દીવાલો દ્વારા શિક્ષણ...
આમતો આ પોસ્ટ લખતા ઘણું લખી શકાય. પરંતુ ટેકનોલોજીનો જમાનો છે અને વાંચન કરતાં વિઝ્યુઅલ પર વધારે રસ જણાઈ રહ્યો છે ત્યારે માત્ર કેટલાક ફોટોગ્રાફ્સ અને થોડાંક પ્રશ્નો જેના જવાબ આપ સ્વયંને જ આપતાં, વિચારતાં આપો આપ આ લેખ વિષે માહિતી મળી જશે અને મહત્વ સમજાઈ જશે...મારી NGOs, કેટલાંક સારા સ્થાનિક કક્ષાના પોઝીટીવ રાજકારણીશ્રીઓ, સજ્જન નાગરીકો જેઓ શાળાની કમ્પાઉન્ડ વોલ પર થીમ્બેઝ્ડ રંગરોગાન કરાવવા દાતા બની શકે કે શોધી શકે તેઓ ને વિનંતી કે આપની નજીકની શાળામાં આવું કાર્ય કરી શકાય તે માટે પ્લીઝ, મદદ કરશો.
અહી આપેલ પ્રશ્નો જેના ઉત્તર સ્વયંજ મેળવવા...
૧. આપની શાળામાં કમ્પાઉન્ડ વોલ કેવી છે ?
૨. આપની શાળાના કમ્પાઉન્ડ વોલનો બહાર અને અંદરનો રંગ કેવો છે ?
૩. આપને આપની શાળાના કમ્પાઉન્ડ વોલ પર ચિત્ર દોરવાના પ્રોજેક્ટનું કામ સોંપાય તો બહારના ભાગ માટે અને અંદરના ભાગ માટે કેવા ચિત્રો પસંદ કરો ? ગામનો, તાલુકાનો,જીલ્લાનો, રાજ્યનો કે દેશનો ઈતિહાસ, કુદરતી સૌદર્ય, ચોક્કસ થીમ બેઝ પિક્ચર્સ, ગામમાં કોઈ દુષણ જે જડ કરી ગયેલ છે તે દૂર કરી શકાય તે માટેની જાગૃતિ કેળવવાના ચિત્રો વિગેરે ચિત્રો માંથી કેવા ચિત્રો દ્વારા આપની શાળાની કમ્પાઉન્ડ વોલ સજાવવા માંગશો...?
૪. ચિત્રોના જતન માટે કોનો સહકાર મેળવી આ પ્રોજેક્ટ અમલી કરશો ?
૫. આર્થિક ઉપાર્જન માટે કોનો સહકાર મેળવી શકો ?
૬. વિદ્યાર્થીઓને આ માટે જાગૃત કરવા આપ શું કરશો ?
૭. આપને આ પ્રોજેક્ટ ગમ્યો કે નહી ? (અમલ કરવો ફરજીયાત ન હોઈ તટસ્થ જવાબ આપશો.)
૮. આપને લાગે છે કે 'દીવાલો બોલી ઉઠશે !!!'
અને અંતે,
Compound Wall can be good education master...






1 comment:
ભાઈ....મને ગમતી નિશાળ યાદ આવી.ખૂબ સરસ કામ છે.શાળાની દરેક દિશા શિક્ષણ માટે ઉપયોગી છે.
Post a Comment