તારીખ ૬ માર્ચ ૨૦૧૪ અમદાવાદ જીલ્લામાં “જીલ્લા
પ્રાથમિક શિક્ષણાધિકારી” તરીકે શ્રી પ્રફુલભાઈ જલુની નિયુક્તિ થઇ. શ્રી જલુ સાહેબે
૨૧ માર્ચે દેત્રોજ બ્લોક પર ટીમ એસ.એસ.એ, દેત્રોજ સાથે સહ ચિંતન બેઠક યોજેલ. આ
બેઠકમાં IIM, અમદાવાદ, ઇનોવેશન શેલના પ્રતિનિધિ શ્રી
ચૈતન્યભાઈ ભટ્ટ, એસ.એસ.એ અમદાવાદના ઓઆઈસી ટીટી શ્રી દિલીપભાઈ વડેરા, દસક્રોઈ
તાલુકાના TPEO શ્રી પિંકેશભાઈ પટેલ, દેત્રોજ તાલુકાના TPEO શ્રીમતિ ચંદ્રિકાબેન પટેલ, દેત્રોજ બ્લોકના
બી.આર.સી કૉ ઓર્ડીનેટરશ્રી રોહિતભાઈ રાવલની ઉપસ્થિતિમાં જુદા જુદા વિષયોમાં ચર્ચા
યોજાયેલ.
આ બેઠક “ઇનોવેટીવ એક્ટીવીટી એસ અ કોઓર્ડીનેટર”
વિષય પર હોઈ સહભાગી સી.આર.સી. કૉ ઓર્ડીનેટર અને બી.આર.પી દ્વારા પોતાના ક્લસ્ટરમાં
થયેલ ઇનોવેશન અંગે ચર્ચા કરવામાં આવી.
IIM, અમદાવાદ, ઇનોવેશન શેલના પ્રતિનિધિ શ્રી
ચૈતન્યભાઈ ભટ્ટ દ્વારા ઇનોવેશન વિચાર, શા માટે ?, કેવી રીતે ?, રજીસ્ટ્રેશન કેવી
રીતે કરવું તેમજ આવનારા ભવિષ્યમાં ઉપયોગીતા અંગે ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી.
શ્રી ચૈતન્યભાઈએ બી.આર.પી પણ ઇનોવેશન રજીસ્ટ્રેશન કરાવી શકાશે તે અંગે જાહેરાત
કરતા સૌ બી.આર.પી ભાઈ-બહેનોમાં આનંદ પ્રસર્યો અને દરેક બી.આર.પી ઓછામાં ઓછું એક
ઇનોવેશન કરી ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવશે એ માટે નિર્ણય કર્યો.
જીલ્લા કક્ષાએથી આવેલ અધિકારી સ્વાગત પરિચય
દરમિયાન દેત્રોજ બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલે દેત્રોજ તાલુકાનો
પરિચય કરાવી ટીમ દેત્રોજનો પરિચય કરાવતા દરેક કૉ ઓર્ડીનેટરની સારી બાબતો જણાવી.
આ સમયે શ્રી પ્રફુલભાઈ જલુ સાહેબ સાથેની પ્રથમ
બેઠકમાં શ્રી જલુ સાહેબે પોતાનું કચ્છ અને પાટણ જીલ્લામાં જીલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારી તરીકે કરેલ નવતર પ્રયોગ અંગે ચર્ચા કરી. સાહેબ દ્વારા કરવામાં આવેલ ઇનોવેશન
અંગે જાણી અનુભવાયું કે ક્લસ્ટર કક્ષાએ પણ ઘણું બધું કરી શકાય તેટલા ક્ષેત્રો છે. સહભાગી તમામ ટીમ એજ્યુકેશન દેત્રોજના સભ્યએ
આગામી સત્ર માટે માનોમન સિદ્ધિ માટે શૈક્ષણિક
આયોજન શરુ કર્યું.
બેઠકના અંતે સૌ કૉ ઓર્ડીનેટરદ્વારા નિર્ણય લેવાયો
કે દર મહીને ક્લસ્ટર કક્ષાએ આ પ્રકારે બેઠક યોજવી જેમાં ક્લસ્ટર કક્ષાની પ્રવૃત્તિઓ,
શાળાકીય પ્રવૃત્તિઓ તેમજ ભાવી પ્લાન અંગે ચર્ચા કરાવી. ક્લસ્ટરકક્ષાની આ બેઠકમાં
દરેક શાળાના આચાર્યશ્રી પણ ઉપસ્થિત રહે તેમજ કોઈ ચોક્કસ હેતુ, વિષય સાથે આ બેઠક
યોજવા નિર્ણય લેવાયો. આ બેઠક સાચા અર્થમાં પરિણામ લક્ષી નીવડી.
શ્રી રોહિતભાઈ રાવલ, બી.આર.સી કૉ ઓર્ડીનેટર, દેત્રોજ
શ્રી હેમંતભાઈ વાઘેલા, કૉ ઓર્ડીનેટર, ડાંગરવા
પ્રેસનોટ 'દિવ્યભાસ્કર'
ટીમ એજ્યુકેશન દેત્રોજ બ્લોક
બી.આર.પી ભાષા શ્રી રણજીતસિંહરાઠોડ
IIM,
અમદાવાદ, ઇનોવેશન શેલના પ્રતિનિધિ શ્રી ચૈતન્યભાઈ ભટ્ટ









No comments:
Post a Comment