માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
પોતાના બ્લોગ પર શિક્ષણમાં નવતર પ્રયોગ વિષે લખવામાં આવ્યું. IIM અમદાવાદ દ્વારા વાયબ્રન્ટ સમીટ દરમિયાન રાજ્ય સરકાર સાથે MOU કરવામાં આવ્યા. જે અંતર્ગત IIM અમદાવાદે રાજ્યમાંથી સરકારશ્રીને નવતર પ્રયોગ
કરનાર શિક્ષકોનીપસંદ કરી પ્રયોગશીલ શિક્ષકોની યાદી આપવાનું નક્કી કરવામાં આવ્યું.
આ MOU અંતર્ગત IIM અમદાવાદે
GCERT, GEIC અને
સૃષ્ટી આ ત્રણ સંસ્થાઓ સાથે મળી રાજ્યભરમાંથી ૨૦૧૨-૧૩માં નવતર પ્રયોગ કરનાર
શિક્ષકોની શોધ શરુ કરી. આ શોધના ભાગ રૂપે IIM અમદાવાદ દ્વારા રાજ્યમાંથી નવતર પ્રયોગ
મંગાવવામાં આવેલ. જે પૈકી લગભગ ૬૦૦૦ જેટલાં પ્રયોગો રાજ્યભરમાંથી શિક્ષકોએ IIM અમદાવાદને ઓન લાઈન રજીસ્ટ્રેશનદ્વારા કે પોસ્ટ
મારફતે મોકલ્યા. IIM અમદાવાદ દ્વારા આવેલ તમામ નવતર પ્રયોગનો અભ્યાસ
કરવામાં આવ્યો અને તે પૈકી આશરે ૧૦૩ જેટલાં નવતર પ્રયોગ હાથ ધરનાર શિક્ષકો પસંદ
કરવામાં આવ્યા. આ પ્રયોગશાળી શિક્ષકોને સન્માનવાનો તેમજ તેમના કાર્યને નજીકથી સમજવા
અને એક બીજા સમક્ષ રજુ કરવાના ઉદ્દેશ્ય માટે તારીખ ૫-૬ ફેબ્રુઆરી ૨૦૧૪ના દિવસે GCERT ગાંધીનગર
ખાતે બે દિવસનો વર્કશોપ યોજવામાં આવ્યો. મારા નવતર પ્રયોગ Distance mode Directionને પણ પસંદ કરેલ હોઈ મને પણ આ વર્કશોપમાં ઉપસ્થિત
રહેવાની તક મળી. IIM અમદાવાદ જેવી સંસ્થા દ્વારા મારા પ્રયોગની
પસંદગી થવી એ મારા માટે આ ખુબ મહત્વનો પ્રસંગ કહી શકાય.
તારીખ ૫ ફેબ્રુઆરીના દિવસે સવારે ૯-૧૦ કલાક
દરમિયાન રાજ્યભરના પસંદગી પામેલ પ્રયોગશીલ શિક્ષકો દ્વારા રજીસ્ટ્રેશન કાર્ય પૂર્ણ
કરી પ્રથમ સેશન શરુ થયું. ડૉ વિજયભાઈ પટેલ (GCERT) દ્વારા કાર્યક્રમનું સંચાલન કરતાં પ્રાર્થના બાદ મંચસ્થ મહાનુભાવોનો
પરિચય કરાવવામાં આવ્યો. GCERTના અધિક
નિયામક માનનીય શ્રી પુરોહિત સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું. IIM ના ઇનોવેશન્સ સેલના શ્રી ચૈતન્યભાઈ ભટ્ટ દ્વારા
બંને દિવસના કાર્યની વિગતવાર સમજણ આપવામાં આવી. રાજ્યમાંથી પસંદગી પામેલ નવતર
પ્રયોગોનું પ્રદર્શન યોજવામાં આવ્યું. ચાર કલાકે માનનીય નાનુભાઈ વાનાણી,
શિક્ષણમંત્રીશ્રી,રાજ્યકક્ષા દ્વારા પ્રદર્શનનું નિરિક્ષણ કરવામાં આવ્યું. તેઓની
