‘જ્ઞાનરથ’ અમદાવાદ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા એક નવતર પ્રયોગ...
જીલ્લા
પંચાયત શિક્ષણ સમિતિ અને સર્વ શિક્ષા અભિયાન, અમદાવાદ દ્વારા પ્રવેશોત્સવના પ્રચાર
અને પ્રસાર માટે ‘જ્ઞાનરથ’નું આયોજન હાથ ધરાયું. ‘જ્ઞાનરથ’ અંગેની
માહિતી અગાઉની પોસ્ટમાં જણાવેલ છે. ‘જ્ઞાનરથ’ ના પ્રસ્થાન પહેલાં તારીખ
૧૦/૦૬/૨૦૧૪ સવારે ૯.૩૦ કલાકથી ૧૨.૦૦ કલાક સુંધી બાયસેગ માધ્યમે જીલ્લા કક્ષાએથી
જીલ્લાની તમામ એસ.એમ.સીના સભ્યો, વાલીઓ, ગ્રામજનો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને
તાલુકા સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, શિક્ષકો,
બી.આર.સી./સી.આર.સી કૉ ઓર્ડીનેટર સાથે પરિસંવાદનું આયોજન હાથ ધરાયું. તાલુકા
પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી,
મામલતદારશ્રી,ટી.પી.ઈ.ઓશ્રી પ્રસારણ નિહાળવા બી.આર.સી.ભવન ખાતે વ્યવસ્થા કરાયેલ
અને એસ.એમ.સી સભ્યો, વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો માટે દરેક ગામની પ્રાથમિક શાળામાં
પ્રસારણ નિહાળવા તેમજ પરિસંવાદમાં સહભાગી બનવા આયોજન હાથ ધરાયેલ. આ પરિસંવાદમાં
જીલ્લા કક્ષાએથી સીધો સવાદ કરવા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી
હર્ષદગીરી ગોસ્વામી (સમાજ દ્વારા શિક્ષણ), અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી શ્રી રવિશંકર (IAS)
(વિકાસમાં શિક્ષક-સમાજની ભૂમિકા), અમદાવાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી
પ્રફુલભાઈ જલુ (અમદાવાદ જીલ્લા શિક્ષણ માટે વિઝન ૨૦૧૪-’૧૫), દસક્રોઈ તાલુકાના
ટી.પી.ઈઓ શ્રી પીન્કેશભાઈ પટેલ (પ્રવેશોત્સવ), ઓ.આઈ.સી.ટી.ટી શ્રી દિલીપભાઈ વડેરા,
ઓ.આઈ.સી કોમ્યુનીટી મોબીલાઈઝેશન શ્રીમતી કાજલબેન શ્રીવાસ્તવ (એસ.એમ.સી પુન:ગઠન),
ધોળકા બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી ભીખુભાઈ વેગડા (પ્રજ્ઞા અભિગમ દ્વારા શિક્ષણ),
બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલ (મારી શાળા,સારી શાળા), આચાર્યશ્રી
જોધપુર શ્રી પ્રતાપભાઈ ગેડિયા (જ્ઞાનરથ), શ્રી યોગેશભાઈ પટેલે ટેકનો.સહાયક તરીકે
સેવા આપી અને મને સમગ્ર પરિસંવાદના સંચાલન કરવાનું કાર્ય મળ્યું. ધંધુકા બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રમેશભાઈ
લઢેલ, વિરમગામ સી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી ગીરીશભાઈ પંચાલ અને બાવળા સી.આર.સી કૉ
ઓર્ડીનેટર શ્રી નરેન્દ્રભાઈ લેવુઆએ સ્ટુડિયો સહાયક તરીકે કામગીરી કરી. જીલ્લાના
તજજ્ઞોઓ પોતાના વિષયો પર ચર્ચા કરી. જીલ્લા માટે આનંદના સમાચાર એ હતા કે પંચાયત
વિભાગના અગ્ર સચિવ શ્રી પુનમચંદ પરમાર પણ ઉપસ્થિત રહી પરિસંવાદમાં જોડાયા.
