Thursday, June 5, 2014

જ્ઞાનરથ... અમદાવાદ જીલ્લાનો એક નવતર પ્રયોગ ....

સર્વ શિક્ષા અભિયાન અને જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા જીલ્લાની ૩૫% થી ઓછા સાક્ષારતા દર વાળા ગામોમાં તેમજ એ ગામોની નજીકના ગામોમાં (જો રૂટમાં આવતા હોય તો) સમાજમાં પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતિ કેળવવા, શિક્ષક દ્વારા શાળાઓમાં થતી પ્રવૃત્તિઓ સમાજ સમક્ષ લાવી શૈક્ષણિક પ્રચાર અને પ્રસાર કરવા તેમજ સરકારી પ્રાથમિક શાળામાં તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેવા આશયથી જીલ્લા વિકાસ અધિકારી શ્રી રવિશંકર સાહેબ (IAS), જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હર્ષદગીરી ગોસ્વામી સાહેબ અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રફુલભાઈ જલુ સાહેબ દ્વારા જ્ઞાનરથનું આયોજન કરવામાં આવેલ છે. આ જ્ઞાનરથ વિષે સંપૂર્ણ વિગત અહી આપેલ છે. આશા રાખીએ આપને પસંદ આવશે. જ્ઞાનરથ અંગે કોઈ પણ પ્રકારની મુઝવણ હોય તો આપ જરૂરથી અમારો સંપર્ક કરી શકો છો.

