Wednesday, April 16, 2014

Annual Exam

જી.સી.ઈ.આર.ટી.ના ભૂતપૂર્વ નિયામક ડૉ નલીનભાઈ પંડિત સાહેબના માર્ગદર્શન મુજબ રાજ્યમાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન (પરીક્ષા)ના ઢાંચામાં ફેરફાર કરવા માટેનો વર્કશોપ ૨૦૦૨-૨૦૦૩માં પાલનપુર ડાયેટ દ્વારા મડાણા ગઢ ખાતે આયોજવામાં આવેલ તેમાં સહભાગી બનાવાની તક મળેલ. સાચું કહું તો પી.ટી.સી અભ્યાસ બાદ લગભગ સાતેક વર્ષ પછી શિક્ષક તરીકે જોડાયેલ હોઈ મૂલ્યાંકન (પરીક્ષા) અંગેની સંકલ્પના અહી સિદ્ધ થઇ તેમાં કહી શકાય.
આજે ૧૬ એપ્રિલ ૨૦૧૪ અર્થાત અમદવાદ જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનો છેલ્લો દિવસ. પરીક્ષા સમયે મારા ક્લસ્ટરની શાળાઓમાં વિદ્યાર્થીઓને મળવાનો આનંદ મારી રોજીંદી મુલાકાત કરતાં સવિશેષ કહી શકાય. દરેક વિદ્યાર્થીઓના ચહેરા ખુશ હતાં. શિક્ષક મિત્રો વેકેશન પૂર્વે તમામ વહીવટી કામ પૂરું કરવા માટે ત્રસ્ત, વાલીઓ ચુંટણીની ચર્ચાઓ કે પ્રચારમાં વ્યસ્ત અને વિદ્યાર્થીઓ વેકેશનની તડામાર તૈયારીઓમાં મસ્ત જણાયા. કોઈ વિદ્યાર્થીને પૂછીએ કે, અલ્યા,તીનીયા-વેકેશનમાં ક્યાં જવાનો,ત્યાતો .... બધી તૈયારીઓ હસતા ચહેરે હારબંધ બોલવા લાગે. આમતો એક શિક્ષક તરીકે કોઈ તાલીમ કાર્યક્રમમાં હોઈએ તો જરૂર કહીએ, વિદ્યાર્થીઓને રજાનો આનંદ મળે તો સમજવું આપણે શિક્ષક તરીકે ક્યાંક કાચા. પરંતુ આ વાક્ય દિવાળી અને ઉનાળાની રજાઓ માટે અપવાદ ગણવું. મને યાદ છે, હું જયારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો ત્યારે મારા ગામ કાંઝમાં ઉનાળાના સમયે બપોરના ૧૨ અને ૨.૩૦ કલાકે ગામથી લગભગ બે કિલો મીટર દુર રેલ્વે સ્ટેશને આવતી ટ્રેનમાં મફત પાણી પીવરાવવાનું કામ કાંઝનો બ્રહ્મસમાજ કરે અને તેમાં નામ લખાવવાનો અને બપોરે મોટાઓ સાથે ખેતરમાં રાયણ ખાવાનો આનંદ કદાચ શાળાના આનંદ કરતા અલગ જ હતો. અલબત્ત મને મારા શિક્ષકો માટે પૂરો આદર ભાવ તો હતોજ. અહી ચોક્કસ કહીશ કે પહેલાના સમયે બાળક સમાજમાંથી સારું શીખવા અનેક તકો હતી જે આજે ટેલીવિઝન, કોમ્પ્યુટર કે એન્ડ્રોઈડ ફોને લઇ લીધી છે. સવારે ગામના તળાવમાં ધરાઈને નાહવાનું, પછી ધરાઈને ખાવાનું અને બપોરના રેલ્વે સ્ટેશન.સાજે ૩ થી ચાર વાગે ઘરે આવી, ચા ભાખરી ખાઈ પાછા મેદાનમાં. શિક્ષણને બોજા વિના મેળવવાનો આનંદ અનેરો લાગતો. કદાચ આવી રીતે જ ભાર વિનાના ભણતરનો વિચાર અમલી બન્યો હશે !!
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન બાદ પણ પરીક્ષા વિદ્યાર્થીઓને કદાચ અઘરી નહિ લગતી હોય ? સેમેસ્ટર પદ્ધતિ સાથે સાથે વિદ્યાર્થીઓને એકમના અંતે કસોટી અને કસોટીમાં ઉત્તિર્ણ થયા બાદ તે એકમ પૂરો થયેલ માનવામાં આવે તો પરીક્ષાનું ભારણ ઘટાડી શકાય.


No comments: