શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણના વ્યવસાયમાં ત્રણ પ્રકારના શિક્ષકો જોવા મળે છે.
આદર્શ
અને પ્રેરણા આપતા શિક્ષકો...
·
સૂચના
મુજબ કામ કરી પરિણામ આપતા શિક્ષકો....
·
કોઈ
પણ સંજોગોમાં પરિણામ ન અપાવી શકતા શિક્ષકો....
હું આ બાબતે
માનું છું કે કેટલાંક શિક્ષકોને બાદ કરતાં તમામ શિક્ષકો મહેનત સાથે ગુણવત્તા લક્ષી
કાર્ય કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે દરેક
શાળામાં શિક્ષકો નવતર પ્રયોગ કરતાં રહ્યા છે. છતાં સમાજમાં શિક્ષકોનું મહત્વ અને પ્રભુત્વ ન જળવાતું
જોવા મળે છે.
સમાજમાં શિક્ષકની નોધ યોગ્ય રીતે ન લેવાવા પાછળના
અનેક કારણો છે.આ પૈકી એક કારણ થતી ગુણવત્તા લક્ષી પ્રવૃત્તિઓનો યોગ્ય પ્રચાર
અને પ્રસાર થતો નથી.
શક્ય છે, જ્યાં સુંધી શાળામાં થતા નવતર પ્રયોગોથી સમાજ વાકેફ નહિ
થાય ત્યાં સુંધી તેઓનો શાળા-શિક્ષકો માટે અભિપ્રાય ન બદલી શકાય.
શાળામાં થતી અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રચાર અને પ્રસાર માટે સોસીયલ
મીડિયાનો ઉપયોગ સાર્થક નીવડી શકે. આપણે જાણીએ છીએ કે સોસીયલ મીડિયાનો ઉપયોગ સમાજમાં વધી રહ્યો છે.
જીવનમાં ઉપયોગી તમામ સામગ્રી આજે સોસીયલ
મીડિયાના માધ્યમથી નજીક અથવા સહજ ઉપલબ્દ કે જાણે
હાથમાં આવી ગઈ છે.
આજકાલ
કેટલાય શિક્ષકો અનેક શાળાઓએ ફેસબુક પર
પોતાની પ્રવૃત્તિઓ મુકતા હોય છે. ફેસબુક પર મુકાતી પ્રવૃત્તિઓની પોતાની કેટલીક મર્યાદાઓ
છે. શાળાના
શિક્ષક શાળા માટે કે પોતાના માટે બ્લોગ ડેવલપ કરી માત્ર ઈન્ટરનેટ ચાર્જમાં પોતાની
શાળાકીય પ્રવૃત્તિઓનો વૈશ્વિક ફલક પર પ્રચાર
અને પ્રસાર કરી શકે છે. આ કામ સી.આર.સી કૉ ઓર્ડીનેટર બહુ સારી રીતે કરી શકે. સી.આર.સી
કૉ ઓર્ડીનેટર દ્વારા પોતાના ક્લસ્ટરની શાળાઓના શિક્ષકો,વિદ્યાર્થીઓને
પ્રોત્સાહિત કરવા બ્લોગ એક ઉત્તમ માધ્યમ કહી શકાય.
મારી
શાળાઓ અને તેની વિવિધ પ્રવૃત્તિઓ માટે www.jivantshixan.blogspot.in ની મુલાકાત લેશો તો જણાશે,અહીં
શાળામાં થતી પ્રવૃત્તિઓનો અહેવાલ, મોબાઈલમાં રેકોર્ડ કરેલ વિડીયો ક્લિપ્સ, ફોટોગ્રાફ્સ
વિગેરે બ્લોગ ઉપર જોવા મળે છે.વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે તેમના કાર્યની નોંધ લઇ
વિશ્વ ફલક પર મુકવાથી મોટું સન્માન બીજું શું હોઈ શકે ? શક્ય
છે, આપણી
શાળામાં ચાલતી કોઈ પ્રવૃત્તિ કે નવતર પ્રયોગ બીજી શાળા માટે ઉપયોગી નીવડી શકે. વળી, સી.આર.સી. કૉ
ઓર્ડીનેટરની ઈ પ્રોફાઈલ પણ તૈયાર થઇ શકે જેના દ્વારા કોઈ ઓર્ડીનેટર પોતાની પ્રગતિ
જાતે ચકાસી શકે !