- બાયસેગ માધ્યમે અમદાવાદ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને સર્વ શિક્ષા
અભિયાન દ્વારા ‘જ્ઞાનરથ’ પરિસંવાદનું વિહંગાવલોકન...
- રાજ્યમાં
પહેલી વાર જીલ્લા કક્ષએથી કોઈ સરકારી વિભાગ દ્વારા જીલ્લાની તમામ એસ.એમ.સીના સભ્યો,
વાલીઓ, ગ્રામજનો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા
સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, શિક્ષકો, બી.આર.સી./સી.આર.સી કૉ ઓર્ડીનેટર સાથે પરિસંવાદનું આયોજન.
- જીલ્લા કક્ષાએથી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી
હર્ષદગીરી ગોસ્વામી, રાજ્યના પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી
પુનમચંદ પરમાર (IAS), જીલ્લા વિકાસ અધિકારી શ્રી રવિશંકર (IAS), જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી શ્રી પ્રફુલભાઈ જલુ તેમજ જીલ્લા તજજ્ઞ ટીમ
દ્વારા સીધું માર્ગદર્શન.
- પરિસંવાદના
પ્રસારણ સમયે શાળા કક્ષાએ અને બ્લોક કક્ષાએ પ્રસારણ નિહાળતા ફોટોગ્રાફ્સ વોટ્સએપ
માધ્યમે મેળવી પ્રસારણ સમયે બતાવ્યા. જીલ્લાની શાળાઓ, બી.આર.સી ભવનથી વોટ્સએપ માધ્યમે
૧૦૭૯ જેટલા ફોટોગ્રાફ્સ મળેલ. આ પ્રયોગ પણ રાજ્યમાં પહેલીવાર થયેલ.
- જીલ્લાના
તમામ તાલુકાથી બરાબર ૧૨.૩૯ કલાકે ‘જ્ઞાનરથ’ નું તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને
તાલુકા સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી,ટી.પી.ઈ.ઓશ્રી, શિક્ષકો, બી.આર.સી./સી.આર.સી કૉ ઓર્ડીનેટરશ્રીઓ,
દ્વારા તાલુકામાં ‘પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવના પ્રચાર અને પ્રસાર માટે
પ્રસ્થાન કરાવ્યું. જ્ઞાનરથનું સંપૂર્ણ માઈક્રો આયોજન. ‘જ્ઞાનરથ તારીખ ૧૦/૦૬/૨૦૧૪ થી ૧૫/૦૬/૨૦૧૪ સુંધી દરેક બ્લોકમાં
સરકારશ્રી દ્વારા પ્રાથમિક શાળાઓમાં અપાતી સુવિદ્યાઓનો શૈક્ષણિક પ્રચાર અને પ્રસાર
કરશે.
- તારીખ
૧૦/૦૬/૨૦૧૪થી એક મહિના માટે લોકલ ટી.વી ચેનલમાં અમદાવાદ જીલ્લા પંચાયત દ્વારા
પ્રવેશોત્સવ, કે.જી.બી.વી પ્રવેશ તેમજ અન્ય શૈક્ષણિક
બાબતોનો પ્રાચર...
- બાયસેગ
માધ્યમે અમદાવાદ સિવાયના જીલ્લાઓ પૈકી મહેસાણા, કચ્છ અને પાટણ જીલ્લાના કેટલાંક એસ.એમ.સી સભ્યો, શિક્ષકોએ પ્રસારણ નિહાળ્યું તેમજ પ્રશ્નોતરીમાં સહભાગી બન્યા.
- - બાયસેગ પ્રસારણ પૂર્વે
તારીખ ૦૯/૦૬/૨૦૧૪ અને ૧૦/૦૬/૨૦૧૪ના દિવસે ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ જેવા સોસિયલ મીડિયા માધ્યમે
પ્રવેશોત્સવ, જ્ઞાનરથ, એસ.એમ.સી પુન:ગઠન પરિસંવાદમાં સહભાગી બનવા અપીલ-પ્રચાર.