સાથે માનનીય સંગીતાબેન સચિવશ્રી, ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, માનનીય શ્રી
આર.સી.રાવલ, નિયામકશ્રી, ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, શ્રી ટી.કે.શાહ, નિયામકશ્રી GCERT તેમજ રાજ્યકક્ષાના અધિકારીશ્રીઓ જોડાયા. માનનીય
મંત્રીશ્રી અને રાજ્ય શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા નવતર પ્રયોગ પ્રદર્શનના દરેક
સ્ટોલ પર પુરતો સમય ફાળવી પ્રયોગશીલ શિક્ષકો સાથે ઊંડાણમાં ચર્ચા કરી. પ્રદર્શન
નિદર્શન બાદ માનનીય મંત્રીશ્રી અને રાજ્યકક્ષાના અધિકારીશ્રીઓ દ્વારા દરેક
જીલ્લામાંથી પસંદ થયેલ એક પ્રયોગશીલ શિક્ષક અને ડાયેટ પ્રાચાર્યશ્રી કે ડાયેટ
પ્રતિનિધિનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું. માનનીય મંત્રીશ્રી નાનુભાઈ વાનાણીએ
પોતાની આગવી છટામાં શિક્ષકોના કાર્યને બિરદાવ્યા તેમજ સમાજની અપેક્ષાઓ અને
પ્રયોગશીલ શિક્ષકો માટે સમાજ દ્વારા કરવામાં આવેલ બહુમાન/સન્માન અંગે ઉદાહરણો આપી
સમજાવ્યું. શિક્ષક જ સમાજ બદલી શકાશે કહી પોતાનો શિક્ષકો પરનો વિશ્વાસ રજુ કર્યો.
મંત્રીશ્રી દ્વારા સન્માનના આ કાર્યક્રમનું સફળ સંચાલન IIM ઇનોવેશન્સ સેલના કન્વીનર શ્રી ચૈતન્યભાઈ ભટ્ટ
દ્વારા કરાયું.
બીજા દિવસે એટલેકે છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસની
શરૂઆત IIM ઇનોવેશન્સ સેલના માનનીય પ્રોફેસર શ્રી
વિજ્યાશેરીચંદના ઇનોવેશન્સ અંગેના ઉદબોધનથી કરાયું. માનનીય પ્રોફેસર શ્રી
વિજ્યાશેરીચંદે સરળ ભાષામાં નવતર પ્રયોગની વિકાસ યાત્રા અંગે સંપૂર્ણ માર્ગદર્શન
આપ્યું. ત્યારબાદ IIM ઇનોવેશન્સ સેલના શ્રી અંકીતભાઈ ત્રિવેદી દ્વારા પ્રદર્શનમાં
જોયેલ નવતર પ્રયોગો પર પોતાની સમજણ અંગે નોંધ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. શ્રી અંકીતભાઈ ત્રિવેદીના સેશનબાદ નવતર પ્રયોગ કરનાર શિક્ષકો દ્વારા જુદા-જુદા ચાર જુથમાં જીલ્લા
મુજબ વહેચણી કરવામાં આવી. આ ચારેય જુથમાં ઇનોવેશન્સના કોરટીમ મેમ્બર્સને ક્લાસના
કન્વીનર બનાવી દરેક ક્લાસમાં જૂથના સભ્યોએ પોતાના ઇનોવેશન અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું.