આપ
પણ આવી રીતે આપનો બ્લોગ તૈયાર કરી શકો છો. આ માટે જરૂરી છે આપની પાસે ઈન્ટરનેટ કનેક્શન અને આપ જે
કાઈ બ્લોગ પર મુકાવા માંગો છો તેના પુરતી માહિતી. ગુગલ
દ્વારા બ્લોગર્સ, વર્ડપ્રેસ, તેમજ
અન્ય સાઈટ પરથી આપ કોઈ પણ ચાર્જ વિના બ્લોગ બનાવી શકો છો.
વર્ડપ્રેસ
પર બ્લોગ બનાવવો થોડો અટપટો અને કેટલીક થીમ,ડીઝાઈન માટે અલગથી તેનો ચાર્જ ચૂકવવો પડે છે. જયારે
ગુગલના બ્લોગર પર આપ ફ્રી માં સરળતાથી બ્લોગ નિર્માણ અને અપડેટ કરી શકો છો.
આવો
આપણે જોઈએ ગુગલના બ્લોગર્સ પર બ્લોગ કેવી રીતે બનાવી શકાય ...
1. સૌ પ્રથમ www.blogger.com
પર જાઓ.
2. તમારા Gmail થી લોગીન થાઓ.
3. તમારા બ્લોગનું શીર્ષક પસંદ કરો.
4. તમારા બ્લોગનું URL ને લાખો. દા.ત. crcnadishala.blogspot.in
5. થીમ યાને ડીઝાઇન પસંદ કરો.
6. આગળ વધવા માટે Next પર ક્લિક કરો.
7. કોઈ પણ એક પોસ્ટ કરો. પોસ્ટમાં પોસ્ટનું શીર્ષક લાખો, વિગત લખો અને પોસ્ટ પ્રકાશિત કરો.
આ રીતે ... તમારો બ્લોગ શરુ કરી શકો. બ્લોગ બનાવવો ખુબ સરળ છે. જોકે બ્લોગની ભાષા પણ ગુજરાતી પસંદ કરી શકો છો…
blog ખુલતાં Dashboard પર ક્લિક કરવાથી આપ જુદા જુદા સેટિંગ્સ,લે આઉટ, થીમ ચેન્જ, પેજ નિર્માણ, લેબલ નિર્માણ વિગેરે ઘણું બધું કરી શકશો. આપ જેટલાં પ્રયત્ન વધુ કરતાં રહેશો તેટલું વધારે સારું અપડેટ, બ્લોગનો બાહ્ય દેખાવ કરી શકશો. આ માટે આપ www.gujnet.com ની વિઝીટ લેશો. આપને બ્લોગ નિર્માણ માટે વિશેષ જાણકારી મળશે.
અહી આપેલ google’s bloggers અંગેની કેટલીક જાણકારી www.gujnet.com પરથી મેળવી તેમજ શ્રી કમલેશભાઈ ઝપડિયા સાથે ચર્ચા કરી આપેલ છે. આપ પણ તેઓ સાથે ચર્ચા કરી શકો છો, માર્ગદર્શન મેળવી શકો છો.
થીમ બદલવા શું કરી શકાય ...
2. તમારા Gmail થી લોગીન થાઓ.
3. તમારા બ્લોગનું શીર્ષક પસંદ કરો.
4. તમારા બ્લોગનું URL ને લાખો. દા.ત. crcnadishala.blogspot.in
5. થીમ યાને ડીઝાઇન પસંદ કરો.
6. આગળ વધવા માટે Next પર ક્લિક કરો.
7. કોઈ પણ એક પોસ્ટ કરો. પોસ્ટમાં પોસ્ટનું શીર્ષક લાખો, વિગત લખો અને પોસ્ટ પ્રકાશિત કરો.
આ રીતે ... તમારો બ્લોગ શરુ કરી શકો. બ્લોગ બનાવવો ખુબ સરળ છે. જોકે બ્લોગની ભાષા પણ ગુજરાતી પસંદ કરી શકો છો…
blog ખુલતાં Dashboard પર ક્લિક કરવાથી આપ જુદા જુદા સેટિંગ્સ,લે આઉટ, થીમ ચેન્જ, પેજ નિર્માણ, લેબલ નિર્માણ વિગેરે ઘણું બધું કરી શકશો. આપ જેટલાં પ્રયત્ન વધુ કરતાં રહેશો તેટલું વધારે સારું અપડેટ, બ્લોગનો બાહ્ય દેખાવ કરી શકશો. આ માટે આપ www.gujnet.com ની વિઝીટ લેશો. આપને બ્લોગ નિર્માણ માટે વિશેષ જાણકારી મળશે.
