનોવેશનને સન્માનિત કરાયો. આ વિષે મેં આ
બ્લોગ પર અગાઉ પોસ્ટ લખેલ છે.
અમારા બી.આર.સી ભવનના રિસોર્સ રૂમ તેમજ તાલીમ ભવનનું લોકાર્પણ માન.મંત્રીશ્રી આનંદીબેન પટેલ દ્વારા તારીખ ૧૧/૦૨/૨૦૧૪ના રોજ કરાયું.
SPIPA દ્વારા વહીવટી કાર્ય અંગે તાલીમ તારીખ ૧૧/૦૨ થી
૧૩/૦૨ ના રોજ આપવામાં આવી જેમાં અમારા
તાલુકા વતી પસંદ થયેલ કો ઓર્ડીનેટરમાંથી મને પણ તાલીમ મેળવવાનો મોકો મળ્યો.
તારીખ ૧૪/૧૫ ફેબ્રુઆરીએ ઘોરણ પાંચમાં આવતા વર્ષે
અમલી બની રહેલ પ્રજ્ઞા અભિગમ માટે વિષયવસ્તુ (પુસ્તક) લેખન તેમજ તાલીમ આયોજન અર્થે
અડલજ તરી મંદિર લેખન વર્કશોપમાં ઉપસ્થિત રહેવાણો લાભ મળ્યો.
અમારા બ્લોક પર તારીખ ૧૮/૦૨ ના રોજ ટી.એલ.એમ
પ્રદર્શન યોજાયું.જેમાં વર્ષ દરમિયાન અમારા ટી.એલ.એમ પણ પ્રદર્શનમાં મુકાયા.
અમારા બી.આર.સી કો ઓર્ડીનેટર અને જીલ્લા પેડાગોજી
શ્રી રોહિતભાઈ રાવલે તારીખ ૨૨/૦૨ના દિવસે અમારા પ્રજ્ઞા વર્ગની મુલાકાત લઇ
વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપ્યું.
નદીશાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મને
મોકલવામાં આવેલ મેઈલ મારા માટે સૌથી યાદગાર મેઈલ બન્યા.
આમ ફેબ્રુઆરી ૨૦૧૪ મને ઘણા નવા અનુભવ પુરા પડતો
લાગ્યો...






































No comments:
Post a Comment