જ્ઞાનરથ
હેતુ:
-   -   પ્રવેશોત્સવ વાતાવરણ નિર્માણ
-     - શાળાકીય પ્રવૃત્તિઓ અંગે સામાજિક જાગૃતિ, માહિતગાર
-     - વિદ્યાર્થીઓનો શાળા માટે લગાવ વધારવો
-     - શાળા માટે સમાજનું મમત્વ વધારવું
-     - લોકભાગીદારી દ્વારા શાળા વિકાસ અંગે સમજણ
-     ‘- સમાજના તમામ વર્ગના લોકોની શાળા’  ભાવના જગાવવી
-     - શાળાકીય પ્રવૃત્તિઓ, શિક્ષણનું મહત્વ અંગે મહોલ્લે,મહોલ્લે પ્રચાર અને પ્રસાર
-     ‘મારી શાળા જ સારી શાળા’નો ભાવ જાગે
-     - ૩૫% થી ઓછી સ્ત્રી સાક્ષારતા વાળા ગામોમાં જ્ઞાનરથ દ્વારા પ્રચાર કાર્ય
જ્ઞાનરથ પ્રસ્થાન :
-     તારીખ ૧૦/૦૬/૨૦૧૪ ના દિવસે બપોરના ૧૨.૩૯ કલાકે જ્ઞાનરથ નું મામલતદારશ્રી,તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ન્યાય સમિતિના ચેરમેનશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, TPEO શ્રી, BRC કૉ ઓર્ડીનેટરશ્રી તેમજ સી.આર.સી કૉ ઓર્ડીનેટરની હાજરીમાં બી.આર.સી ભવનથી રથપૂજન બાદ પ્રસ્થાન.
-    જ્ઞાનરથ ઓટોરીક્ષા, છકડો રિક્ષાને શણગારી બનાવવાનો રહેશે.
-    જ્ઞાનરથ ચાલકની સંપૂર્ણ માહિતી જીલ્લા કક્ષાએથી જણાવ્યા મુજબના ફોરમેટમાં ભરી મોકલવાની રહેશે.
-    જ્ઞાનરથ પ્રચારકની સંપૂર્ણ માહિતી જીલ્લા કક્ષાએથી મોકલેલ ફોરમેટ મુજબ બ્લોક કક્ષાએથી ભરીને મોકલવી
જ્ઞાનરથ:
-    બેનર્સ વડે સુશોભન.
-    ‘મારી શાળા જ સારી શાળા’- બ્રોસર્સ.
-    શાળાગીત,પ્રજ્ઞાગીત, જ્ઞાનરથ, પ્રવેશોત્સવ અંગેની વિગતો વાળી ઓડિયોક્લિપ્સ સીડી કે પેનડ્રાઈવ.
-    સ્ટીરીયો ટેપરેકોર્ડર સીસ્ટમ સાથે જેમાં જીલ્લા કક્ષાએથી આપેલ ઓડિયો સીડી, પ્રજ્ઞા ગીતોની સીડી, શાળા પ્રવેશોત્સવ ગીતોની સીડી વાગતી રહે.
-    મહોલ્લામાં વક્તવ્ય આપનાર નજીકના કેજીબીવી કે ગામની વિદ્યાર્થીનીઓ.
-    એલસીડી ટીવી, સીડી પ્લેયર (એલસીડીમાં પેનડ્રાઈવ ન ચાલતી હોય તો જ), જીલ્લાની ઝાંખી દર્શાવતી વિડીયો ક્લિપ્સ ની સીડી કે પેનડ્રાઈવ સાથે.
-    જ્ઞાનરથ પ્રચારક (નજીકના બ્લોકના સારું વક્તવ્ય આપી શકે તેવા HTAT આચાર્યશ્રી કે CRC કૉ ઓર્ડીનેટર).
-    બી.આર.સી કૉ ઓર્ડીનેટર, સી.આર.સી કૉ ઓર્ડીનેટર, જીલ્લા કક્ષએથી આવેલ લાયઝન અધિકારીશ્રી.
જ્ઞાનરથ આગમન/ સ્વાગત/ કાર્યક્રમ :
-     જ્ઞાનરથ નિર્ધારિત સમયે શાળાદ્વારે પહોંચે ત્યારે જ્ઞાન પ્રચારક, રથ ચાલક, તેમજ વક્તવ્ય આપનાર સફળ વિદ્યાર્થીનીનું કંકુંતિલકથી સ્વાગત કરવું.
-     જ્ઞાનરથ ગામમાંથી પસાર કરી જ્યાં સૌથી વધુ શિક્ષણના પ્રચારની જરૂર હોય તે સ્થાને લઇ જવો.
-     આ સ્થાને અગાઉથી શાળા સ્ટાફ દ્વારા એલસીડી ડિસ્પ્લે, (શક્ય/જરૂર જણાયે માઈક સીસ્ટમ પાથરણા સાથે) વ્યવસ્થા કરેલ રાખવી.
-     જ્ઞાનરથ પ્રચારક, શાળાના આચાર્યશ્રી, સરપંચશ્રી,ન્યાય સમિતિ ચેરમેનશ્રી, ગ્રામપંચાયતના સભ્યો, એસએમસી સભ્યશ્રીઓ તેમજ સફળ વિદ્યાર્થીનીનું સ્વાગત મહોલ્લાના વડીલ બહેન દ્વારા કરાવવું.
-     રોજ નિશાળે જઈએ... શાળા ગીત દ્વારા સભાની શરૂઆત કરવી.
-     આચાર્યશ્રી દ્વારા પોતાની શાળામાં ચાલતી વિવિધ યોજનાઓ, વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે થતી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવી.
-     એસએમસી અધ્યક્ષ દ્વારા ગામના તમામ વિદ્યાર્થીઓ શાળામાં આવે, પ્રવેશોત્સવમાં સહભાગી બને તે માટે પોતાનું ઉદબોધન આપવું.
-     સફળ વિદ્યાર્થી દ્વારા પોતાની સફળતા અંગે, શાળામાં થતી પ્રવૃત્તિઓ અંગે રજૂઆત ( વિદ્યાર્થીનીના ઉદબોધન માટે શાળાના શિક્ષકશ્રીએ મદદ કરવી).
-     જીલ્લા કક્ષાએથી આવેલ લાયઝનશ્રી કે બી.આર.સી કૉ ઓર્ડીનેટરશ્રીનું ઉદબોધન.
-     જ્ઞાન પ્રચારક દ્વારા પ્રવેશોત્સવ, સરકારશ્રી દ્વારા શાળામાં ચાલતી વિવિધ યોજનાઓ, શાળામાં થતી પ્રવૃત્તિઓ, જ્ઞાનરથ અંગેની માહિતી પ્રચારકનું ઉદબોધન જીલ્લા કક્ષાએથી માર્ગદર્શિત મુદ્દામાં જણાવ્યા મુજબ વિગતો સાથે ઉદબોધન કરવું.
-     એસએમસી અધ્યક્ષ દ્વારા પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરાવવું.
-     રાષ્ટ્રગીત ગાઈ સભા પૂર્ણ કરવી.