- સરકાર
દ્વારા સરકારી શાળાઓમાં અપાતી સુવિદ્યાઓ,સગવડ અંગે માહિતી દર્શાવતા તેમજ સરકારી શાળામાં બાળકને પ્રવેશ અપાવવા
અંગે અપીલ કરતાં બ્રોસરનું જીલ્લાના તમામ ગામોમાં નામાંકન કરાવી શકે તેવા
વાલીઓને વિતરણ.
બાયસેગ પરિસંવાદ અને જીલ્લામાં જ્ઞાનરથના ફોટોગ્રાફ્સ:
 |
| ફેસબુક માધ્યમે પ્રવેશોત્સવ પ્રચાર ... |
 |
| ફેસબુક માધ્યમે પ્રવેશોત્સવ પ્રચાર ... |
 |
| ફેસબુક માધ્યમે પ્રવેશોત્સવ પ્રચાર ... |
 |
| દેત્રોજ બ્લોક જ્ઞાનરથ પૂર્વ તૈયારી.. |
 |
| બરવાળા તાલુકા જ્ઞાનરથ પ્રસ્થાન... |
 |
| જ્ઞાનરથ પ્રસ્થાન બાવળા... |
 |
| બાયસેગ માધ્યમે પરિસંવાદ ... |
 |
| બાયસેગ પ્રસારણ પ્રશ્નોતરી સમયે ... |
 |
| સી.આર.સી./બી.આર.સી કૉ ઓર્ડીનેટર, TPEO સાથે જ્ઞાનરથ આયોજન અંગે બેઠક યોજી ચર્ચા.. |
 |
| સી.આર.સી./બી.આર.સી કૉ ઓર્ડીનેટર, TPEO સાથે જ્ઞાનરથ આયોજન અંગે બેઠક યોજી જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શન .. |
 |
| દેત્રોજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપસિંહજીસોલંકી, TDO શ્રી અમીબેન પટેલ, TPEO શ્રી ચંદ્રિકાબેન પટેલ દ્વારા પ્રસ્થાન... |
 |
| ટીમ એજ્યુકેશન અમદાવાદ |
 |
| ટીમ એજ્યુકેશન અમદાવાદના સભ્યો પ્રસારણ સમયે |
 |
| જીલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે પરિસંવાદ અંગે ચર્ચા... |

ટીમ અમદાવાદ |
| ઓન એર.. |
 |
| પ્રસારણ પહેલા ... વોટ્સએપ ડેટા કલેક્શન માટે ટેકનીકલ આયોજન |
 |
| પ્રસારણનું સંચાલન ... |
 |
| પ્રશ્નોતરી સમયે... |
 |
| બી.આર.સી કો ઓર્ડીનેટરશ્રી રોહિતભાઈ રાવલ 'મારી શાળા,સારી શાળા..' |
 |
| જીલ્લા વિકાસ અધિકારીશ્રી રવિશંકર 'શિક્ષક-સમાજની શાળા વિકાસ માટે ભૂમિકા |
 |
| જીલ્લા પ્રા.શિક્ષણાધીકારીશ્રી પ્રફુલભાઈ જલુ 'વિઝન ૨૦૧૪-'૧૫ |
 |
| જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસ્વામી |
 |
| જ્ઞાનરથ પ્રસ્થાન ધોળકા... |
 |
| જ્ઞાનરથ પ્રચારક સાથે રામપુરા |
 |
| શાળામાં જ્ઞાનરથ |
 |
| ગ્રામ પંચાયત પરિવાર દ્વારા ગ્રામરથ સામૈયું |
 |
| બાયસેગ પ્રસારણ નિહાળતા ગ્રામજનો.. |
 |
| વિદ્યાર્થીનીઓ સાથે જ્ઞાનરથ |
 |
| એસ.એમ.સી બેઠકમાં જ્ઞાનરથ, પ્રવેશોત્સવ અંગે સી.આર.સી કૉ ઓર્ડીનેટર દ્વારા માર્ગદર્શન... |
 |
| દેત્રોજ તાલુકા દ્વારા તાલુકાના તમામ ગામોમાં પ્રવેશોત્સવ, સરકારી શાળાઓમાં સુવિદ્યાઓ અંગે લોકલ ટી.વી ચેનલ પર જાહેરાત... |
Gyanrath... an innovative step by District Panchayat, Ahmedabad
No comments:
Post a Comment