અહી આપેલ google’s bloggers અંગેની કેટલીક જાણકારી www.gujnet.com પરથી મેળવી તેમજ શ્રી કમલેશભાઈ ઝપડિયા સાથે ચર્ચા કરી આપેલ છે. આપ પણ તેઓ સાથે ચર્ચા કરી શકો છો, માર્ગદર્શન મેળવી શકો છો.
થીમ બદલવા શું કરી શકાય ...
બ્લોગર્સની મદદથી બનાવેલ બ્લોગ સરળતાથી કેવી રીતે સજાવી
શકાય તે અંગે અહી થોડી બાબતો આપને ઉપયોગી નીવડશે. આપ આપણા બ્લોગને જેટલો વધુ પ્રયત્ન
કરશો તેટલું વધારે સારા ગેજેટ્સ ઉમેરી શકશો.
જો તમારો બ્લોગ બ્લોગરમાં હોય
અને થીમ બદલવાનું વિચારતા હો તો જરૂર વાંચો. થીમ યાને કે બ્લોગરમાં ટેમ્પ્લેટ કહે
છે. થીમ બે રીતે બદલી શકાય.
એક.....
બ્લોગરમાં જ ટેમ્પ્લેટનો ઉપયોગ કરીને....જે બ્લોગમાં ટેમ્પ્લેટ હોય જ છે. તેને તમે બદલી શકો.
બીજું.....
બહારથી ટેમ્પ્લેટ એડ કરીને. ગૂગલ માં blogger templates સર્ચ કરજો. તમને ઘણી સાઈટ મળશે....તેમાંથી ડાઉનલોડ કરી ટેમ્પ્લેટ સેટ કરી શકાય.
૧. સૌ પ્રથમ બ્લોગર Dashboard ખોલો...
એક.....
બ્લોગરમાં જ ટેમ્પ્લેટનો ઉપયોગ કરીને....જે બ્લોગમાં ટેમ્પ્લેટ હોય જ છે. તેને તમે બદલી શકો.
બીજું.....
બહારથી ટેમ્પ્લેટ એડ કરીને. ગૂગલ માં blogger templates સર્ચ કરજો. તમને ઘણી સાઈટ મળશે....તેમાંથી ડાઉનલોડ કરી ટેમ્પ્લેટ સેટ કરી શકાય.
૧. સૌ પ્રથમ બ્લોગર Dashboard ખોલો...
2. Template
પર
ક્લિક કરો.
3. ડાઉનલોડ કરેલી ટેમ્પ્લેટ પર રાઈટ ક્લિક કરી ઓપન વિથ નોટપેડ કરો ....
3. ડાઉનલોડ કરેલી ટેમ્પ્લેટ પર રાઈટ ક્લિક કરી ઓપન વિથ નોટપેડ કરો ....
4. કોડને
કોપી કરો, Template પરથી એડિટ HTML પર ક્લિક કરો .
5. કોડ
ખુલશે .... આ કોડ કોપી કરી ક્યાંક સેવ કરી લો જેથી કોઈક ભૂલ થાય તો એ કોડ ફરી કામ
લાગે .
6. કોડ
રીમુવ કરી ... ડાઉનલોડ કરેલ ટેમ્પ્લેટનો કોડ કોપી કરી પેસ્ટ કરો .
7. Save
Template પર ક્લિક કરો.
ફ્રી બ્લોગર ટેમ્પ્લેટ ડાઉનલોડ કરો..
ટેમ્પ્લેટ કેમ
બદલવી તેની વાત અગાઉની પોસ્ટમાં ચર્ચા કરી છે. આ પોસ્ટમાં ફ્રી ટેમ્પ્લેટ આપતી એક
સાઈટની લીંક આપી છે. જેના પરથી તમે ટેમ્પ્લેટ ડાઉનલોડ કરી શકશો, અને ડેમો પણ જોઈ શકશો.
જોકે ઘણી સાઈટ છે જે ફ્રી ટેમ્પ્લેટ આપે છે જે તમને મળે તો કોમેન્ટમાં શેર કરજો જેથી અન્ય મિત્રોને પણ કામ લાગે.
http://btemplates.com/
જોકે ઘણી સાઈટ છે જે ફ્રી ટેમ્પ્લેટ આપે છે જે તમને મળે તો કોમેન્ટમાં શેર કરજો જેથી અન્ય મિત્રોને પણ કામ લાગે.
http://btemplates.com/
બ્લોગ પર અનુક્રમ કેવી રીતે
બનાવશો...
તમે બ્લોગર પર કામ
કરતા હો તો પોસ્ટનું લીસ્ટ બને, અનુક્રમ બને તેવું
ઇચ્છતા હો તો અહી આપેલ માહિતી આપણે ઉપયોગી નીવડશે.
બ્લોગ પર જે પોસ્ટ કરશો તે લેબલ પ્રમાણે ગોઠવાય જાય, અને સરસ અનુક્રમ બની જાય તો કેવું સારું? તો આવો એક ગેજેટ બ્લોગર મિત્રે બનાવ્યો છે. જેની લીંક http://www.blogtipsntricks.com/ છે.
બ્લોગ પર જે પોસ્ટ કરશો તે લેબલ પ્રમાણે ગોઠવાય જાય, અને સરસ અનુક્રમ બની જાય તો કેવું સારું? તો આવો એક ગેજેટ બ્લોગર મિત્રે બનાવ્યો છે. જેની લીંક http://www.blogtipsntricks.com/ છે.
અનુક્રમ કેવી રીતે બનાવશો?
સૌ પ્રથમ તમારા
બ્લોગર ડેશબોર્ડ પર જાઓ.
એક પેઈજ ક્રિએટ
કરો. પેઈજનું નામ Site Map રાખો.
નીચે આપેલ કોડ કોપી
કરી....પેઈજ પર HTME પર ક્લિક કરી પેસ્ટ
કરો.
અને પેઈજ પ્રકાશિત
કરો....
http://www.gujnet.com/">GujNet
.post-archive { width: 100%; padding: 20px 0; text-transform: capitalize; }
.post-archive h4 { border-bottom: 2px solid #EEEEEE; color: #333333; font-size: 20px; margin: 0 0 10px 2px; padding: 0 0 10px; }
.ct-columns-3 { -moz-column-count: 3; -moz-column-gap: 10px; -moz-column-rule: none; -webkit-column-count: 3; -webkit-column-gap: 10px; -webkit-column-rule: none; column-count: 3; column-gap: 10px; column-rule: none;}
.ct-columns-3 p { padding: 5px 0px; -moz-column-break-inside: avoid; -webkit-column-break-inside: avoid; -o-column-break-inside: avoid; -ms-column-break-inside: avoid; column-break-inside: avoid; display: inline-block; width: 100%; }
.ct-columns-3 p a { background: #fafafa; color: #333; display: block; border: 1px solid #FFFFFF; font-size: 14px; line-height: normal; outline: 1px solid #EEEEEE; padding: 10px 15px; -webkit-transition:all .25s ease-in-out; -moz-transition:all .25s ease-in-out; -o-transition:all .25s ease-in-out; transition:all .25s ease-in-out; }
.ct-columns-3 p a:hover { background: #555; color: #fff; }
@media screen and (max-width: 768px){ .ct-columns-3 { -moz-column-count: 1; -moz-column-gap: 0px; -moz-column-rule: none; -webkit-column-count: 1; -webkit-column-gap: 0px; -webkit-column-rule: none; column-count: 1; column-gap: 0px; column-rule: none; } }
આ કોડમાં રેડ કલરમાં URL તમારું બદલશો અને બ્લોગનું નામ પણ બદલશો.
બ્લોગમાં ડ્રોપ
ડાઉન મેનૂ કેવી રીતે બનાવશો ?
આપણે નેટ સર્ફિગ દરમિયાન ઘણા બ્લોગ અને વેબસાઈટ જોઈએ છીએ તેના મેનુ (ભાઈલા પેજના નામ
)અને પેટા મેનુ (પેટા પેજ જે એકના નીચે એક ખુલે ) ખુલતા હોય છે. ત્યારે ઘણી વાર
આપણા ને પણ ઈચ્છા થાય કે આવુ મેનુ આપણા બ્લોગ પણ હોય તો ? ત્યારે આપણા નેબ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ કેવી રીતે
બનાવશો ? તેની સમજ હોતી નથી ત્યારે આપણેબ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ બનાવવા ના વિચાર પણ પૂર્ણ વિરામ મુકી દઈએ છીએ. તો મિત્રો બ્લોગમાં ડ્રોપ
ડાઉન મેનૂ કેવી રીતે બનાવશો ? તે વિચાર ને દબાવશો
નહિ આ રહ્યો તેનો ઉપાય.
