૨૨-૨૩
એપ્રિલ એક નવાજ પ્રકારના અનુભવ આપતા દિવસો રહ્યા. ગુજરાત યુનિસેફ દ્વારા રાજ્યના
જુદી-જુદી ફિલ્ડ સાથે જોડાયેલા બ્લોગર્સ માટે કોન્ફરન્સનું આયોજન હાથ ધરેલ.
અમદાવાદ સ્થિત હોટલ ફર્નમાં બે દિવસ ગુજરાત અને રાજ્ય બહારના કેટલાંક બ્લોગર્સ એક
બીજા સાથે સહ ચિંતન કરી બ્લોગ દ્વ્રારા સમાજમાં અવેરનેસનું કાર્ય સુયોગ્ય રીતે કરે
તેમજ ટેકનોલોજીના ઉપયોગથી સારી બાબતોનો ઝડપી પ્રચાર અને પ્રસાર થઇ શકે તે આ
વર્કશોપનો ઉદ્દેશ્ય હોઈ શકે ! આ વર્કશોપ વિષે અલગથી #UNICEFbloggersconnect
પોસ્ટ લખેલ છે. અહી અમને જે હોટલમાં નિવાસ
વ્યવસ્થા કરેલ તે અંગે મારા કેટલાંક અનુભવો આપની સાથે શેર કરું.
યુનિસેફ
દ્વારા અમારા સૌની રહેવાની વ્યવસ્થા પ્રહલાદનગર રોડ પર આવેલ હોટલ ફોર્મુલા 1 માં
કરેલ. હોટલમાં પ્રવેશતાં તેના નામ સાથે એક પંચ લાઈન અર્થાત હોટલનું સ્લોગન લખેલ જે
હતું, “Rest Assured”. હોટલની દીવાલો,લીફ્ટ, પેસેજ કે લગેજ ટ્રોલી હોટલના નામ સાથે “Rest Assured” લખેલ આપણને જરૂર જોવા મળે. આ હોટલમાં રીસેપ્શન
પર કામ કરતાં ભાઈને અમે પૂછ્યું તો તેઓએ સસ્મિત અમને જવાબ આપ્યો કે, ‘સર,અમારા
ગ્રાહક અહી આરામ માટે આવે છે અને તેઓને આરામ આપવો તે જ અમારુ લક્ષ્ય છે. અમે
હંમેશા અમારા ગ્રાહકોને તેઓ જ્યાં હોય ત્યાં કમ્ફર્ટ મળી રહે તેવા પ્રયત્નો કરીએ
છીએ.’ તેઓની વાત પણ સાચી હતી. હોટલનો રૂમ, વેઈટીગ લોન્જ, રીફ્રેસમેંટ પ્લેસ, બધું જ કમ્ફર્ટેબલ. જમવાના ટેબલ પર કેરમ, ચેસ કે અન્ય ટેબલટોપ ગેમ્સ મુકેલ જેથી આવનાર વ્યક્તિ હળવા બની શકે.
![]() |
![]() |
| Lift Door |
![]() |
| Trolley |
![]() |
| Passage |
![]() |
| Lift Inside |
આપણે પુસ્તક પર ક્વોલીટી એસ્યોર્ડ, એજ્યુકેશન એસ્યોર્ડ ન લખી શકીએ ? જે
વાલી આપણા પુસ્તકો હરખથી પોતાના સંતાનોને શિક્ષણ અર્થે આપે છે તે પુસ્તકોમાં એવું
તેજ ણ પૂરી શકાય કે જેના ઉપયોગથી ગુણવત્તા મળેજ...મળે...!!
આપણે આપણી શાળાઓના દરવાજા પર ‘Quality Assured’ ક્યારે લખી શકીશું ? એવા પ્રકારની વ્યવસ્થા ઉભી
કરવા માટે અનેક પ્રકારે પ્રયત્નો થતાં હોવા છતાં પરિણામ દુઃખદ જોવા મળે છે. ૨૦૦૨
થી આજ દિન સુંધી શાળાઓમાં વાંચન-લેખન અને ગણન સુધારણા/અભિવૃદ્ધિ માટે પ્રયત્નો
ચાલુ છે... આપણે જાણીએ છીએ કે જે વિદ્યાર્થીઓ ધોરણ ૪ માં વાંચન લેખન કે ગણણમાં નબળા
હોય તે વિદ્યાર્થીઓ રેમેડીયલ વર્ક પછી વાંચન, લેખન અને ગણન માટેની અપેક્ષિત ક્ષમતા
હાંસલ કરી લે છે અને પછીના વર્ષે ફરી એજ વિદ્યાર્થી ???