અન્ય જીલ્લામાં થયેલ નવતર પ્રયોગ અંગે જાણવા તેમજ આ પ્રયોગોને અમારી શાળામાં કેવી
રીતે અમલી કરવાં તે અંગે અમને વિચારતા કર્યા. વિરામ પછીના સેશનમાં સૃષ્ટિના ડૉ
અનીલ ગુપ્તાએ ઈનોવેશન અંગે ઊંડાણમાં માર્ગદર્શન આપ્યું. સાથે સાથે વૈશ્વિક સ્તરે
થતા ઇનોવેશન્સ અંગે જાણ કરી. ડૉ અનીલ ગુપ્તાના લેકચરે અનેક દિશાઓમાં નવતર પ્રયોગ
પર વિચારતા કરી દીધાં. ડૉ અનીલ ગુપ્તાના પ્રવચન બાદ નવતર પ્રયોગ કરનાર શિક્ષક
ભાઈ-બહેનોનું સર્ટીફીકેટ તેમજ ઇનોવેશન્સની ઈ બુક(સોફ્ટ કોપી) આપી સન્માન કરવામાં આવ્યું. માનનીય જોશી સાહેબ (CCERT, New Delhi) દ્વારા
પોતાની આગવી વ્યંગાત્મક શૈલીમાં શિક્ષકોને CCERT ના કાર્ય, તાલીમ તેમજ CCERT નું
ગુજરાત આગમન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. શ્રી ભાવેશભાઈ પંડ્યા દ્વારા
કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. શ્રી ભાવેશભાઈ પંડ્યાએ પોતાના સંચાલન દરમિયાન
શિક્ષક માટે લખાયેલ કેટલીક કાવ્ય પંક્તિઓ કહી શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો. અહી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો. જોકે, મારી
દ્રષ્ટીએ અહી શરૂઆત થઇ કહેવાય, કારણ આ બે દિવસના વર્કશોપમાં પ્રયોગશીલ શિક્ષકોને
ઘણા નવા પ્રયોગો જાણવા મળ્યા. પોતાની શાળાને “મસ્તીકી પાઠશાળા” બનાવવાના સ્વપ્ન
સાથે સૌએ વિદાય લીધી.
મારી IIM
અમદાવાદ અને ગુજરાત સરકારને વિનંતી છે કે,
- - BRC/CRC/BRP કૉ
ઓર્ડીનેટર્સ, ડાયેટ લેક્ચરર્સ દ્વારા પોતાના કાર્ય માટેના ઇનોવેશનને અલગથી સમાવવા.
- - BRC/CRC/BRP કૉ
ઓર્ડીનેટર્સ દ્વારા કરાયેલ ઇનોવેશનને BRC/CRC/BRP કૉ
ઓર્ડીનેટર્સની તાલીમમાં રજુ કરી શકાય જેથી અન્ય BRC/CRC/BRP કૉ ઓર્ડીનેટર્સને આવા કાર્ય કરવા પ્રેરણા
મળે.
-
શિક્ષકોના
ઇનોવેશન પસંદ કરી શિક્ષક તાલીમમાં નમુના રૂપે મૂકી શકાય.
- - નવતર
પ્રયોગને પ્રસંસાપત્રની નોંધ શિક્ષક સેવાપોથીમાં થાય.
- - નવતર
પ્રયોગ હાથ ધરેલ શિક્ષકોનુ આગવું જૂથ તૈયાર કરી તેમના દ્વારા પોતાના
ક્લસ્ટર-તાલુકા/જીલ્લાના શિક્ષકોને નવતર પ્રયોગ હાથ ધરવા અંગે માર્ગદર્શન માટે આયોજન
કરી શકાય.
- - કેટલાંક
પસંદિત પ્રયોગને જરૂરી સુધારા વધારા સાથે રાજ્યભરમાં અમલ કરવા આયોજન હાથ ધરી શકાય.
- - શિક્ષક, BRC/CRC કૉ ઓર્ડીનેટર્સ, ડાયેટ લેકચરર સાથે સાથે BRP કૉ
ઓર્ડીનેટર્સ, કેળવણી નિરિક્ષકો, જીલ્લા પ્રાથમિક શિક્ષનાધીકારીશ્રી, ડાયેટ
પ્રાચાર્યશ્રી, તાલુકા-જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા હાથ ધરતા પ્રયોગોને પણ
સ્થાન આપવું જોઈએ તેમજ સન્માન થવું જોઈએ.



No comments:
Post a Comment