બ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ બનાવવાની રીત
1. સૌ પ્રથમ તમારા બ્લોગર બ્લોગનું ડેશબોર્ડખોલો.
2.બ્લોગનું ડેશબોર્ડ ખોલી. Laout પર click કરો.
3.Laout ખોલી Add a Gadget પર click કરો.
4. Add a Gadget માં HTML/Javascript પસંદ કરો
5.હવે HTML/Javascript માં નીચેના Box માંનો Codeને Copy કરી નાખો.
6. હવે Codeમાં હોમ લખેલ આગળ # ની નિશાની હોય ત્યા
તમારા બ્લોગની લિંક મુકો.
7.
હવે Codeમાં MENU1 લખેલ હોય ત્યાં
તમારે મેનુ બનાવવાનુ હોય ત્યાં તે નામ લખો.
8.
ઉપરની રીતે MENU2, MENU3 MENU4, MENU5, MENU6, MENU7 નામ લખો.
9.
હવે Codeમાં MENU-1 ITEM-1 લખેલ હોય ત્યાં તમારે તમારી પોસ્ટ/ પેજનું નામ લખો. તથા MENU-1 ITEM-1 ની આગળ # ની નિશાની હોય ત્યા તમારી પોસ્ટ/પેજની લિંક મુકો.
10.
ઉપરની રીતે MENU-1 ITEM-2, MENU-1 ITEM-3, MENU-1 ITEM-4, MENU-1 ITEM-5 નામ અને તમારી પોસ્ટ/પેજની લિંક મુકો.
11. હવે ઉપરના ડ્રોપ ડાઉન મેનુ વાળા HTML/Javascript Gadget ને Laout માં બ્લોગ પોસ્ટની ઉપર ગોઠવો
11. હવે તમારા બ્લોગના ડેશબોર્ડમાં Pages માં જઈ show pages as માંથી Don't show પસંદ કરો.
થઇ ગયુંને આપનું ડ્રોપ ડાઉન મેનુ ??
લેબલનુંનામ કેવી રીતે
રાખવું? તે વિષે જોઈ ગયા છીએ. હવે એક સાથે બ્લોગમાં લેબલ કેવી રીતે રાખવા? તે જોઈએ.
૧.
સૌ પ્રથમ બ્લોગર પર લોગીન થઇ ડેશબોર્ડ પર આવો.
૨.
ઓલ પોસ્ટ પટ ક્લિક કરો.
૩.
જે પોસ્ટમાં લેબલ આપવા છે તે પોસ્ટ ટીક કરો.
૪.
ચિત્ર પ્રમાણે ન્યુ લેબલ પર જાઓ.
૫.
લેબલનું નામ લાખો અને OK પર
ક્લિક કરો.
બ્લોગ પરના વિઝીટર જાણવા આપ
નીચે મુજબ ગેજેટ બનાવી શકો...
તમારા બ્લોગ પર
ઓનલાઈન વિઝીટર કેટલા છે તે જાણવા માટે એક સરસ સાઈટ છે, જે નો કોડ કે ગેજેટ તમારા બ્લોગ પર એડ કરવાનો થશે.
http://whos.amung.us/showcase/ આ સાઈટ ખોલો.
તેમાં કોડ આપેલ હશે તે તમારા બ્લોગમાં એડ કરો.
બ્લોગરમાં લેઆઉટ પર કલક કરી એડ ગેજેટ પર ક્લિક કરો. તેમાં HTML/JavaScript પર ક્લિક કરી પેલો કોડ મૂકી સેવ કરો.
બસ તમે તમારા બ્લોગમાં ઓનલાઈન વિઝીટર જોઈ શકશો.
વર્ડપ્રેસમાં વિજેકત પર ક્લિક કરી ટેક્સ નામનું વિજેક્ત લઇ તેમાં કોડ પેસ્ટ કરો. અને સેવ આપો.
http://whos.amung.us/showcase/ આ સાઈટ ખોલો.
તેમાં કોડ આપેલ હશે તે તમારા બ્લોગમાં એડ કરો.
બ્લોગરમાં લેઆઉટ પર કલક કરી એડ ગેજેટ પર ક્લિક કરો. તેમાં HTML/JavaScript પર ક્લિક કરી પેલો કોડ મૂકી સેવ કરો.