જ્ઞાનરથ પ્રચારક ઉદબોધનના મુદ્દા:
   - ગામ, મહોલ્લાને સારા શબ્દોમાં પ્રોત્સાહિત કરવો.
-     શાળા, શાળાના સ્ટાફ, શાળામાં જતાં વિદ્યાર્થીની પ્રસંસા કરી પ્રોત્સાહિત કરવા.
-     GPSC, UPSC, ડોક્ટર્સ, એન્જીનીયર્સ કે અન્ય વ્યવસાયમાં ગામડાના વિદ્યાર્થીઓ અવ્વલ રહે છે તે વાત સમજાવવી.
-     શિક્ષણ દ્વારા જીવન પરિવર્તન વિષે માહિતી આપવી.
-     ગામમાં પ્રવેશોત્સવ અંગે માહિતી આપી સંપૂર્ણગામ સહભાગી બને તે માટે અપીલ કરવી.
-     પ્રવેશોત્સવ શાળાનો કાર્યક્રમ નહિ બલકે ગામનો કાર્યક્રમ છે તે બાબત સમજાવવી...’ પ્રવેશોત્સવ એટલે ગામના ભાગ્ય વિધાતાનું નિશાળ ગરણું’ આવતી કાલના મહામાનવ આજે અહી રમી રહ્યા છે તેને ઓળખી શાળા માટે નિયમિત બનાવો. તાલુકા પ્રવેશોત્સવ અંગે માહિતી.
-     ગામની/ તાલુકાની નજીકના કેટલાંક સફળ લોકો વિષે માહિતી આપી શકાય.
ડોક્યુમેન્ટેશન:
-     શાળા કક્ષાએથી, સી.આર.સી કૉ ઓર્ડીનેટર દ્વારા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવી તેમજ અહેવાલ બી.આર.સી કક્ષાએ મોકલવો.
-     બી.આર.સી કૉ ઓર્ડીનેટર દ્વારા સમગ્ર અહેવાલ સીડીમાં જીલ્લા કક્ષાએ મોકલવો.
જીલ્લા કક્ષાએથી સન્માન:
-    શ્રેષ્ઠ જ્ઞાનરથ આયોજન માટે સી.આર.સી કૉ ઓર્ડીનેટર, બી.આર.સી કૉ ઓર્ડીનેટરનું જીલ્લા કક્ષાએથી સન્માન.
-    જ્ઞાનરથ પ્રચારકનું જીલ્લા કક્ષાએથી સર્ટીફીકેટ દ્વારા સન્માન.
-    જ્ઞાનરથ સભામાં સ્વાનુભવ વર્નાનાર વિધાયાર્થીનીનું તાલુકા કક્ષાએથી સન્માનપત્ર દ્વારા  સભામાં સન્માન.

પ્રતિજ્ઞાપત્ર

શાળા અમારા ગામનું જ્ઞાનમંદિર છે.
અમે ગામના સૌ નાગરીકો અમારા બાળકોને નિયમિત શાળામાં ભણવા મોકલીશું.
શાળામાં શિક્ષક દ્વારા ભણાવેલ પાઠથી અમારા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરીશું.
અમારી શાળાને આનંદમય વાતાવરણનું સ્થાનક બનાવીશું.
શાળાના શિક્ષકોને ગૌરવપૂર્ણ આદર અને સન્માન આપીશું તેમજ તેમની સાથે શૈક્ષણિક બાબતોની ચર્ચા કરીશું.
શાળાને ગામના સૌ નાગરિકના ઘડતરનું કેન્દ્ર બનાવીશું.
અમારી શાળાને ગામના વિકાસ અને કલ્યાણનું કેન્દ્ર બનાવીશું.
અમારી શાળામાં અમે સહિયારા પુરુષાર્થથી પ્રાણ પૂરીને તેને જીવંત બનાવીશું.
અમે ગામના સૌ નાગરીકો અમારી શાળા અને ગામને સુંદર બનાવીશું.

