ગુણોત્સવ
૨૦૧૪ દરમિયાન શાળા મુલ્યાંકન અર્થે મારે વિરમગામ તાલુકાના સાકરિયા અને રંગપુર
શાળામાં જવાનું થયેલ. મારી સાથે અમારી ટીમમાં અમારા દેત્રોજ
બ્લોકના સી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી હેમંતભાઈ વાઘેલા અને વિરમગામ તાલુકાના સી.આ.સી
કૉ ઓર્ડીનેટર શ્રી વિહાભાઇ રબારી હતા. અમારી મુલાકાતના પ્રથમ દિવસે અર્થાત
ગુણોત્સવના પ્રથમ દિવસે અમારે સાકરીયા શાળામાં જવાનું થયેલ. આ શાળાના આચાર્ય શ્રી
રણજીતભાઈ વાઘેલા મૃદુભાષી અને કર્મઠ. સાકરીયા ગામ એ વિરમગામ તાલુકાનું અંતરિયાળ
ગામ છે. ગામમાં ઠાકોર સમાજની વસ્તી ૯૫% જેટલી હશે..!! સાકરીયા ગામ ખુબ અંદરના
વિસ્તારમાં તેમજ ઓછી જન સંખ્યા ધરાવનાર ગામ હોવા છતાં શાળા સફાઈ થી શિક્ષણ સુંધી તમામ બાબતો આકર્ષતી
જણાઈ. દફતર ગોઠવણ તેમજ વિદ્યાર્થી-શિક્ષક ઘરોબો નોંધપાત્ર હતો. તમામ વિદ્યાર્થીઓ
સ્વચ્છ કપડામાં જોવા મળ્યા. ગામ કે શાળામાં પાણીની બોરવેલ દ્વારા વ્યવસ્થા ન હોવા છતાં શાળામાં વૃક્ષ તેમજ
છોડવાઓ વાતાવરણને શીતળતા આપતા હતાં. શાળાના સૌ શિક્ષક ભાઈઓ અને બહેનનો પ્રયત્ન
સરાહનીય જણાયો. આ શાળામાં ઇલેક્ટ્રિક ફીટીંગ વ્યવસ્થિત રીતે કરાવવું જરૂરી છે. સાકરિયા શાળાની કેટલીક પ્રાથમિક આંકડાકીય માહિતી તેમજ ફોટોગ્રાફ્સ
યાદો તાજી કરાવવા માટે.
શિક્ષક
સંખ્યા ૪+૧=૫
વિદ્યાર્થી
સંખ્યા ૭૯+૫૫=૧૩૪
તારીખ
૦૭/૦૩/૨૦૧૪ના દિવસે અર્થાત ગુણોત્સવના બીજા દિવસે રંગપુર શાળામાં જવાનું થયું. આ
શાળાના આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ ખુબ ઉત્સાહી અને જાતે જ બધું કાર્ય સંભાળનાર.. આ
શાળા પણ વિશાળ પરીસર ધરાવતી સુંદર શાળા. વિદ્યાર્થીઓ ખુબ ઉત્સાહી અને ચહેરા પર સતત
સ્મીત પહેરી ફરતાં જોવા મળ્યા. આ શાળામાં અમને આનંદ થયો એ જોઇને કે, ૩ થી ૮ ધોરણના
વિદ્યાર્થી અંગ્રેજી વાંચી શકતાં જેનો શ્રેય શાળાના આચાર્યશ્રીને શિરે છે કહી શકાય.
સર્વ શિક્ષા અભિયાન દ્વારા અપાયેલી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અર્લી રીડર્સનો
ઉપયોગ થતો જણાયો. શાળાની કેટલીક પ્રાથમિક આંકડાકીય માહિતી તેમજ ફોટોગ્રાફ્સ યાદો
તાજી કરાવવા માટે.
વિદ્યાર્થી
સંખ્યા ૨૫+૨૩=૪૮
શિક્ષક
૩+૦=૩
ગુણોત્સવ
માટે મારો વ્યક્તિગત અભિપ્રાય જાણવું તો દર સેમિસ્ટરના અંતે ગુણોત્સવ દ્વારા જ
મૂલ્યાંકન થાય તેમજ જીલ્લા કે તાલુકા ઇન્ટરચેક દ્વારા મૂલ્યાંકન થાય તો શિક્ષણમાં
અપેક્ષિત પરિણામ મેળવી શકાય.











No comments:
Post a Comment