કેટલાંક મિત્રો સાથે ‘Quality Assured’ દરેક શાળા ક્યારે અમલી કરી
શકે તે માટે કેટલાંક સૂચનો મળેલ, જેનો અમલ કદાચ અત્યારના સંજોગોમાં શક્ય લાગતો નથી
પરંતુ અશક્ય પણ નથી.
૧. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બંનેમાં કામ કરતાં દરેક સરકારી
કર્મચારીએ ફરજીયાત પોતાના સંતાનોને તેમજ પોતાના આશ્રીતના સંતાનોને સરકારી શાળામાંજ
અભ્યાસ માટે મુકવા.
૨. જે વિદ્યાર્થી સતત ગેર હાજર રહે અથવા જે વિદ્યાર્થીની ૮૦% (અથવા
નક્કી થયા મુજબ) હાજરી ન હોય તે વિદ્યાર્થીના વાલીને મળતા તમામ સરકારી લાભો બંધ
કરવા.
૩. જે વાલી પોતાના સંતાનને શાળાએ ન મોકલે (દાખલ ના કરે) તે વાલીને
મળતાં તમામ સરકારી લાભો બંધ કરવા તેમજ કાનૂની કાર્યવાહી કરવી.
૪. જે શાળાનું પરિણામ ૮૦% (અથવા નક્કી થયા મુજબ) થી ઓછું હોય તે
શાળાના તમામ શિક્ષકો, અથવા જે વર્ગનું પરિણામ ઓછું હોય તે વર્ગના શિક્ષક માટે શિક્ષાત્મક
કાર્યવાહી હાથ ધરી શકાય.
૫. જે શિક્ષક સતત શાળા બહાર અન્ય (સરકારી કે પોતાની) કામગીરીમાં
જોડાયેલ રહેતાં હોય તેમની સામે જરૂરી પગલાં લેવા.
૬. શિક્ષકોની કામગીરીની સમિક્ષા નિયમિત થાય અને તેના કામની ગુણવત્તાના
આધારે જ ઇન્ક્રીમેન્ટ તેમજ અન્ય લાભો આપવા.
૭. મોનીટરીંગ સીસ્ટમ ગુણવત્તાયુક્ત, તટસ્થ અને અસરકારક બનાવવું તેમજ
મોનીટરીંગમાં જોવા મળેલ બાબતો પર તુરંત પગલાં ભરવા.
૮. જે શિક્ષકો સારું કાર્ય કરે તે શિક્ષકોને પ્રોત્સાહિત કરવા.
૯. શિક્ષકોની સાચી તકલીફોની નોંધ લેવી તેમજ તેના નિરાકરણ માટે કામગીરી
હાથ ધરાવી.
૧૦. દરેક શિક્ષકોની માસાંતે કાર્ય માટે રીવ્યુ બેઠક રાખવી તેમજ રીવ્યુ
નોંધ રાખવી.
૧૧. સી.આર.સી., આચાર્ય, કેળવણી નિરિક્ષકની રીવ્યુ બેઠક દર મહીને
રાખવી.
કેટલાંક મિત્રો સાથે થયેલ ચર્ચા મુજબ આટલું કરવામાં આવે તો જરૂરથી
પરિણામ મળી શકે. જોકે આ કાર્ય હાથ ધરવું અઘરું હોઈ અંતે દોષનો પોટલો શિક્ષકોને જ
આપવામાં આવે છે. આ બાબતો હાલ પુરતી અશક્ય હોઈ આપણે જ્યાં છીએ ત્યાં ‘Quality Assured’ માટે પ્રયત્નો હાથ ધરવા. જો એક હોટલ પોતાના ત્યાં રહેનાર ગેસ્ટ માટે “Rest Assured” કહી શકે, જો કોઈ
કાપડનો વેપારી કાપડ જે મિલ માંથી બની આવેલ છે તે મીલના માલિક કે બનાવનાર ને ન
જાણવા છતાં તે કાપડ માટે ગુણવત્તા અંગે ગેરેંટી આપી શકે તો આપણી શાળામાં આપણી સાથે
આઠ વર્ષ રહેનાર વિદ્યાર્થી માટે આપણે કોઈ ગેરંટી ન આપી શકીએ ???






1 comment:
“Rest Assured” is “Rest Assured”
Post a Comment