બી.આર.સી દ્વારા ટી.વી ચેનલ પર સ્ક્રોલ માટેની વિગતો...

-     સરકારશ્રી દ્વારા રહેવા, ભણવાની સુવિદ્યાઓ સાથેની ૧૦ થી ૧૬ વર્ષની ઉંમર ધરાવતી ક્યારેય શાળાએ ન ગયેલ કે શાળા અધવચ્ચે છોડનાર વિદ્યાર્થીનીઓ માટે અમદાવાદ જીલ્લામાં  વિરમગામ (સચાણા), બાવળા (બગોદરા), ધોળકા( ભેતાવાડા), રાણપુર (જાળીલા) અને સાણંદ ( વસુધારા) ખાતે કે.જી.બી.વી ઉપલબ્ધ. જરૂરી લાભ મેળવો...
-     સર્વ શિક્ષા અભિયાનના ટોલ ફ્રી નંબર 18002330366 પર કોલ કરી પ્રાથમિક શિક્ષણ અંગેની માહિતી અને માર્ગદર્શન મેળવો.
-     શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તારીખ ૧૨ થી ૧૪ જૂન ૨૦૧૪ યોજાશે. આપના ગામની શાળામાં વિદ્યાર્થીઓને ધોરણ ૧ થી ૮માં પ્રવેશ અપાવો.
-     આપના ગામનીપ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિની પુન: રચના તારીખ ૧૦/૦૬/૨૦૧૪ના રોજ થનાર છે. આપ સૌએ હાજર રહી સભાગી બનશો.

બ્રોસર્સ :
   શીક્ષક દ્વારા થતાં શૈક્ષણિક કાર્યોથી સમાજને વાકેફ કરવા, સરકારી શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે પ્રવેશ અપાવવા માટે દરેક વિદ્યાર્થી, વાલીઓને બ્લોક કક્ષાએથી જીલ્લા કક્ષાના માર્ગદર્શન મુજબ બ્રોસર તૈયાર કરી આપવામાં આવેલ છે. A4 સાઈઝના પેપરને વચ્ચેથી બે ફોલ્ડ કરવાથી  આગળ-પાછળ મળી બનતા ચાર પેજ માં બ્રોસરની ડીઝાઈન કરેલ છે. આ બ્રોસર દરેક બ્લોકના નામ સાથે અહી જણાવેલ નમૂના જેવા હશે...

બ્રોસર 

બ્રોસર


  બેનર્સમાં માટેની વિગતો :
રિક્ષામાં બે સાઈડમાની ડાબી બાજુ:
-     ‘મારી શાળા, સારી શાળા’ પેમ્ફલેટ વાળી વિગતો આપી શકાય.
-     વિદ્યાર્થી પ્રવૃત્તિ કરતાં હોય તેવા, કોમ્પુટર અભ્યાસના ફોટો બેક ગ્રાઉન્ડમાં લઇ શકો.
જમણી બાજુ :
-     જ્ઞાનરથ માર્ગદર્શિકામાં જણાવેલ પ્રતિજ્ઞા પત્ર
-     શાળા પ્રવેશોત્સવ અંગે, વિદ્યાર્થી ઘડતર અંગે ફોટોગ્રાફ્સ
રિક્ષા પાછળના ભાગમાં :
-     માન. મુખ્ય મંત્રીશ્રી, માન. શિક્ષણ મંત્રીશ્રી, ના ફોટોગ્રાફ્સ, પ્રવેશોત્સવ લોગો સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંગે બેનર બનાવવું.
રિક્ષાના આગળના ભાગમાં જ્ઞાનરથ લખેલ બેનર રાખવું.

રીક્ષા આગળના ભાગમાં ...



રિક્ષામાં પાછળની બાજુમાં....



રિક્ષામાં સાઈડની બાજુમાં....

રિક્ષામાં સાઈડની બાજુમાં....

રિક્ષામાં સાઈડની બાજુમાં....

2 comments:

Unknown said...

Namaskar Ketan sir

Khub Saras Ane Upyogi Jankari mali...aabhar
www.mspatel09.in

Unknown said...

Aapni aa post ni link hu mara blog ma mukava mangu chu sir...jo aapni permission hoy to.....