ચાલો એક
નવું ભારત બનાવીએ, ચાલો કઈક નવું જ કરીએ આવા વિચારો સાથે પોતાની યાત્રા શરુ કરનાર
શ્રી ઉત્કર્શભાઈ પટેલ જયારે પહેલીવાર દેત્રોજ બી.આર.સી ભવન પર પગ મુક્યો ત્યારે
અમે પણ અજાણ હતા કે અમારા વિદ્યાર્થીઓ કાઈ પણ જાણ્યા વિના, એન્જીનીયરીંગ ભણ્યા
વિના રોબો કાર બનાવશે ...!!!
દેત્રોજ બી.આર.સી દ્વારા દેત્રોજ તાલુકા શાળા અને બાલસાસણ પ્રાથમિક
શાળામાં અમદાવાદ જી.ટી.યુના એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ ધોરણ 6 થી 8ના બાળકો સાથે મળીને ટેકનોલોજી સેમીનાર કર્યો. જેમાં
રોબોટીક વિષય અંતર્ગત રીમોટ કાર બનાવી. આ સેમીનાર નો મુખ્ય હેતુ બાળકો ની સર્જનાત્મકતા વિકસાવવાનો તેમજ ગણિત અને વિજ્ઞાન
ના સિધ્ધાંતોને સુદ્રઢ બનાવવાનો
છે. બાળકો પ્રાથમિક કક્ષાએથી જ ટેકનોલોજી પ્રત્યે અભિમુખ થાય અને નવા ભારત ના નિર્માણ માં ભાગીદારી બને
એવો આશય અંતે સિધ્ધ કરવો છે. મેક ઇન્ડિયાના કન્વીનર શ્રી ઉત્કર્શભાઈ પટેલ અને બી.આર.સી. કો ઓર્ડીનેટર
શ્રી રોહિતભાઈ રાવલ દ્વારા આયોજિત આ વેકેશન દરમિયાન એક દિવસના વર્કશોપમાં
વિદ્યાર્થીઓને ઘણું શીખવા મળ્યું અને એક નવી દિશામાં વિચારવાની સી.આર.સી કૉ
ઓર્ડીનેટર, શિક્ષકોને તક મળી... આવા નવતર વિષય સાથે વર્કશોપનું આયોજન કરવા બદલ
બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલ, તજજ્ઞ તરીકે સેવા આપનાર શ્રી
ઉત્કર્શભાઈ પટેલ, બાલસાસણ શાળાના આચાર્યશ્રી સંજયભાઈ રાવલ, દેત્રોજ તાલુકા શાળાના
આચાર્ય શ્રી મુકેશભાઈ ગુર્જર, સી.આર.સી કૉ ઓર્ડીનેટરનો આભાર.. આ વર્કશોપ વિષે વધુ
ન લખતા બાલસાસણ શાળાના કેટલાક ફોટોગ્રાફ્સ વાંચન માટે મુકું છું જે આ વર્કશોપ અંગે
ઘણું કહેશે...








1 comment:
Thank you Sir
Post a Comment