બસ તમે તમારા બ્લોગમાં ઓનલાઈન વિઝીટર જોઈ શકશો.
વર્ડપ્રેસમાં વિજેકત પર ક્લિક કરી ટેક્સ નામનું વિજેક્ત લઇ તેમાં કોડ પેસ્ટ કરો. અને સેવ આપો.
તમારી સાઈટનો એલેક્ઝા રેન્ક જાણો ની વાત અગાઉ ના લેખમાં કરી ગયા છીએ. તો એજ અનુસંધાને બ્લોગર કર
વર્ડપ્રેસમાં એલેક્ઝા ગેજેટ કેવી રીતે ઉમેરવો?
જે લોકોને ખ્યાલ છે તેમને માટે આ વાત સામાન્ય છે, પણ ઘણા મિત્રો પૂછતા હોય છે ત્યારે એમ થાય કે વાત ભલે સામાન્ય હોય પણ
પોસ્ટ કરાવી તો જોઈએ. જેથી બધાને ખયાલ આવે. નવા બ્લોગર ને પણ ઉપયોગી થાય.
તો મૂળ વાત પર આવીએ...એલેક્ઝા નો ગેજેટ કઈ રીતે એડ કરવો?
ત્યાર બાદ તમારું ડોમેઈન એડ કરો.
Build Widget પર ક્લિક કરો.
તમારે જે પ્રકારે ગેજેટ જોઈએ છે તે પસંદ કરો.
કોડ કોપી કરી તમારા બ્લોગમાં પેસ્ટ કરો. અને સેવ કરો.
બસ, તમારી સાઈટ કે બ્લોગ પર તમારી અલેક્ઝા
રેન્ક જોઈ શકાશે
શું તમે તમારી વેબસાઈટને પ્રોમોટ કરવા માંગો છો?
તમારી સાઈટમાં વિઝીટર વધે એવું ઈચ્છો છો?
તો આ માટે નીચેના ઉપાયો અજમાવી જુઓ...જરૂર ફેર પડશે....બીજું કે બ્લોગર કે વર્ડપ્રેસ કે જુમલામાં કેટલા પેઈજ વ્યુ થયા તેની સુવિધા હોય જ છે...જે એડ કરી દો. જેથી પેઈજ વ્યુ આધારે આંકડાનો ખયાલ આવે.
તમારી સાઈટમાં વિઝીટર વધે એવું ઈચ્છો છો?
તો આ માટે નીચેના ઉપાયો અજમાવી જુઓ...જરૂર ફેર પડશે....બીજું કે બ્લોગર કે વર્ડપ્રેસ કે જુમલામાં કેટલા પેઈજ વ્યુ થયા તેની સુવિધા હોય જ છે...જે એડ કરી દો. જેથી પેઈજ વ્યુ આધારે આંકડાનો ખયાલ આવે.
૧. ડેઈલી અપડેટ...
હા, મિત્રો, વેબસાઈટ કે બ્લોગ શક્ય ત્યાં સુધી
રોજે રોજ અપડેટ કરતા રહેવું પડે. અને હા, વર્ડપ્રેસમાં અને બ્લોગરમાં ઓટો અપડેટ સુવિધા છે. જેમાં શેડ્યુલ
પ્રમાણે પોસ્ટ ગોઠવી શકાય.
૨. સોશીયલ શેરીંગ....
આજે સોશીયલ મીડિયા
પણ સાઈટને પ્રોમોટ કરવામાં ખુબ અગત્યનો ભાગ ભજવે છે. તમે ફેસબુક, ગૂગલ +, ટ્વીટર, જેવી સાઈટ પર તમારી પોસ્ટ શેર કરતા રહો. જેથી તમારી સાઈટના વિઝીટર
વધવા લાગશે.
૩. ફેસબુકના મોટા ગ્રુપમાં
પોસ્ટ શેર કરો...
આગળ બીજા મુદ્દામાં
વાત કરી છે, તેમ છતાં આ અલગથી વાત કરવા જેવો
મુદ્દો લાગ્યો. ફેસબુક પર ઘણા મોટા ગ્રુપ બનાવેલા છે, ત્યાં તમારી પોસ્ટ શેર કરો....હા, જો તમે તે ગ્રુપમાં એડમીન હો તો ઓટો પોસ્ટ શેર ની વ્યવસ્થા કરી
શકો..આ માટે અલગથી પોસ્ટ મુકીશું.
૪. http://gujblog.feedcluster.com/ પર તમારો ગુજરાતી બ્લોગ એડ કરો...
વિનયભાઈ ખત્રીએ
બનાવેલ ગુજરાતી માટે ગુજ બ્લોગમાં તમારો બ્લોગ એડ કરો...જેથી તમે જે પોસ્ટ તમારા
બ્લોગ પર અપડેટ કરશો તે પોસ્ટની થોડી વિગત અને લીંક ઓટોમેટીક શેર થઇ જશે.
બ્લોગને ઝડપથી ખુલે તે માટે શું
કરી શકાય?
૧. ચિત્ર ની સાઈઝ
બ્લોગમાં પોસ્ટ
કરવામાં ફોટોગ્રાફ મુકતા હશો. પણ એ ફોટો KBમાં હોવો જોઈએ. અને એ પણ શક્ય ત્યાં સુધી ઓછા કેબીમાં.
ફોટોશોપમાં કે અન્ય માં ફોટો સેવ કરતી વખતે સેવ એઝ વેબ પસંદ કરો જેથી સાઈઝ ઓછી થઇ જશે.
ફોટોશોપમાં કે અન્ય માં ફોટો સેવ કરતી વખતે સેવ એઝ વેબ પસંદ કરો જેથી સાઈઝ ઓછી થઇ જશે.
૨. હોમ પેજ સેટિંગ
હોમ પેજમાં
પાંચ જેટલી પોસ્ટ દેખાય તે રીતે સેટિંગ કરો. જેથી વધુ પોસ્ટ ન ખુલવાના કારણે
પણ બ્લોગ ખૂલવામાં સ્પીડ આવશે.
૩. આખી પોસ્ટને બદલે થોડો
ભાગ....
બ્લોગમાં આખી પોસ્ટ
દેખાય તેના બદલે થોડોભાગ દેખાય અને રીડ મોર.... કે વધુ વાંચો એવું લખેલું આવી જાય
તે રીતે સેટ કરો. આ માટે તમારે જેટલી પોસ્ટનો ભાગ હોમ પેજ પર દેખાડવો છે ત્યાં
કરસર લઇ જાઓ, Insert
Jump break પર ક્લિક કરશો એટલે બાકીનો ભાગ હોમ પેજ પર દેખાશે નહિ.
૪. બિન જરૂરી ગેજેટ દુર કરો.
બ્લોગને ઝડપી
બનાવવામાં આ મુદ્દો ખુબ અગત્યનો છે. બ્લોગ પર ઠાંસી ઠાંસીને ગેજેટનો ખડકલો
કરી દેશો તો બ્લોગ ખૂલવામાં ખુબ સમય લાગશે. વિઝીટર કંટાળીને બ્લોગ બંદ કરી દે આવું
પણ બની શકે. તો અહી સુધી પોસ્ટ વાંચી રહ્યા છો એનો મતલબ જ એ છે કે તમને તમારો
બ્લોગ સ્પીડી બનાવવામાં રસ છે. તો મારી વાત તમારે માનવી જ પડશે...કે...તમારા બ્લોગ
પરના બિન જરૂરી ગેજેટ રીમુવ કરી દો. અને જે પણ ગેજેટ રાખો છો તે પણ ખાસ કામના હોય
તેજ રાખો. પછી જુઓ તમારા બ્લોગની સ્પીડ.
બ્લોગર દ્વારા બનતા બ્લોગ વિષે આપે જાણ્યું, હવે
વર્ડપ્રેસથી બનતા બ્લોગ વિષે જાણીએ. આપણી સરળતા માટે અહી આપેલ સ્ક્રીનશોટ માં
જણાવ્યા મુજબ આપ કરશો તો આપ સરળતાથી વર્ડપ્રેસ પર બ્લોગ બનાવી શકશો.
અંતે આપને મહત્વની બાબત જાણવું
તો આપ જેટલાં વધારે રસથી પ્રયત્ન કરતા રહેશો તેટલો સારો બ્લોગ જાતે જ બનાવી શકશો. આપને
આ પોસ્ટ ઉપયોગી લાગી હોય તો જરૂરથી કોમેન્ટમાં આપનો અભિપ્રાય આપશો...અભિપ્રાય સાથે
આપનું બ્લોગ એડ્રેસ પણ આપવા વિનંતી...



























No comments:
Post a Comment